ક્રાઇમ બ્રાંચ દ્વારા મહાઠગ કિરણ પટેલના અમદાવાદ સ્થિત પ્રેસ્ટીજ બંગલોમાં કરાઈ તપાસ, બેંક એકાઉન્ટ સહિતના દસ્તાવેજોની કરી ચકાસણી

  • April 10, 2023 07:06 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ઠગ કિરણ પટેલ કેસમાં ક્રાઇમ બ્રાન્ચે ઝડપી તપાસ હાથ ધરી છે. કિરણ પટેલની ધરપકડ કર્યા બાદ કોર્ટે ક્રાઇમ બ્રાંચને તેના 8 દિવસના રિમાન્ડ આપ્યા છે.ત્યારે કિરણ પટેલની પુછપરછ કરવામાં આવી રહી છે. તેના અમદાવાદમાં ઘોડાસર સ્થિત મકાન પર પહોંચીને ક્રાઇમ બ્રાન્ચની ટીમે તપાસ કરી હતી. કિરણ પટેલને સાથે રાખીને ક્રાઇમ બ્રાન્ચે પ્રેસ્ટીજ બંગલોમાં સર્ચ હાથ ધર્યુ હતુ તેમજ બેંક એકાઉન્ટ સહિતના દસ્તાવેજોની પણ તપાસ કરવામાં આવી રહી છે.


ક્રાઇમ બ્રાંચે કિરણ પટેલને લઇને તેના ઘરમાં દસ્તાવેજોની તપાસ હાથ ધરી હતી. સાથે જ કિરણ પટેલના બેંક સ્ટેટમેન્ટની પણ તપાસ કરવામાં આવી રહી છે. તેના બેંક સ્ટેટમેન્ટના આધારે તે કઇ રીતે ટ્રાન્જેક્શન કરતો હતો તેની તપાસ કરવામાં આવી રહી છે. હાલ પ્રાપ્ત માહિતી મુજબ પ્રાથમિક તપાસમાં ક્રાઇમ બ્રાંચને અત્યાર સુધી કિરણ પટેલના બેંક અકાઉન્ટમાંથી મોટી રકમનું કોઇ ટ્રાન્જેક્શન મળી આવ્યુ નથી.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application