કામ અપાવવાના બહાને યુવતી પર દુષ્કર્મ આચરનાર કોન્ટ્રાકટર ઝડપાયો

  • April 18, 2024 03:20 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


શહેરમાં આજીડેમ વિસ્તારમાં રહેતી શ્રમિક યુવતીને આજી ડેમ પાસે કારખાનામાં કામ અપાવાના બહાને બોલાવી લેબર કોન્ટ્રાકટરે તેણીને ફસાવી તેનો ન્યૂડ વીડિયો ઉતારી વાઇરલ કરવાની ધમકી આપી વારંવાર દુષ્કર્મ આચર્યાની આજીડેમ પોલીસ મથકમાં ફરિયાદ થઇ હતી.ફરિયાદ થયાના ગણતરીના કલાકોમાં એલસીબી ઝોન–૧ ની ટીમે આરોપીને માંડાડુંગર પાસેથી ઝડપી લઇ કાયદેસરની કાર્યવાહી કરી હતી.
પ્રાપ્ત વીગતો મુજબ,આજીડેમ વિસ્તારમાં રહેતી અને કારખાનામાં મજૂરીકામ કરતી ૨૨ વર્ષીય યુવતીએ ફરિયાદ કરી હતી.જેમાં આરોપી તરીકે લેબર કોન્ટ્રાકટર લોકેશ શાહ નામના શખસનું નામ આપ્યું હતું.ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેને કામની જર હોય લેબર કોન્ટ્રાકટનું કામ કરતા લોકેશને મળી હતી અને તેને કામ અપાવી દેવાની લાલચ આપી પરિચય કેળવી ફોન નંબર મેળવી વાતો કરી હતી.ત્યારબાદ માંડાડુંગર પાસે આવેલ કારખાનામાં બોલાવી હતી ત્યારબાદ તેને કામ અપાવી દેવાની લાલચ આપી મરજી વિધ્ધ દુષ્કર્મ આચરી ન્યૂડ વીડિયો ઉતારી લીધો હતો.

બાદમાં યુવતીનો ન્યૂડ વીડિયો વાઇરલ કરવાની ધમકી આપી કારખાને બોલાવી ધમકી આપી વારંવાર દુષ્કર્મ આચરતો હોય જેથી કંટાળી જઈ આજીડેમ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.જે ફરિયાદના આધારે પોલીસે આરોપી સામે આઇપીસીની કલમ ૩૭૬(૨),(એન) મુજબ ગુનો નોંધ્યો હતો.

બીજી તરફ આ બનાવને લઇ એલસીબી ઝોન–૧ ના પીએસઆઇ બી.વી.બોરીસાગરની રાહબરી હેઠળ ટીમે તપાસ શ કરી હતી.દરમિયાન હેડ કોન્સ. વીજેન્દ્રસિંહ ઝાલા અને જીતુભા ઝાલાને મળેલી બાતમીના આધારે પોલીસે આરોપી લોકેશ પ્રદીપ શાહ(ઉ.વ ૩૪ રહે.સત્યમપાર્ક,૮૦ ફટ રોડ) ને માંડાડુંગર પાસેથી ઝડપી લઇ આજીડેમ પોલીસના હવાલે કર્યેા હતો.પોલીસે જણાવ્યું હતું કે,આરોપી મૂળ ઝારખંડનો વતની છે અને તે બે સંતાનનો પિતા છે.આ અંગે પીએસઆઇ એચ.જે.સોલંકી વધુ તપાસ ચલાવી રહ્યા છે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application