ડ્વેન જોનસન ફિટ રહેવા માટે દિવસમાં 7 વખત જમે છે
ડબ્લ્યુ ડબ્લ્યુ ઈની દુનિયાનો બાદશાહ હવે દુનિયાનો સૌથી મોંઘો અભિનેતા પણ બની ચૂક્યો છે, પરંતુ હવે તે ફરી એક વખત કુસ્તીની રીંગમાં પ્રવેશ કર્યો છે. જ્યાં અન્ય રેસલરને બેલ્ટથી ફટકારી રહ્યો છે. જેનો વીડિયો તેમણે સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યો છે.
ડબ્લ્યુ ડબ્લ્યુ ઈની દુનિયાનો સુપરસ્ટાર અને રિંગનો બાદશાહ તરીકે જાણીતો રોકી એટલે કે, ડ્વેન જોનસને 15 વર્ષ બાદ રીંગ પર ધમાકેદાર વાપસી કરી સૌને ચોંકાવી દીધા છે. હાલમાં ડ્વેન જોનસને પોતાના સોશિયલ મીડિયા પર ટ્વિટ કરી કમબેકની જાહેરાત કરી હતી,તેના પુનરાગમન પછીની પ્રથમ ટક્કરમાં રોક તેના પ્રતિસ્પર્ધીને બેલ્ટ અને લાતો અને મુક્કા મારતો જોવા મળે છે. ડ્વેન જોનસને 15 વર્ષ બાદ ફોક્સ સ્પોર્ટસના સ્મૈક ડાઉનમાં એન્ટ્રી કરી હતી. જેનો વીડિયો તેમણે પોસ્ટ કર્યો છે.
રેસલરે વીડિયો પોસ્ટ કર્યો
ડબ્લ્યુ ડબ્લ્યુ ઈમાંથી રિટાયરમેન્ટ લીધા બાદ રોક ફિલ્મોમાં એક્ટિંગમાં વ્યસ્ત હતો, પરંતુ રેસલિંગના જનુને તેને ફરીથી રિંગમાં એન્ટ્રી કરાવી છે, તેમજ તેની વાપસી શાનદાર જોવા મળી રહી છે. તમને જણાવી દઈએ કે, તે દુનિયાનો સૌથી મોંઘા સ્ટારની લિસ્ટમાં ટોપ પર છે.
રેસલરે રેફરીને પણ ન છોડ્યો
આ વીડિયોમાં રોક પોતાના વિરોધીએને બેલ્ટથી મારી રહ્યો છે. તેમણે રેફરીને પણ છોડ્યો ન હતો. તેનાથી ડરી રેફરીએ પણ ચાલતી પકડી હતી. રોકનું રુદ્ર રુપ જોઈને તેના ચાહકો ખુશીથી ઝુમી ઉઠ્યા હતા. આ વીડિયોને 60 હજારથી વધુ લોકોએ જોઈ લીધો છે. તમને જણાવી દઈએ કે, 4 ઓક્ટોબરને રિંગ પર સ્મૈકડાઉનની 20મી એનિવર્સરી સેલિબ્રેટ થઈ રહી છે.
રોકની સાથે 1000મી એપિસોડમાં રિંગના સુપરસ્ટાર કહેવાતા હલ્ક હોગન, કર્ટ એન્જેલ, રિક ફ્લેયર,મિક ફોલે અનો ગોલ્ડબર્ગ સ્ટિંગ જેવા ખેલાડીઓ પણ સામેલ છે.અભિનેતા તરીકે ડ્વેનની પ્રથમ ફિલ્મ 2001માં આવેલી ‘ધ મમી રિટર્ન્સ’ હતી.કુશ્તીની દુનિયા છોડીને તેણે અચાનક હોલીવુડમાં પ્રવેશ કર્યો અને અહીં પણ તે ફેમસ થઈ ગયો. હોલીવુડમાં, રોક ડ્વેન જ્હોન્સન તરીકે ઓળખાય છે. કરોડોની સંપત્તિનો માલિક પણ છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationભારતીય સિનેમાના મહાન ડાયરેક્ટર શ્યામ બેનેગલનું નિધન, 90 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ
December 23, 2024 08:35 PMગુજરાતની નિર્ભયાએ દમ તોડ્યો, હેવાનિયત સામે માસૂમિયતની કરુણ હાર
December 23, 2024 07:37 PMલાલપુર તાલુકા પંચાયત ખાતે સામાન્ય સભા અને કારોબારી નું આયોજન, વર્ષ 2025- 26નું બજેટ પાસ
December 23, 2024 06:05 PMજામનગર : સીટી બી પોલીસ દ્વારા ટાઉનહોલ વિસ્તારમાં આવારા બાવરી તત્વોને દૂર કરાયા
December 23, 2024 06:03 PMપૂર્વ ક્રિકેટર વિનોદ કાંબલીની તબિયત લથડી... થાણેની હોસ્પિટલમાં દાખલ
December 23, 2024 05:41 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech