હેરિટેજ ઇમારતો ધરાવતા જૂનાગઢમાં પ્રાચીન ઇમારતોથી નવાબી સંસ્મરણોની યાદો તાજી થાય છે.ઇમારતો ઉપરાંત વિવિધ વિસ્તારોમાં આવેલા ૨૧ વૃક્ષોની ગણના હેરિટેજ વૃક્ષો તરીકે કરવામાં આવી છે.જેની કિંમત કરોડોમાં આંકવામાં આવી રહી છે.પરંતુ હેરિટેજ વૃક્ષોની.આસપાસ બોર્ડ લગાવવામાં આવ્યા નથી જેથી આવા વૃક્ષોની જાણકારી જુજ લોકોને છે.જાળવણીના અભાવથી વૃક્ષોની અવદશા જોવા મળી રહી છે.
ઐતિહાસિક જૂનાગઢમાં વિવિધ સ્થળોએ પ્રાચીન અને દુર્લભ વૃક્ષો આવેલા છે.જેની કિંમત કરોડોમાં આંકવામાં આવી રહી છે.શહેરમાં ૨૧ વૃક્ષોની ગણના હેરિટેજ વૃક્ષો તરીકે કરવામાં આવી છે.
જૂનાગઢમાં આવેલા અને હેરિટેજ વૃક્ષો તરીકે ગણના થતાં ઐતિહાસિક વયોવૃદ્ધ વૃક્ષોના થડનો ઘેરાવો ૮ થી૨૬ ફટ સુધીનો છે.જેમાં જૂની કલેકટર કચેરી પાસે આવેલ લીમડાનું ઝાડ હજુ પણ અડીખમ છે.કલેકટર કચેરી સમયે લીમડાના ઝાડ નીચે ઉપવાસ પર બેસવા ઉપવાસીઓ માટે હોટ ફેવરિટ હતું.આ ઉપરાંત વૃક્ષ નીચે રહેલી દિવાલ પણ તૂટેલી અવસ્થામાં છે.ગિરનાર દરવાજા પર વાઘેશ્વરી માતાજી મંદિર પાસે રસ્તા પર જ પ્રાચીન અને દુર્લભ ખડાનું વૃક્ષ આવેલું ફટ ૫૦ ઐંચા અને ૧૯ ફટના થડનો ઘેરાવા ધરાવતું આ વૃક્ષ લોકોમાં પૂજનીય ગણાય છે. અને માનતા ઉતારવા પણ મોટી સંખ્યામાં લોકો દર્શન અને પૂજન કરતા જોવા મળે છે.તેની ડાળીઓ મૂળ જેવી દેખાય છે જેથી તેને બોટલ ટ્રી તરીકે પણ ઓળખવામાં આવે છે.
સુદર્શન તળાવ પાછળ વેલાવડની જગ્યા આવેલ છે આ સ્થળે પૌરાણિક વડ આવેલ છે જેનો ઘેરાવો ૨૬.૬ ફટ છે. કૃષિ યુનિવર્સિટીમાં પરી તળાવ પાસે ૨૬ ફટના ઘેરાવા સાથેનો પીપળો આવેલ છે .મઘડીબાગ ખાતે મૂલ્યવાન માનવામાં આવતા મોહગની વૃક્ષ આવેલ છે.જેનો ઘેરાવો ૧૮ ફટનો છે.સકકરબાગમાં પ્રાચીન ઘટાદાર બોરસલીનું વૃક્ષ આવેલ છે જેના થડનો ઘેરાવો ૯.૩ ફટનો છે. બિલનાથ મહાદેવ મંદિરમાં ગોપાલાનદં બાપુએ રોપવામાં આવેલ કોઠા વૃક્ષ પણ પ્રાચીન વૃક્ષમાં ગણના થાય છે.શીતળા કુંડ મંદિરે ૧૦ ફટ થી વધુ ના ઘેરાવા સાથેનું અતિપ્રાચીન આંબલીનું વૃક્ષ આવેલું છે.મોતીબાગ કૃષિ યુનિવર્સિટીમાં પુત્રંજીવા નામનું ઔષધીય વૃક્ષ આવેલું છે.જેના પાંદડાઓને ઔષધીઓમાં મદદપ થતું હોવાનું માનવામાં આવે છે.પરી તળાવ પાસે પ્રાચીન પીપળનું વૃક્ષ આવેલ છે.આ વૃક્ષના થડનો ઘેરાવો૨૬ ફટનો છે.આ ઉપરાંત મોતીબાગમાં જ ૮ ફટના થડના ઘેરાવા સાથેનું અર્જુન વૃક્ષ આવેલું છે જેની પણ ઔષધીય વૃક્ષ તરીકે ગણના કરવામાં આવે છે. ભુતનાથ મંદિરમાં પીપળાનું વૃક્ષ આવેલ છે. આ ઉપરાંત હાટકેશ્વર મંદિરમાં પૌરાણિક વડલાનું વર્ષેા જૂનું વૃક્ષ હજુ પણ અનેકવિધ શાખાઓ સાથે અડીખમ ઊભેલું જોવા મળી રહે છે. આ સ્થળે પ્રસંગોપાત લોકો પૂજા વિધિ કરવા પણ આવે છે.ગાંધી ચોકથી આગળ જતા પ્રદૂષણ બોર્ડની ઓફિસની બાજુમાં૧૨ ફટના ઘેરાવા સાથેનું પબડી કે જેને હિન્દીમાં જંગલી બદામ તરીકે પણ ઓળખવામાં આવે છે તેનું અને પીપળ નામનું વૃક્ષ આવેલ છે.ગાંધીચોકમાં જોહક અલી શાહ દરગાહમાં ૧૨.૮ ફટના થડના ઘેરાવા સાથેનું પ્રાચીન લીમડાનું વૃક્ષ આવેલું છે.જોષીપરા જડેશ્વર મહાદેવ મંદિરમાં ઉમરો અને પીપળા સાથેનું પ્રાચીન ઐતિહાસિક બેલડા નું વૃક્ષ આવેલ છે.આ વૃક્ષના થડના ઘેરાવો ૨૬ ફટનો છે.સકરબાગમાં ૮ ફટના ઘેરાવા સાથેનું લાલ આંબલીનું વૃક્ષ આવેલું છે.આ ઉપરાંત લુ જતી પ્રજાતિના વૃક્ષ પૈકીના ૮ ફટના થડના ઘેરાવા સાથેના એકમાત્ર બ્રાન્ચિંગ પામ વૃક્ષ સકરબાગમાં આવેલું છે જેની અનેકવિધ શાખાઓ દેખાતીહોવાથી તેનું બ્રાન્ચિંગ પામ નામ પડું હોવાનું અનુમાન લગાવાઇ રહ્યું છે.ભવનાથ તળેટીમાં કુદરતી ચમત્કાર પૈકીના એક દ્રેશ્વર જાગીર ભારતી આશ્રમ સામે તાડ અને વડ સંયુકત રીતે એક જ થડમાં બે વૃક્ષ એક સાથે જ જોવા મળે છે
પબડી વૃક્ષની વિશેષતા
૭૦ ફટ ઐંચાઈ ધરાવતા આ વૃક્ષતેના ફળોનો ઉપયોગ પોષક તત્વ થી ભરપુર હોવાથી બદામ ની અવેજી માં ઉપયોગ માં લેવામાં આવે છે. છાલ તથા પર્ણ ના રસ નો ઉપયોગ તાવ તથા ચામડી ના રોગો માટે થાય છે. લેપ્રેસી (રકતપિત) તથા અસર (ચાંદા) માટે પણ આ વૃક્ષ મહત્વનું બની રહે છે.
પુત્રંજીવા
જૂનાગઢ કૃષિ યુનિ. ના મોતીબાગ માં હોસ્ટેલ તરફ જતા રસ્તા પર મુલ્યવાન ઔષધિ વ્રુક્ષ પુત્રંજીવા નામનું વૃક્ષ છે. આ વૃક્ષનુ ફળ નો ઉપયોગ ઔષધિમાં થાય છે. જેને ગર્ભપાત થઈ જતો હોય તેને આ વૃક્ષના ફળનું આયુર્વેદિક પદ્ધતિથી સેવન કરવાથી ગર્ભપાત થતો અટકી શકાય છે. આમ ગર્ભ નું સ્થાપન કરતું હોવથી પુત્ર ને જીવાડનાર પુત્રંજીવા નામ મળ્યું .
મોહગની
જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી ના બાગાયત વિભાગના ફળ સંશોધન વિભાગની અંદર મોહગનીનું આ ઝાડ આવેલું છે. ૧૮ ફુટના ઘેર વાળું થડ મંત્રમુગ્ધ બનાવી દે છે.રાષ્ટ્ર્રપતિ ભવનનું ફર્નિચર મોહગની ના લાકડા માંથી બનાવેલુ છે. મઘડી બાગમાં રહેલું આ વૃક્ષ ગુજરાતમાં સૌથી પ્રાચીન મોહગનીનું વૃક્ષ છે.
વડ (પૌરાણિક વ્રુક્ષ)
ગરવા ગિરનારની ગોદ માં આવેલ સુદર્શન તળાવની પાછળ ની ગલીમાં થી પૂર્વ તરફ જતા વેલનાથ (વેલાવડ) ની અતિ પ્રાચીન જગ્યા આવેલ છે. દંતકથા મુજબ વેલનાથ બાવા, ગુશ્રી ભાગનાથ બાપુના સનિધ્યમાં આ જગ્યા પર વડ ના સ્થાની આસપાસ નિવાસ કરતા હતા. આજે આ વડ ૧૫ વડવાઈઓના વિશાળ સમૂહ સાથે આશરે ૨૦૦ ફુટના ઘેરાવા માં ઉભો છે. પ્રથમ દ્રષ્ટ્રિ એ જોતા આ વડલો પુરાંતન હોવની ઝાંખી થાય છે. આ વડ આશરે ૨૦૦ વર્ષથી પણ પહેલાનો હોય તેમ જણાંય છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઅમદાવાદમાં ગુજરાતે દિલ્હીને 7 વિકેટે હરાવ્યું, સિઝનમાં પાંચમી જીત
April 19, 2025 11:07 PMઈસ્ટરના કારણે પુતિને યુક્રેન યુદ્ધમાં યુદ્ધવિરામની જાહેરાત કરી, ધાર્મિક મહત્વ જાળવ્યું
April 19, 2025 11:03 PMકેનેડામાં બે જૂથો વચ્ચે ફાયરિંગમાં પંજાબની 21 વર્ષીય યુવતીનું મોત, બસ સ્ટોપ પર હતી ઉભી
April 19, 2025 11:00 PMરાજકોટ-સરધાર રોડ પર ગમખ્વાર અકસ્માત: માતા-પુત્રી સહિત 4નાં મોત, 3 ગંભીર રીતે ઘાયલ
April 19, 2025 10:59 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech