મેટોડામાં રહેતી યુવતી આપઘાત કરવા માટે ઘરેથી નીકળી ગઈ હોય આ અંગે યુવતીના ભાઇએ અમરેલી પોલીસ કંટ્રોલરૂમમાં જાણ કરતા અમરેલી પોલીસે રાજકોટને જાણ કરી હતી. જેથી રાજકોટ પોલીસ કંટ્રોલરૂમે તાકીદે સ્થાનિક પોલીસને જાણ કરતા આજીડેમ પોલીસે યુવતીનું લોકેશન શોધી આજી ડેમમાં ઝંપલાવે તે પૂર્વે તેને બચાવી લીધી હતી. બાદમાં અભયમ ટીમ દ્વારા યુવતીનું કાઉન્સિલિંગ કરવામાં આવ્યું હતું.કોલેજીયન યુવતીએ અભ્યાસની ચિંતામાં હતાશ થઈ તે આ પગલું ભરવા નીકળી હોવાનું જાણવા મળ્યું છે.
પ્રાત વિગતો મુજબ, રાજકોટ શહેર પોલીસ કંટ્રોલરૂમમાં અમરેલી કંટ્રોલ ઇન્ચાર્જ તરફથી આજરોજ સવારના 10-10 વાગ્યે ફોનથી જાણ કરવામાં આવી હતી કે, અમરેલીમાં રહેતા યુવાને જણાવ્યું છે કે, મેટોડામાં રહેતી તેની બહેન કોઈ કારણોસર આત્મહત્યા કરવા માટે ન્યારી ડેમ તરફ ગઈ છે. બનાવની ગંભીરતાને ધ્યાને લઇ તુરંત તાલુકા પોલીસ સ્ટેશનની પીસીઆર ન્યારી ડેમે મોકલી દેવામાં આવી હતી. બીજી તરફ ડીસીબી દ્વારા યુવતીના મોબાઈલનું લોકેશન કાઢવામાં આવતા તે આજીડેમ પાસે માંડાડુંગર પાસેનું મળ્યું હતું જેથી તુરંત આજીડેમ પોલીસ સ્ટેશનના પીએસઆઇ જે.જી.રાણા તથા ટીમ અહીં પહોંચી હતી અને યુવતીને શોધી કાઢી તેનો જીવ બચાવી લીધો હતો.
બાદમાં 181 કાઉન્સેલર ઉર્વશીબેન મોભેરા દ્વારા યુવતીનું કાઉન્સિલિંગ કરવામાં આવ્યું હતું. અભ્યાસની ચિંતામાં હતાશ થઈ તેણી આ પગલું ભરવા ઘરેથી નીકળી ગઇ હોવાનું માલુમ પડ્યું હતું. જોકે, તેમનું યોગ્ય કાઉન્સિલિંગ કરી ભવિષ્યમાં આવું પગલું ન ભરે તેવું સમજાવવામાં આવ્યું હતું.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationધરપકડ વોરંટ બાદ નેતન્યાહુને વધુ એક મોટો ફટકો, હમાસે ગાઝામાં 15 ઈઝરાયલી સૈનિકોને માર્યા
November 22, 2024 05:50 PMઈઝરાયેલે ખાલિદ અબુ-દાકાને ઉતાર્યો મોતને ઘાટ, પેલેસ્ટાઈનના જેહાદ જૂથનો હતો કમાન્ડર
November 22, 2024 05:48 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech