રાજ્યના દરિયાકાંઠાની હાઈટેન્શન વીજલાઈન 25000 કરોડના ખર્ચે અન્ડરગ્રાઉન્ડ કરાશે

  • December 11, 2023 11:56 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

સૌરાષ્ટ્ર કચ્છનો સાગરકાંઠો પવન ઊર્જા આધારિત વીજ ઉત્પાદનનું હબ છે. આ વિસ્તારમાંથી અન્ય વિસ્તારમાં વીજ પુરવઠો લઈ જવા માટે હાઈ ટેન્શન લાઈન ભુગર્ભમા નાખવાના મુદ્દે રાજ્ય સરકારે 25 હજાર કરોડનો પ્રોજેક્ટ તૈયાર કરી દીધો છે જેની મંજૂરી માટે કેન્દ્ર સરકારને મોકલી આપવામાં આવ્યો છે ધોરાડ પક્ષી અભ્યારણ માટે સુપ્રીમ કોર્ટે એક સૂચના આપી હતી જેમાં સૌરાષ્ટ્ર કચ્છમાં વર્ષ દરમિયાન જુદા જુદા વિસ્તારમાં યયાવર પક્ષીઓ આવતા હોય છે લગભગ 20 થી 30 હજાર પક્ષીઓ જીવંત વિજ લાઈનમાં અથડાવવાના કારણે મૃત્યુ પામે છે. હાલ તો આવી લાઈન ઉપર રિફ્લેકટર અને અન્ય પ્રોટેક્ટિવ વ્યવસ્થા ગોઠવી છે કચ્છના જખો અબડાસાની આસપાસમાં ધોરાડ એટલે કે કચ્છની ગ્રેટ ઇન્ડિયન બસ્ટર્ડ પક્ષી અભ્યારણ ની જાળવણી માટે દ્વારા થોડા સમય પહેલા સુપ્રીમ કોર્ટ દ્વારા ગુજરાત સરકારના આદેશ આપવામાં આવ્યો છે કે આ તમામ લાઈનો અંડરગ્રાઉન્ડ કરી દેવી જેના ભાગરૂપે પ્રોજેક્ટ તૈયાર કરવામાં આવ્યો છે. પ્રથમ તબક્કામાં સૌરાષ્ટ્ર-કચ્છના 20 કિ.મી.ના દરિયા કાંઠામાં આ કામ કરાશે. બીજા તબક્કામાં વધુ 25 કિ.મી. આવરી લેવાશે અને અંતિમ તબક્કામાં ગુજરાતના મોટા ભાગના દરિયા કાંઠા વિસ્તારને સમાવી લેવાશે.


તાજેતરમાં ગુજરાતની મુલાકાતે આવેલા કેન્દ્રીય ઊર્જા મંત્રી આર.કે સિંગેરાજ્યના ઉર્જા મંત્રી કનુભાઈ દેસાઈ અને ઊર્જા વિભાગના અગ્ર સચિવ મમતા વમર્િ સાથે મહત્વની બેઠક કરી હતી આ બેઠકમાં ચાલુ વર્ષે જૂન માસમાં આવેલા વિનાશક વાવાઝોડું બીપોર જોય ના કારણે પાવર સેક્ટરને સૌથી વધારે નુકસાન થયું હતું અંદાજે 33 હજારથી વધારે થાંભલાઓ પડી ગયા હતા દસ લાખથી વધુ ઘર અને હોસ્પિટલ ઔદ્યોગિક એકમોમા ચારથી પાંચ દિવસ પુરવઠો નહીં મળવાને કારણે મુશ્કેલી પડી હતી. કચ્છ ઉપરાંત અરબી સમુદ્રના સૌરાષ્ટ્રના કાંઠાડા વિસ્તાર પર બીપર જોય ના કારણે સહન કરવું પડ્યું છે આવું છેલ્લ ા ત્રણ વર્ષ અગાઉ આવેલા તાઉતે વાવાઝોડા થી સૌરાષ્ટ્રના પાવર સેક્ટરને મોટો ફટકો પડ્યો હતો.


આ તમામ બાબતો ઉપરાંત સુપ્રીમ કોર્ટની ગાઇડલાઇનને લઈને હવે હાઈ ટેન્શન પાવર લાઈનો જમીનમાં પાથવા અંગે વિચારણા ચાલી રહી છે ખાસ કરીને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ ગત જૂન મહિનામાં અસરગ્રસ્ત કચ્છ વિસ્તારની મુલાકાતે બેઠકમાં આ પ્રસ્તાવ અંગે વિચારણા કરવા મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને ઉચ્ચ અધિકારીઓના આપી હતી તેના પગલે પશ્ચિમ ગુજરાત વીજ કંપ્ની કચ્છ સૌરાષ્ટ્રના કાંઠા વિસ્તાર માટે એક રિપોર્ટ તૈયાર કર્યો છે જેમાં 11 કે વી ની લાઈનો છેક છેવાડા સુધી લઈ જવા માટે અંડરગ્રાઉન્ડ નેટવર્કનું આયોજન કરવામાં આવી રહ્યું છે.
આ રિપોર્ટ મુજબ ખાસ કરીને અરબી સમુદ્રના કાઠાડા વિસ્તારના 20 કિલોમીટર વિસ્તારની 11 કેવી ઓવરહેડ લાઈન તથા લાઈટ ટેન્શન લાઈન નું સર્વિસ જોડાણ સુધીનું ભૂગર્ભમાં પાથરી દેવાથી વિનાશક વાવાઝોડા સામે રક્ષણ મળી શકે તેમ છે આ માટે કેન્દ્રને ગુજરાત સરકારની વિવિધ યોજના હેઠળ તબક્કા વાર કામ કરી શકાય તેમ છે અંદાજે 25,000 કરોડનો એક સર્વગ્રાહી પ્રોજેક્ટ રિપોર્ટ કેન્દ્ર સરકારની મોકલી આપવામાં આવ્યો છે.

ગુજરાત સરકારની માફક ઓરિસ્સા સરકારે પણ આવી દરખાસ્ત કેન્દ્ર સરકારને મોકલી છે તેમ કેન્દ્રીય ઊર્જા મંત્રી આર કે સિંગે એક કાર્યક્રમમાં હાજરો આપવા આવેલા ત્યારે ગુજરાતના અધિકારીઓ સાથે આ મુદ્દે પ્રાથમિક ચચર્િ કરી હતી આ માટે પીજીવીસીએલની સમગ્ર ટીમ 20 કિલોમીટર ત્રિજ્યા માં આવતી લાઈનો પર વિવિધ યોજનાકીય સ્ટ્રેન્થ સ્કીમ સહિતની કામગીરી અમલમાં મુકશે આ કામગીરી પૂરી થયા બાદ 50 કિલોમીટરની ત્રિજ્યામાં આવતી લાઈનો માટે મહત્વકાંક્ષી પ્રોજેક્ટ અમલમાં મુકવાની વિચારણા ચાલી રહી છે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application