રાજકોટ લોધિકા સહકારી ખરીદ વેચાણ સંઘના ચેરમેન બનવા માટે નરેન્દ્રસિંહ જાડેજા એ રાજકોટ જિલ્લા ભાજપ પ્રભારી ધવલભાઇ ને સાત આંકડામાં વહીવટ થાય તેટલા પિયા આપ્યા હોવાનો નનામાં પત્રમાં કરાયેલા આક્ષેપનો જવાબ આપતા સંઘના ચેરમેન નરેન્દ્રસિંહ જાડેજાએ પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે આ બાબત હળાહળ જૂઠ છે. મેં આવો કોઈ વ્યવહાર કોઈ સાથે કર્યેા નથી. આ તો મને અને ભાજપને બદનામ કરવા માટે કોઈનું કૃત્ય હોય તેવું લાગે છે.
સંઘની ઓફિસે પત્રકારો સાથેની વાતચીતમાં ચેરમેન નરેન્દ્રસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે રાજકોટ લોધીકા ખરીદ વેચાણ સંઘમાં મારી નિમણૂક તારીખ ૨ મે ૨૦૨૩ ના રોજ વધુ એક ટર્મ માટે કરવામાં આવી હતી. ધવલભાઇ ત્યારે રાજકોટ જીલ્લા ભાજપના પ્રભારી પણ ન હતા તેની નિમણૂક તારીખ ૧૬ મે ૨૦૨૩ ના થઈ છે અને રાજકોટ જિલ્લા ભાજપ પ્રમુખ અલ્પેશ ભાઈ ઢોલરીયા ની નિમણૂક તારીખ ૨૫ મેના કરવામાં આવી છે.
નરેન્દ્ર સિંહ જાડેજા એ પોતાની આ વાતના સમર્થનમાં પ્રદેશ ભાજપ દ્રારા ધવલભાઇ અને અલ્પેશભાઈ ઢોલરીયાની નિમણૂક બાબતે પ્રદેશ ભાજપના પત્રોની તારીખ સાથેની નકલ પણ પત્રકારો સમક્ષ રજૂ કરી હતી અને જણાવ્યું હતું કે સાત ડિજિટમાં તો ઠીક ડિજિટલ રીતે પણ હત્પં આ બંનેમાંથી કોઈના સંપર્કમાં ન હતો.
આવો નનામોપત્ર લખીને તમને ટાર્ગેટ કરનાર કોણ હોઈ શકે ?તેવા પત્રકારોના સવાલના જવાબમાં નરેન્દ્રસિંહ એ કહ્યું હતું કે મને કશી ખબર નથી, હત્પં વિવાદનો નહીં પરંતુ વિશ્વાસનો માણસ છું. એક પણ પૈસાનો ભ્રષ્ટ્રાચાર મેં કર્યેા નથી અને કરવાનો નથી. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રિય ગૃહ મંત્રી અમિતભાઈ શાહ દેશના વિકાસ માટે જે પ્રયાસો કરી રહ્યા છે તેમાં એક અદના કાર્યકર તરીકે માં યોગદાન આપવા હત્પં કામ કં છું. હત્પં રાજકારણનો માણસ નથી.
સંઘના ચેરમેન બનવા માટે અનેક આગેવાનો અને જૂથ જે તે વખતે સક્રિય હતા તે પૈકી કોઈનું આ કૃત્ય હોઈ શકે ? તમે નહીં તો જિલ્લા ભાજપના પ્રમુખની હવે આગામી દિવસોમાં નિમણૂક થવાની છે તો તે બાબતને ટાર્ગેટ રાખીને આવો નનામો પત્ર લખાયો હશે ?તેવા અનેક સવાલના જવાબમાં નરેન્દ્ર સિંહ જાડેજાએ 'હત્પં કશું જાણતો નથી' તેવી વાત કરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationશું હવે ટ્રેડ વોર થશે? અમેરિકાના નિર્ણયથી કેનેડા, મેક્સિકો અને ચીન ગુસ્સે, શું કહ્યું ટેરિફ વિશે?
February 02, 2025 11:40 AMબિહારમાં સોનિયા ગાંધી વિરુદ્ધ કેસ દાખલ, રાષ્ટ્રપતિને કહ્યા હતા 'ગરીબ મહિલા'
February 02, 2025 11:21 AMનાણામંત્રી નિર્મલા સીતારમણે રાજ્યોની તિજોરી ભરી દીધી, 14 લાખ 22 હજાર કરોડ રૂપિયાનું વિતરણ કર્યું
February 02, 2025 11:13 AMભારતે બજેટમાં તેના 'પડોશીઓ'નું પણ રાખ્યું ધ્યાન! માલદીવને મળશે વધુ પ્રેમ, પણ આ દેશ ટોચ પર
February 02, 2025 10:54 AMઅમેરિકાએ કેનેડા-મેક્સિકો અને ચીન પર ટેરિફ લાદ્યો, ટ્રમ્પે આદેશ પર હસ્તાક્ષર કર્યા
February 02, 2025 10:12 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech