વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૨૩ વર્ષના સફળ, સબળ અને સમર્થ નેતૃત્વની ૭ થી ૧૫ ઓક્ટોબર દરમિયાન વિકાસ સપ્તાહ તરીકે ઉજવણી થઇ રહી છે. ત્યારે છેલ્લા ૨૩ વર્ષના નિ:સ્વાર્થ નેતૃત્વમાં વડાપ્રધાનએ ગુજરાત રાજ્યમાં સૌ પ્રથમ એવો કેબલ સ્ટેઇડ પુલ રૂ.૨૮ કરોડના ખર્ચે ભાવનગર શહેરને જુના બંદર વિસ્તારને ભાલના ગામડાઓને જોડતા રસ્તા પર દરિયાઇ ખાડી પર નવા હાઇ-લેવલ કેબલ સ્ટેડ બ્રિજ તા.૩૧મી મે,૨૦૧૨ના રોજ પૂર્ણ કરીને ભાવનગરની પરિવહન સેવાને વધુ સુદ્રઢ બનાવીને જન સુખાકારીમાં વધારો કર્યો છે.
ફ્રાન્સની ફેસીનેટ ઇન્ટરનેશનલ કંપનીના સહયોગથી આ પુલનું રૂ.૨૮ કરોડના ખર્ચે નિર્માણ કરવામાં આવ્યું છે. આ પુલની લંબાઇ ૧૮૦ મીટર, પહોળાઇ ૧૬ મીટર છે.ભાલ પંથકના નર્મદ, કાળા તળાવ, ખેતા ખાટલી વગેરે જેવા અનેક ગામોનો ભાવનગર સાથે સંપર્ક માટે એકમાત્ર સહારો ખાડી પર આવેલો લાકડીયો પુલ તરીકે ઓળખાતો જર્જરિત પુલ હતો. ૨૦૦૭માં ભાવનગરમાં ભારે પૂર આવતા આ પૂલ સાવ ધોવાઇ જતા લોકોને ઘણી જ તકલીફો પડતી હતી. તેમને ફરી ફરીને જવું પડતું હતું અથવા તો હોડીનો સહારો લેવો પડતો હતો.
ખેતી, પશુધન તથા ઉદ્યોગોમાં રોજગારી સાથે સંકળાયેલ લોકોએ રોજી રોટી મેળવવા માટે જિલ્લાના મુખ્ય મથક સુધી આવવા વાહન માર્ગે સનેશ (નિરમા ચોકડી) નારી ચોકડી થઇ ભાવનગર આવવું પડતું હતું જેના બદલે હવે આ પુલના બંધાવવાથી ભાવનગર સુધીનું અંતર આશરે ૩૫ કિ.મી ઘટ્યું છે.
ભાવનગર જુના બંદર પર આવેલ ઉદ્યોગો જેવા કે મીઠા ઉદ્યોગ,કેમીકલ, ઇમારતી લાકડા ઉદ્યોગ, બાંધકામ મટીરીયલ્સ તથા ભાવનગરના નવા બંદર ઉપર આયાત થતો તમામ માલસામાન વગેરેના ટ્રાફિક અવર-જવરને ભાવનગરથી અમદાવાદ, ગાંધીનગર, વડોદરા, સુરત, મુંબઇ તથા ભાલના ગામો વચ્ચેનું અંતર ઘટી ગયું છે તેમજ પુલના કારણે કિંમતી ઇંઘણ તથા સમયનો બચાવ પણ થઇ રહ્યો છે.
આ કેબલ-સ્ટેડ પુલનું નિર્માણ થવાથી "ભાવનગર શહેરને નવું પ્રવેશ-દ્વાર" બારમાસી રસ્તા સાથે ઉપલબ્ધ થયું છે તથા ભાવનગર શહેરમાંથી પસાર થતો ભારે વાહનોનો ટ્રાફિક પણ ઘણો જ ઘટી ગયો છે.
કેબલ સ્ટેઇડ પુલ એટલે કે એવો પુલ કે જેમાં એક કરતાં વધારે સ્તંભ હોય છે. (જેને ટાવર કે પાયલોન પણ કહેવાય છે) આ સ્તંભ કેબલ એટલે કે લોખંડના વાયર વડે પુલને થોભી રાખે છે. કેબલ સ્ટેઇડ બ્રિજના હાર્પ આકાર, પંખા આકાર તથા સસ્પેન્શન આકાર એમ ત્રણ પ્રકાર જોવા મળે છે. હવે નવી શોધખોળ અનુસાર આ પુલમાં અગાઉ કરતા વધારે અદ્યતન ટેક્નોલોજીનો ઉપયોગ થાય છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationપૂર્વ ક્રિકેટર વિનોદ કાંબલીની તબિયત લથડી... થાણેની હોસ્પિટલમાં દાખલ
December 23, 2024 05:41 PMહવે ધોરણ 5 અને 8માં વિદ્યાર્થી નાપાસ થશે તો પછીના વર્ગમાં પ્રમોશન મળશે નહીં
December 23, 2024 05:19 PMશેખ હસીનાને બાંગ્લાદેશ પરત કરો, યુનુસ સરકારે ભારત સરકારને પત્ર લખ્યો, હસીના પર 225થી વધુ કેસ
December 23, 2024 04:50 PM1 જાન્યુઆરીથી આ સ્માર્ટફોન પર નહીં ચાલે વોટ્સએપ
December 23, 2024 04:47 PMતળાજા તાલુકાના માથાવડા નજીકથી દીપડાનો અર્ધદાટેલો મૃતદેહ મળ્યો
December 23, 2024 04:27 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech