કાલાવડના બેડીયા ગામની ઘરફોડ ચોરીનો ભેદ ખુલ્યો

  • May 11, 2023 10:12 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

એમ.પી.ના શખ્સની દાગીના, રોકડ સાથે ધરપકડ : બે ફરાર

કાલાવડ તાલુકાના બેડીયા ગામમાં ગત મહીનામાં પોણા આઠ લાખની ચોરીનો બનાવ બન્યો હતો જેનો ભેદ એલસીબીએ ઉકેલી નાખ્યો છે, એમ.પી.ના એક શખ્સને દબોચી લઇ સોના, ચાંદીના દાગીના અને રોકડ મળી કુલ ૧.૯૪ લાખનો મુદામાલ કબ્જે કર્યો છે અને અન્યની શોધખોળ આદરી છે.
કાલાવડના બેડીયા ગામમાં રહેતા ભગીરથસિંહ મહિપતસિંહ જાડેજાના રહેણાંક મકાને ગત તા. ૧૪-૪-૨૩ના સમય દરમ્યાન અજાણ્યા શખ્સોએ પ્રવેશી તાળા તોડી દાગીના અને રોકડ મળી ૭.૭૬ લાખનો મુદામાલ ચોરી કરી ગયા હતા જે ગુનો વણશોધાયેલ હતો.
રેન્જ આઇજી અશોકકુમાર તથા જામનગર એસપી પ્રેમસુખ ડેલુની સુચના હેઠળ ગ્રામ્ય ડીવાયએસપી ડી.પી. વાઘેલાના માર્ગદર્શન હેઠળ એલસીબી પીઆઇ જે.વી. ચૌધરી, પીએસઆઇ આર.કે. કરમટા, પીએસઆઇ એસ.પી. ગોહીલ, પીએસઆઇ પી.એન. મોરી તથા કાલાવડ ગ્રામ્યના પીએસઆઇ એચ.વી. પટેલ અને સ્ટાફના માણસો હ્યુમન સોર્સીસ અને ટેકનીકલ સેલની મદદથી તપાસમાં જોડાયા હતા.
એલસીબી અને કાલાવડ સ્ટાફ શહેર અને તાલુકા વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા ત્યારે એલસીબીના દોલતસિંહ જાડેજા, હિતેન્દ્રસિંહ જાડેજા, ફીરોજભાઇ ખફી અને કાલાવડ ગ્રામ્ય સ્ટાફને હકીકત મળી હતી કે, જામનગરના ચાંદીબજાર વિસ્તારમાં ચોરીમાં સંડોવાયેલ શખ્સ મુકેશ છગન અલાવા રહે. ચામજર ગામ, તા. ટાંડા, જી. ધાર-મઘ્યપ્રદેશવાળો દાગીના અને રોકડ તેમજ મોબાઇલ ફોન સાથે જોવા મળતા ૧.૯૪.૫૦૦ના મુદામાલ સાથે દબોચી લીધો હતો.
આરોપી મુકેશ અલાવાની પુછપરછ કરતા ધાર જીલ્લાના સીંગાચોરી ગામના સુકા રાયસીંગ મકવાણા અને હોલબયડાના ભુરા મકવાણા તથા તેની સાથે આવેલ એક અજાણ્યા શખ્સની સંડોવણી સામે આવી હતી, પોલીસે બે સોનાના ચેન, બે લકકી, એક વીંટી, ચાંદીના સાંકળા, ચાંદીની એક ગાય, બે સિકકા અને ૧૦ હજારની રોકડ કબ્જે લીધી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application