જામનગર રોડ પર મનહરપુર ગામ પાસે આવેલા ખાખરાના કારખાનામાંથી રાત્રિના ૭ ગેસના બાટલા અને ૪ તેલના ડબ્બા સહિત કુલ પિયા ૩૪,૭૫૦ ચોરી થઇ હતી. જે અંગે કારખાનેદાર દ્રારા યુનિવર્સિટી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી.દરમિયાન એલસીબી ઝોન–૨ ની ટીમે આ ચોરીમાં માધાપર ચોકડી પાસે રહેતા ૩ સહિત ચાર શખસોને ઝડપી લીધા હતાં.આરોપીઓ પૈકી એકના ગત રવિવારે લ હોય જેથી લમાં પૈસાની જર હોય વરરાજા અને તેના મિત્રે મળી કારખનામાંથી ચોરી કરી હતી.પોલીસે પાંચ બાટલા,બે તેલના ડબ્બા અને એકિટવા સહિત કુલ .૬૮,૫૦૦ નો મુદામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી કરી હતી.
શહેરના જાગનાથ પ્લોટ ૨૦ માં રહેતા ધવલભાઇ હર્ષદભાઈ મહેતા(ઉ.વ ૩૪) દ્રારા યુનિવર્સિટી પોલીસમાં મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી. કારખાનેદારે પોતાની ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેમને જામનગર રોડ પર દ્રારકાધીશ પેટ્રોલ પપં પાસે ખીજડાવાળી શેરીમાં મનહરપુરના ઢોરે આગમ ફડ નામનું ખાખરાનું કારખાનું આવેલું છે. તારીખ ૧૫૧ ના સાંજના તેઓ કારખાનું બધં કરી ઘરે ગયા હતા.
બાદમાં તારીખ ૧૬ ના સવારે સાતેક વાગ્યે અહીં કારખાનામાંથી ગેસના ૭ બાટલા અને તેલના ૪ ડબ્બા સહિત .૩૪,૭૦૦ ના સામાનની ચોરી થઈ ગઈ હોવાનું માલુમ પડું હતું. તસ્કરો દિવાલ ટપી કારખાનામાં ઘુસ્યા હોવાનું માલુમ પડું હતું.જેથી કારખાનેદારે આ અંગે ફરિયાદ નોંધાવી હતી.
ચોરીની આ ઘટનાન લઇ એલસીબી ઝોન–૨ ના પીએસઆઇ આર.એચ.ઝાલાની રાહબરી હેઠળ ટીમ પેટ્રોલીંગમાં હતી દરમિયાન હેડ કોન્સ. રાહત્પલભાઇ ગોહેલ,કોન્સ. અમિનભાઇ ભલુર અને મનિષભાઇ સોઢીયાને મળેલી બાતમીના આધારે આ ચોરીમાં જામનગર રોડ પરથી ચાર શખસોને ઝડપી લીધા હતાં.
પકડાયેલા આ શખસોના નામ વિવેક રસીકભાઇ બોહકીયા(ઉ.વ ૨૧),ધવલ જગદીશભાઇ રીબડીયા(ઉ.વ ૨૦), દશરથ ઉર્ફે ભયુ દીનેશભાઇ બાબરીયા(ઉ.વ ૨૦ રહે. ત્રેણય માધાપર ચોકડી પાસે ઉમીયાધાર) અને અલ્પેશ રમેશભાઇ વાઘેલા(ઉ.વ ૨૦ રહે.સર્વેાદય સોસાયટી નાડોદાનગર) છે.પોલીસે આ શખસો પાસેથી ગેસના પાંચ બાટલા,તેલના બે ડબ્બા અને ચોરીમાં ઉપયોગમાં લીધેલ એકિટવા સહિત કુલ .૬૮,૫૦૦ નો મુદામાલ કબજે કર્યેા હતો.
પોલીસે જણાવ્યું હતું કે, ચારેય આરોપીઓ મિત્રો હોય જે પૈકી વિવેકના ગત રવિવારે લ હતા. લ પૂર્વે પૈસાની તંગી હોય જેથી કડકાઈ દૂર કરવા માટે વરરાજાએ તેના મિત્રો સાથે મળી અહીં કારખાનામાંથી આ સામાનની ચોરી કરી હોવાનું પડું છે. જોકે, તેઓ ચોરીનો આ સામાન વેચી રોકડી કરે તે પૂર્વે પોલીસે તેમને ઝડપી લીધા હતા.
એકિટવામાં સામાનના ફેરા કરી કારખાના નજીક અવાવરૂ ઘરમાં માલ મૂકી દીધો
પોલીસે જણાવ્યું હતું કે, ચારેય આરોપીઓએ કારખાનામાંથી ગેસના બાટલા, તેલના ડબ્બા સહિતના સામાનની ચોરી કર્યા બાદ એકટીવામાં આ સામાનના ફેરા કરી કારખાનાની બાજુમાં જ આવેલા આવવા મકાનમાં આ સામાન મૂકી દીધો હતો. ચોરીમાં ઉપયોગમાં લેવાયેલું આ એકટીવા પણ પોલીસે કબજે કયુ છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationભારતીય સિનેમાના મહાન ડાયરેક્ટર શ્યામ બેનેગલનું નિધન, 90 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ
December 23, 2024 08:35 PMગુજરાતની નિર્ભયાએ દમ તોડ્યો, હેવાનિયત સામે માસૂમિયતની કરુણ હાર
December 23, 2024 07:37 PMચીન તરફ મિસાઈલો તૈનાત કરવા જઈ રહ્યું છે ફિલિપાઈન્સ, શી જિનપિંગનો વધ્યો તણાવ, અમેરિકાએ ચાલી નવી ચાલ
December 23, 2024 07:04 PMશું છે નો ડિટેન્શન પોલિસી? તેની અસર શાળાના શિક્ષણ પર શું થશે...જાણો નિષ્ણાતોના મત
December 23, 2024 07:02 PMલાલપુર તાલુકા પંચાયત ખાતે સામાન્ય સભા અને કારોબારી નું આયોજન, વર્ષ 2025- 26નું બજેટ પાસ
December 23, 2024 06:05 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech