ઉના તાલુકાના નવાબંદર ગામના યુવાન સુરેશભાઈ નાનુંભાઈ સોલંકી ઉ.વ.45 પોરબંદરની બોટમા ખલાસી તરીકે ચાર વરસ પહેલા માછીમારી કરવા ગયા હતા ગત તા.21/4/2021ના દરિયા માછીમારી કરતા હતા ત્યારે પાકિસ્તાનના નેવી કોસ્ટલ ગાર્ડ વાળા બોટનું અપહરણ કરી પાકિસ્તાન લઇ ગયા હતા જેમાં સુરેશભાઈ પણ હતા તેમને જેલમાં પૂરી દીધા હતા. તેમના પરિવારને કોઈ સંપર્ક થયો ના હતો કે બોટના માલિકે પણ જાણ કરી નહતી પાકિસ્તાન તરફથી ભારત ફિશરીઝ કચેરીને ગત તારીખ 5/09/24 પહેલા જાણ કરેલ કે નવાબંદર ના માછી માર જેલ મા કોઈ કારણ સર મૃત્યુ પામ્યા હતા. ગુજરાત ફિશરીઝ વિભાગે તેની જાણ નવાબંદર મા રહેતા સુરેશ ભાઈ ના પરિવાર ને કરી હતી. પરિવારે ફિશરીઝ વિભાગ ના અધિકારી ને વહેલીતકે સુરેશ ભાઈ નો મૃત દેહ વતન લાવવા માગણી કરી હતી તમામ કાર્ય વાહી પૂર્ણ થયા બાદ પાકિસ્તાન તરફ મૃત દેહ ને વાઘા બોર્ડર પર વેરાવળ ફિશરીઝ વિભાગ ના અધ્યક્ષ અધિકારી વિમલ પંડ્યા અને સ્ટાફ ને સોંપતા ત્યાંથી વિમાન માર્ગે અમદાવાદ લાવેલ અને અમદાવાદ થી શબ વાહિની માં રોડ માર્ગે નવાબંદર લાવી 37દિવસ પછી તેમના પરિવાર ને સોંપેલ હતો પરિવાર મા આક્રંદ સાથે શોક છવાઈ ગયો હતો. સુરેશભાઈનું મૃત્યુનું કારણ હૃદય રોગના હુમલાથી થયાનું જણાવેલ હતું. તેમજ હજુ પાકિસ્તાન ની જેલ મા 257થી વધુ ભારત ના માછી મારો જેલ હોવાનુ જણાવેલ
આ અંગે તેમના નજીક ના સગા શાંતિ ભાઈ એ જણાવેલ કે સુરેશ ભાઈ ચાર વરસ થી પાકિસ્તાન ની જેલ મા હતા પરંતુ સરકાર તરફથી ચાર વરસ સુધી કોઈ સહાય ચુકવણી નથી પોર બંદર ના બોટ માલિક કોણ હતા તેની જાણ પણ સરકારે કરી નથી સરકાર દ્વારા સુરેશ ભાઈ સોલંકી ના પરિવાર ને ભારત સરકાર સહાય ચૂકવવા માંગણી કરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationધરપકડ વોરંટ બાદ નેતન્યાહુને વધુ એક મોટો ફટકો, હમાસે ગાઝામાં 15 ઈઝરાયલી સૈનિકોને માર્યા
November 22, 2024 05:50 PMઈઝરાયેલે ખાલિદ અબુ-દાકાને ઉતાર્યો મોતને ઘાટ, પેલેસ્ટાઈનના જેહાદ જૂથનો હતો કમાન્ડર
November 22, 2024 05:48 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech