નાની ખાવડી કુવામાંથી યુવકની લાશ સાંપડી

  • November 18, 2023 01:38 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ફાયર બ્રિગેડે બહાર કાઢી સોપી આપ્યો : અકસ્માતે પડી ગયાની ચર્ચા

જામનગર નજીક નાની ખાવડી ગામે આવેલા કુવામાં એક યુવાન પડી ગયાનો મેસેજ મળતા ફાયર બ્રિગેડની ટીમ તાબડતોબ દોડી ગઇ હતી અને કુવામાંથી યુવાનનો મૃતદેહ બહાર કાઢી સોપી આપ્યો હતો, આ વેળાએ આજુબાજુના લોકો એકત્ર થઇ ગયા હતા.
નાની ખાવડી ગામમાં એક વાડીના કુવામાં અકસ્માતે એક યુવાન પડી ગયો છે એવી માહિતી જામ્યુકોના ફાયર બ્રિગેડને આપવામાં આવતા તાબડતોબ ફાયરના જવાનો રણજીત પાડરીયા, ભરત ગોહેલ, અજય પાંડયન સહિતની ટીમ સ્થળ પર દોડી ગઇ હતી અને યુવાનનો મૃતદેહ બહાર કાઢયો હતો.
મરણજનાર ખાવડીમાં રહેતો કિશન ડાયાભાઇ સીરા (ઉ.વ.૨૨) હોવાનું અને અકસ્માતે પડી જતા બનાવ બન્યાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે, આ વેળાએ ગ્રામજનો એકત્ર થયા હતા, બનાવ અંગે પોલીસને જાણ કરવામાં આવી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application