જે કાળા પથ્થરમાંથી રામલલ્લાની મૂર્તિ બનાવાઈ તેને કાઢવા પર થયો હતો દંડ

  • January 29, 2024 12:06 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

મૂર્તિકાર અણ યોગીરાજે અયોધ્યાના રામ મંદિરમાં પવિત્ર રામલલાની મૂર્તિને લઈને કેટલાક આશ્ચર્યજનક દાવા કર્યા છે. માત્ર અણ યોગીરાજ જ નહીં પરંતુ ઘણા લોકો કહે છે કે અભિષેક બાદ રામલલાની મૂર્તિની આભા બદલાઈ ગઈ હતી. તેની આંખોમાં કણાની વર્ષા થઈ રહી છે અને તે બોલવા જઈ રહી હોય તેવું લાગે છે. રામલલાની આ મૂર્તિ જે શ્યામ શિલામાંથી બનાવવામાં આવી હતી તે પથ્થરને લઈને એક મહત્વની વાત સામે આવી છે. જે કોન્ટ્રાકટરે પથ્થર કાઢો હતો તેને સરકારે .૮૦ હજારનો દડં ફટકાર્યેા હતો.

પ્રા અહેવાલો અનુસાર, વર્ષ ૨૦૨૨માં એક કોન્ટ્રાકટરે એક દલિત ખેડૂતની ખેતીની જમીનમાંથી આ પથ્થર કાઢો હતો. વાસ્તવમાં, હરોહલ્લી–ગુેગૌડાનાપુરાના રહેવાસી ૭૦ વર્ષના ખેડૂત રામદાસ એચ તેમના ખેતરને સમતળ કરવા માંગતા હતા. આ ખેતરની જમીન ખૂબ જ પથરાળ હતી. ખેતીની જમીનમાંથી પત્થરો કાઢવા માટે શ્રીનિવાસ નટરાજ નામના વ્યકિતને પથ્થર કાઢવાનો કોન્ટ્રાકટ આપવામાં આવ્યો હતો.

૧૦ ફટ ખોધા પછી નટરાજને એક મોટો પથ્થર મળ્યો જે કાળા રંગનો હતો. યારે આસપાસના લોકોને આ પથ્થર વિશે જાણ થઈ ત્યારે તેઓએ ખાણ અને ભૂસ્તર વિભાગને જાણ કરી. વિભાગના અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા અને કહ્યું કે નટરાજે અહીં ગેરકાયદેસર ખનન કયુ હતું. અધિકારીઓએ નટરાજને દડં ફટકાર્યેા. જો કે ત્યાં સુધી રામલલાની મૂર્તિ બનાવવા માટે આ પથ્થરની પસંદગી કરવામાં આવી ન હતી.

બાદમાં અણ યોગીરાજે રામલલાની મૂર્તિ બનાવવા માટે આ શ્યામશિલાનો એક ભાગ પસદં કર્યેા. યારે મૈસૂરથી બીજેપી સાંસદ પ્રતાપ સિમ્હાને આ વિશે જાણકારી મળી તો તેમણે કહ્યું કે ભાજપ નટરાજને દડં તરીકે આખી રકમ પરત કરશે. જે ખેડૂતની જમીનમાંથી પથ્થર કાઢવામાં આવ્યો છે તે કહે છે કે તે જગ્યાએ રામ મંદિર બનશે. તેમાં સ્થાપિત થનારી પ્રતિમા બનાવવા માટે તેઓ અણ યોગીરાજનો પણ સંપર્ક કરશે.

શ્રીનિવાસે સ્પષ્ટ્ર કયુ છે કે રામલલાની મૂર્તિનો પથ્થર જાણ્યા બાદ તેમને દડં કરવામાં આવ્યો નથી. આ દડં ગેરકાયદે ખનન સંબંધિત હતો. તેમણે કહ્યું કે કર્ણાટક સરકારે જે પથ્થરમાંથી રામલલાની મૂર્તિ કોતરવામાં આવી હતી તેના પર કોઈ દડં લગાવ્યો નથી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application