જંત્રીદરમાં ચાર વર્ષ ૨૫–૨૫ ટકાનો વધારો કરાશે

  • January 06, 2025 04:06 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજયમાં જંત્રીના ભાવમાં અધધધ વધારાથી બિલ્ડર લોબીની ચેઇન ભાંગી પડી છે, એકસાથે ૨૦૦ થી ૬૦૦૦ટકા સુધીના સૂચિત ભાવવધારાના કારણે બાંધકામ ક્ષેત્રે મંદીનો માહોલ ઉભો થયો છે. જેના કારણે શહેરી વિસ્તારના કોમર્શિયલ અને રેસીડેન્સીયલ બાંધકામ ક્ષેત્રના ડેવલપમેન્ટ ઉપર બ્રેક લાગી છે. જેને લઈને બિલ્ડરો દ્રારા ભારે વિરોધ સાથે સીધી મુખ્યમંત્રીને પણ રજૂઆત કરવામાં આવી છે. જંત્રીના ભાવ વધારાના કારણે બાંધકામ ક્ષેત્રે અસર પડી રહી હોવાનું સરકારને પણ દેખાતા જંત્રીના ભાવને તબક્કા વાર વધારવા માટે ઉચ્ચ સ્તરીય બેઠકોમાં ચર્ચા વિચારણાના અંતે મન બનાવી લેવાયું છે અને ટૂંક સમયમાં આ અંગે નિણય જાહેર કરવામાં આવી શકે છે.
સૂત્રોની માહિતી મુજબ સરકાર દ્રારા ૨૦૦થી ૬૦૦૦ ટકા સુધીંનો જંત્રીના ભાવમાં વધારો કરવામાં આવ્યો હતો એ વધારાને પાછો ખેંચવાને બદલે દર વર્ષે ૨૫ ટકા લેખે ભાવ વધારવા અને ચાર વર્ષ પછી દર વર્ષે જંત્રીમાં ભાવ વધારો કરવા માટેની યોજના ઘડવામાં આવી રહી છે. જેનાથી સરકાર, બિલ્ડરો પ્રોપર્ટી ખરીદનાર અને બાંધકામ ક્ષેત્ર સાથે સંકળાયેલા લોકોને લાંબા ગાળાની રાહત મળશે. અને આ માટે સરકાર દ્રારા મન પણ બનાવી લીધાનું વધુમાં જાણવા મળ્યું છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, વર્ષ ૨૦૧૧થી જંત્રીના ભાવમાં સરકાર દ્રારા કોઈ વધારો કરવામાં આવ્યો નહતો આથી રાયના મહેસુલ અને નાણા વિભાગના સંકલન અને વિચારણા બાદ સરકાર દ્રારા તા.૧૩–૪–૨૦૨૩ના સીધો જ જંત્રીના ભાવમાં ડબલ વધારો જાહેર કરવામાં આવતા વ્યાપક વિરોધ અને રજૂઆતના અંતે ૨૦૧૧ની સાપેક્ષમાં દોઢી જંત્રીના ભાવ વધારાની નિર્ણય રાયસરકાર દ્રારા લેવાયો હતો ત્યાર બાદ માર્ચ ૨૦૨૩થી નવેમ્બર ૨૦૨૩માં તબક્કાવાર વૈજ્ઞાનિક પધ્ધતિથી સર્વે રાય સરકાર દ્રારા કરી શહેરી વિસ્તારમાં ફલ ૨૩૮૪૬ વેલ્યુ ઝોન અને ગ્રામ્ય વિસ્તારમાં ૧૭,૧૩૧ વેલ્યુ ઝોન ઉભા કરેલ છે. ૨૦ નવેમ્બરથી અમલી જંત્રી ૨૦૨૩ એટલે કે જે દોઢા ભાવ વધારા સાથેની જંત્રીનો ૨૦૦થી ૬૦૦૦ ટકા સુધીનો સુચિત ભાવવધારો સૂચવી અને વાંધાસૂચન માટે  જાહેર જનતા માટે ખુલ્લી મુકવામાં આવી હતી અને આ બાબતે જાહેર જનતાનેકોઈ વાંધો કે સૂચન હોય તો ઓનલાઈન અને ઓફલાઈન રજુ કરવા માટે સરકાર દ્રારા વધુ ૩૦ દિવસની સમયમર્યાદા વધારવા અંગે  ૧૬ ડિસેમ્બરથી વાંધા સૂચન મગાવવામાં આવ્યા હતા. પરંતુ જંત્રીના તોંતિગ ભાવ વધારાનો સમગ્ર રાયમાં વિરોધ ઉઠતા સરકારે વાંધા સૂચનની મર્યાદા વધારી ૬૦ દિવસ એટલે કે ૨૦૦૧૨૦૨૫ સુધીની કરી હતી. આ રજુઆતમાં પણ જંત્રીનો ભાવ વધારો હોવાની વ્યાપક ફરિયાદો અને વાંધાઓ સહિતની અરજી તેમજ વૈજ્ઞાનિકપદ્ધતિથી કરવામાં આવેલા સર્વેમાં રહી ગયેલી ક્ષતિઓ અંગેની રજૂઆત મળતા સરકાર દ્રારા જિલ્લા કલેકટરના અધ્યક્ષ સ્થાને જિલ્લા જંત્રી સુધારણા સમિતિઓ બનાવવામાં આવી હતી. અને તેનું કાર્યક્ષેત્ર નક્કી કરવામાં આવ્યું હતું.૨૦૦થી ૬૦૦૦ટકા સૂચિત ભાવ વધારાની રજૂઆત, વિરોધ, ક્ષતિઓ અને વાંધા અરજીઓ, મંદીની અસરને ધ્યાનમાં લઇ એક સાથે આ વધારાને લાગુ કરવાની બદલે હવે આવતા દિવસોમાં તબક્કાવાર જંત્રીનો ભાવ વધારો કરવામાં આવશે તેમ જાણવા મળી રહ્યું છે.

રાજય સરકારની સ્ટેમ્પ ડૂટી ઘટાડવા અંગેની વિચારણા
જંત્રીના ભાવના તબક્કા વાર વધારાથી સ્ટેમ્પ ડુટીની સરકારને મોટી આવક થાયતેમ હોવાથી આવનારા બજેટમાં રાય સરકારે સ્ટેમ્પ ડુટીમાં નોંધપાત્ર ઘટાડો કરવાનું પનમાં બનાવી લીધું છેનાણાં વિભાગ દ્રારા આ ઘટાડાથી સરકારની તિજોરીની આવક ઉપર વિપરીત અસર ન પડે એ માટે હકારાત્મક અભિપ્રાય મળતા આવનારા દિવસોમાં વિચારાધીન નિર્ણય જાહેર થઇ શકે તેવા સંકેતો પણ મળી રહ્યા છે.

પેઇડ એફએસઆઇ માટે અલગથી વિસ્તારવાઇસ ભાવ નક્કી કરાશે
જંત્રીના ભાવ વધારાથી પેઈડ એફએસઆઈ સહિતની અસર ન પડે એ માટે પણ સરકાર દ્રારા યોજના બનાવવા માટેનું પણ વિચારાધીન છે. જંત્રીના ભાવની સાથે પેઈડ એફએસઆઈ સંલ હતી પરંતુ દર વર્ષે જંત્રીના સૂચિત ભાવ વધારો ૨૦૦થી ૬૦૦૦ ટકા હોય અને તે ચાર વર્ષ માટે દરેક વર્ષે ૨૫ ટકા લેખે વધારો થાય તો છે તેની વિપરીત અસર ઇન્ડસ્ટ્રીઝ પર ન પડે અને પેઈડ એફએસઆઈના વિસ્તારવાઈઝ અલગ ભાવપત્રકની  રજૂઆત સરકાર દ્રારા મહાપાલિકાના વહીવટદારોને સાથે રાખી વિસ્તાર વાઈઝ ભાવ નક્કીકરી તે ભાવ આધારિત પેઈડ એફએસઆઈનો ચાર્જ વસુલ કરવામાંઆવે તેવી રજૂઆતઉપર પણ ગંભીર વિચારણા કરવામાં આવી રહી છે.





લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application