લગ્ન પ્રસંગમાંથી ભરાણા ગામે પરત આવતા સર્જાઈ કરુણાંતિકા
ખંભાળીયાના કજુરડા પાટીયા પાસે પુરપાટ ઝડપે આવી રહેલી કારે રોડ ક્રોસ કરતી ભરાણા ગામની માતા-પુત્રીને હડફેટે લેતા ગંભીર ઇજા સબબ મૃત્યુ નિપજતા ઘેરા શોકની લાગણી ફેલાઇ જવા પામી છે. બનાવની જાણ થતા પોલીસ ટુકડી સ્થળ પર દોડી ગઇ હતી.
આ કરુણ બનાવવાની વિગત એવી છે કે ખંભાળિયા તાલુકાના ભરાણા ગામે રહેતા હિનાબા જાડેજા નામના ૩૨ વર્ષના મહિલા તેમની ૯ વર્ષની પુત્રી કૃપાબા જાડેજાને લઈને કચ્છ ખાતે લગ્ન પ્રસંગમાં ગયા હતા. લગ્ન વિધિ પૂર્ણ થયા બાદ તેઓ ગઈકાલે ત્યાંથી નીકળ્યા હતા અને આજરોજ સવારે અહીં પરત ફર્યા હતા.
આજે સવારે આશરે ૫:૩૦ વાગ્યે તેઓ ખંભાળિયા - જામનગર હાઈવે પર આવેલા કજૂરડા ગામના પાટીયા પાસે વાહનમાંથી ઉતરી અને ભરાણા ખાતે પોતાના ઘરે જવા માટે નીકળ્યા હતા, ત્યારે અહીં રોડ ક્રોસ કરતી વખતે જામનગર તરફથી આવી રહેલી એક મોટરકારની અડફેટે આ માતા પુત્રી આવી જતા ગંભીર રીતે ઈજાગ્રસ્ત હાલતમાં હિનાબા તથા તેમના પુત્રી કૃપાબાને અહીંની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ફરજ પરના તબીબોએ આ માતા-પુત્રીને મૃત જાહેર કર્યા હતા.
ખંભાળિયાના ભરાણા ગામના રાજપુત પરિવારના માતા-પુત્રી લગ્ન પ્રસંગમાંથી પરત આવતા બનેલા આ કરુણ બનાવે રાજપૂત સમાજ સાથે સમગ્ર ખંભાળિયા પંથકમાં ભારે શોક સાથે અરેરાટી પ્રસરાવી છે.
***
જામનગર નજીક લાલપુર બાયપાસ ચોકડી પાસે બાઈક સ્લીપ થઈ જતાં સૂર્ય પરા ગામના બાઈક ચાલકનો ભોગ લેવાયો
જામનગર તાલુકાના સૂર્યપરા ગામમાં રહેતા બાઈક ચાલક આધેડને લાલપુર બાયપાસ ચોકડી નજીક અકસ્માત નડ્યો હતો, અને બાઈક સ્લીપ થઈ જતાં ગંભી ઇજા થયા પછી મૃત્યુ નિપજયું છે. આ બનાવની વિગત એવી છે કે જામનગર તાલુકાના સૂર્યપરા ગામમાં રહેતા હરસુખભાઈ ખીમજીભાઈ રંગાણી ગઈકાલે બપોરે પોતાનું જીજે -૧૦ સી.એલ. ૭૪૭૮ નંબર નું બાઈક લઈને સૂર્યપરા ગામ થી જામનગર તરફ આવી રહ્યા હતા, જે દરમિયાન લાલપુર બાયપાસ ચોકડી નજીક હાઈવે રોડ પર તેઓનું બાઈક સ્લીપ થઈ ગયું હતું, અને તેઓ ઇજાગ્રસ્ત બન્યા હતા. જેથી તેઓનું મૃત્યુ નીપજ્યું છે.
આ બનાવ અંગે મૃતકના પુત્ર નીરજ હરસુખભાઈ રંગાણીએ પોલીસને જાણ કરતાં પંચકોશી એ. ડિવિઝન પોલીસે ઘટના સ્થળે દોડી જઇ મૃતદેહ નો કબજો સંભાળ્યો છે, અને આ બનાવ અંગે વધુ તપાસ હાથ ધરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationખંભાળિયાના બજાણા ગામે વિજ ટાવર ધરાશાયી થતા ૩ શ્રમિકના મોત
May 14, 2025 12:52 PMમુંગણી ગામમાં આધેડ ઉપર જીવલેણ હુમલાનો બનાવ હત્યામાં પલટાયો
May 14, 2025 12:40 PMગુજરાતમાં 100 એસી સહિત 2063 નવી એસટી બસ આવશે, જાણો રાજકોટને કેટલી બસ મળશે
May 14, 2025 12:38 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech