શહેરના ૧૫૦ ફૂટ રીંગ રોડ પર હરસિધ્ધિ સોસાયટીમાં રહેતા ઓટો બ્રોકર સાથે .૮.૮૫ લાખની છેતરપિંડી થયા અંગે સાઇબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. થાર ગાડી વહેલી અપાવવાના બહાને .૮.૮૫ આ છેતરપિંડી કરવામાં આવી હતી. જે અંગે નોઇડામાં રહેતા શખ્સ સામે ગુનો નોંધવામાં આવ્યો છે.
છેતરપિંડીના આ બનાવવાની જાણવા મળતી વિગતો મુજબ, રાજકોટમાં ૧૫૦ ફટ રીંગ રોડ પર હરસિધ્ધિ સોસાયટીમાં રહેતા અને કાર લે વેચનો વ્યવસાય કરનાર વત્સલભાઈ સુરેશભાઈ કાપડીએ સાઇબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે નોઇડામાં રહેતા મનોજ ચૌહાણનું નામ આપ્યું છે. ઓટો બ્રોકરે પોતાની ફરિયાદમાં જણાવ્યું હતું કે, તારીખ ૨૦૯૨૦૨૩ માં તેના વોટસએપ નંબર પર મેસેજ આવ્યો હતો જેમાં થાર કાર ખરીદવાની અને વેચવાની વાત કરી હતી જેમાં મનોજ ચૌહાણ નોઇડા ઉત્તર પ્રદેશના મોબાઈલ નંબર હતાં.
જેથી ફરિયાદીએ તેની સાથે વાત કરી હતી. દરમિયાન તેની પાસે થાર કાર લેવા માટે ગ્રાહક રાજુભાઈ આવ્યા હતા. જેથી તેણે મનોજ ચૌહાણ સાથે વાત કરી હતી જેમાં તેને કારના પિયા ૧૩.૪૦ લાખ અને થાર ગાડીની હાજરમાં ડીલેવરી કરાવી આપવા માટે પિયા ૬૦,૦૦૦ આપવાની વાત કરી હતી. બાદમાં બે દિવસ પછી મનોજ એક ગાડીના શોમમાંથી ડિટેલ્સ આપી હતી અને વોટસએપમાં ફોટા પણ મોકલ્યા હતા.થાર ગાડી માટે પિયા ૨૫૦૦૦ ટ્રાન્સફર કરાવ્યા હતા ત્યારબાદ બે લાખ ટ્રાન્સફર કરાવી બાકીનું પેમેન્ટ કરાવો એટલે અઠવાડિયામાં થારની ડીલીવરી કરાવી આપુ તેમ કહ્યું હતું જેથી વધુ પૈસા મોકલ્યા હતા. આરોપીએ શોમનું બિલ વોટસએપ કરેલ હોય જેથી તેને જમ્મુ અને કાશ્મીરી સ્થિત શોમનું સંપર્ક કરતા થાર નો પિયા ૨૫,૦૦૦ નું પેમેન્ટ મળેલ હોવાનું જણાવ્યું હતું.
બાદમાં કટકે કટકે કરી ઓટો બ્રોકર પાસેથી પિયા ૮.૮૫ લાખ લઈ લીધા બાદ પણ બાહના બતાવી થાર ગાડીની ડિલિવરી કરી ન હોય અંતે ઓટોબ્રોકરને પોતાની સાથે છેતરપિંડી થઈ હોવાનો અહેસાસ થતાં સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં આ ફરિયાદ નોંધાવતા હેડ કોસ્ટેબલ દિપક પંડિતે ગુનો દાખલ કર્યેા હતો. વધુ તપાસ પીએસઆઇ આર.જે.કામળિયા ચલાવી રહ્યા છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationધરપકડ વોરંટ બાદ નેતન્યાહુને વધુ એક મોટો ફટકો, હમાસે ગાઝામાં 15 ઈઝરાયલી સૈનિકોને માર્યા
November 22, 2024 05:50 PMઈઝરાયેલે ખાલિદ અબુ-દાકાને ઉતાર્યો મોતને ઘાટ, પેલેસ્ટાઈનના જેહાદ જૂથનો હતો કમાન્ડર
November 22, 2024 05:48 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech