અભિનેત્રીએ સીઝન 17માં વાઈલ્ડ કાર્ડ સ્પર્ધક તરીકે એન્ટ્રી કરી

  • December 27, 2023 01:22 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

એક વાઈલ્ડ કાર્ડ સ્પર્ધક સલમાન ખાનના વિવાદાસ્પદ શો બિગ બોસ સીઝન 17માં પ્રવેશી છે. આ સ્પર્ધકનું નામ છે આયશા ખાન જેણે મુનવર ફારૂકી પર અનેક આરોપ લગાવ્યા છે. આયેશા ખાનના આરોપોથી બધા ચોંકી ગયા છે. આયશા ખાન કોણ છે એ જાણવું રસપ્રદ થઇ પડશે

બિગ બોસ 17માં લેટેસ્ટ વાઈલ્ડ કાર્ડ સ્પર્ધક આયશા ખાને મુનવ્વર ફારુકીને લઈને ચર્ચામાં આવી છે.આયશાએ મુનવ્વર ફારુકી પર એક સાથે 2 છોકરીઓને ડેટ કરવાનો આરોપ લગાવ્યો છે.


બિગ બોસમાં આયશા ખાનની એન્ટ્રી થતા લોકો ગુગલ પર પણ સર્ચ કરી રહ્યા છે કે, આ આયશા ખાન કોણ છે.આયશા ખાન એક મોડલ અને અભિનેત્રી છે. તેમણે ગત્ત વર્ષે તેલુગુ ફિલ્મ મુખચિત્રમથી ડેબ્યુ કર્યું હતુ. ફિલ્મ સિવાય આયશા અનેક મ્યુઝિક વીડિયોમાં પણ જોવા મળી ચૂકી છે. જેમાં મોહબ્બત કે કાબિલ, ગિટાર, રીબોર્ન સામેલ છે.


આયશા સાઉથ ઈન્ડસ્ટ્રીની જાણીતી હસ્તી છે.અભિનેત્રી હોવા ઉપરાંત, આયેશા એક સોશિયલ મીડિયા ઈન્ફ્યુલન્સ પણ છે જેની ઇન્સ્ટાગ્રામ પર ખૂબ જ ફેન ફોલોઇંગ છે. અભિનેત્રીને ઈન્સ્ટાગ્રામ પર લાખોમાં ફોલોઅર્સ છે.

હવે આયશા ખાનની બિગ બોસમાં એન્ટ્રી તો થઈ ચૂકી છે, ત્યારે લોકો કહી રહ્યા છે કે, આયશા મુનવ્વરની રમત બગાડી શકે છે. આયશા ખાન મુનવ્વરની એક્સ ગર્લફેન્ડ છે.

હવે આયશા અને મુન્વવર આ બંનેની વધતી જતી નિકટતાને કારણે મન્નરા અને મુનવ્વરના સંબંધોમાં તિરાડ પડવા લાગી. આ અણબનાવનું કારણ આયેશા હોવાનું માનીને પણ કહેવામાં આવી રહ્યું છે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application