વેલકમ-3માંથી આ અભિનેતાએ પાછું ખેંચ્યું પોતાનું નામ

  • May 21, 2024 03:34 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

બડે મિયાં છોટે મિયાં જેવી એક્શન ફિલ્મો બાદ અક્ષય કુમાર કોમેડી ફિલ્મો તરફ વળતો જોવા મળશે. તેની ખૂબ જ આતુરતાથી રાહ જોવાઈ રહેલી ફિલ્મો વેલકમ ટુ ધ જંગલ અને હાઉસફુલ 5 આવનારા સમયમાં રિલીઝ થવા જઈ રહી છે. આ દરમિયાન વેલકમ 3ને લઈને એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે.


ગયા વર્ષે સપ્ટેમ્બર મહિનામાં, વેલકમ-3 એટલે કે વેલકમ ટુ ધ જંગલનો એક મજેદાર વીડિયો રિલીઝ કરવામાં આવ્યો હતો. જેમાં સંજય દત્ત સહિત ફિલ્મની આખી સ્ટારકાસ્ટની ઝલક જોવા મળી હતી. હવે રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે સંજયે શૂટિંગની વચ્ચે જ આ ફિલ્મમાંથી પોતાનું નામ પાછું ખેંચી લીધું છે.


માહિતી અનુસાર અભિનેતા સંજય દત્ત  ફિલ્મની સ્ક્રિપ્ટમાં વારંવાર ફેરફાર અને શૂટિંગ શિડ્યુલમાં ફેરફારને કારણે ખૂબ જ પરેશાન થવા લાગ્યો હતો અને તેથી જ તેણે વેલકમ-3 છોડી દીધી છે. ત્યારે અક્ષય કુમારની આ કોમેડી ફિલ્મ માટે આ એક મોટો ફટકો હોવાનું માનવામાં આવે છે.


જો સંજય દત્ત ખરેખર વેલકમ ટુ ધ જંગલમાંથી બહાર થઈ ગયો છે, તો ચાહકો ચોક્કસ નિરાશ થવાના છે. કારણ કે કોમેડી ફિલ્મોમાં સંજય કેવી રીતે પોતાનો અભિનય બતાવે છે તે આપણે ધમાલ, ઓલ ધ બેસ્ટ અને મુન્નાભાઈ એમબીબીએસ જેવી ફિલ્મોમાં અગાઉ ઘણી વખત જોયુ છે. વેલકમ 3 આ વર્ષે ક્રિસમસના સમયે થીયેટરમાં રિલીઝ થવાની છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application