મોરબીમાં વ્યાજખોરોનો ત્રાસ: રાજપરના યુવાન પાસેથી ૩૦ ટકા વ્યાજ વસૂલ્યું

  • March 29, 2025 11:04 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


મોરબીમાં વ્યાજખોરોએ બધી જ રેખાઓ પાર કરી દિધી હોય તેમ લાગી રહ્યું છે પોલીસ જાણે વ્યાજખોરોના ખીસ્સામાં હોય તેમ મનફાવે તેવી દાદાગીરી ચલાવવામાં આવી રહી છે ત્યારે મોરબીના રાજપર ગામે રહેતા યુવકે કોઈ કામ માટે તેમના ગામના વ્યાજખોર રવીભાઈ સહિત ત્રણ શખ્સોે પાસેથી વ્યાજે પિયા લિધેલ હોય જે વ્યાજ સહિત ચુકવી દિધેલ હોવા છતાં વ્યાજખોરોએ યુવકનું અપહરણ કરી માર મારી જાનથી મારી નાંખવાની ધમકી આપી પઠાણી ઉઘરાણી કરતા યુવકે આરોપીઓ વિદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે.
મળતી માહિતી મુજબ મોરબી તાલુકાના રાજપર ગામે રહેતા હરેશભાઈ ગોરધનભાઈ વડગાસીયા (ઉ.વ.૩૪) એ તેમના જ ગામના આરોપી રવીભાઇ સવજીભાઈ મારવાણીયા રહે. રાજપર તથા કેલ્વિનભાઈ પટેલ અને વિશાલભાઈ વિનોદભાઈ પારેજીયા વિદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે ફરીયાદીએ તેમના જ ગામના આરોપી રવીભાઇ મારવાણીયા પાસેથી ૨૦ લાખ ૩૦ ટકાના વ્યાજે લીધેલ હોય અને ૩૨ લાખ ચૂકવી આપેલ હોય તેમ છતા વધુ પિયા ચુકવવા અવાર નવાર ફોન તેમજ બ આવી ફરીયાદીને ધમકી આપી આરોપી વિશાલભાઈ પાસેથી કટકે કટકે ૨૦ લાખ ૧૫ ટકા તથા ૩૦ ટકાના વ્યાજે લીધેલ હોય અને ૨૭ લાખ ચૂકવી આપેલ હોય તેમ છતા આરોપી વિશાલના સાઢુભાઈ કેલ્વીનભાઈ થતા હોય જેના મારફતે અવાર નવાર વ્યાજે આપેલ પિયાની ઉઘરાણી કરી બ તેમજ ફોન પર ધમકી આપી આરોપીઓએ યુવકને લખધીરપુર પ્રાથમિક શાળાના મેઇન ગેઇટ પાસે બોલાવી બળજબરીથી સ્વીટ કારમાં બેસાડી અપહરણ કરી લઇ જઈ માર મારી જાનથી મારી નાંખવાની ધમકી આપી હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application