પોરબંદરમાં મારામારીના કેસમાં ડિસ્ટ્રિક્ટ કોર્ટે આરોપીના જામીન શરતોને આધીન મંજૂર કર્યા છે.
પોરબંદરમાં બનેલા બનાવ મુજબ બે મિત્રો રાત્રિના સમયે બેસીને વાતો કરતા હતાં ત્યારે એક મિત્રના પપ્પા દ્રારા પગમાં કુહાડી મારી દેતા ચકચાર જાગેલી હતી. આરોપી રાજુ નબાભાઈ ભુતીયા નો દિકરો મનીષ તથા ફરીયાદી હિરેન સોનરાત ભેગા બેઠા હોય અને વાતો કરતા હોય તે દરમ્યાન મનીષ ના પિતા રાજુભાઈ આવી જતા અને બંનેને ગાળાગાળી કરી અને ધમકી આપી અને ફરીયાદીના પગમાં કુહાડો મારી ૪ થી ૫ ફેક્ચરો કરી દીધેલા હતાં. અને તે સંબંધે કમલાબાગ પોલીસ સ્ટેશનમાં ગુન્હો દાખલ થયેલો હતો. તે અનુસંધાને તેમના એડવોકેટ ભરતભાઈ લાખાણી દ્રારા ડીસ્ટ્રીકટ કોર્ટમાં જામીન અરજી કરતા અને દલીલમાં જણાવેલ કે, પાંચ દિવસ પછી ફરીયાદ દાખલ થયેલ છે. એટલુ જ નહી જો ફરીયાદીને ગંભીર ઈજા પહોંચાડવાનો ઈરાદો હોત તો માથામાં કે, છાતીમાં કુહાડી મારી શકયા હોત એટલુ જ નહીં ડોકટરના મેડીકલ સર્ટીફીકેટ મુજબ કુહાડીનો આગળ નો ભાગ નહી પાછળનો ભાગ મારવાના કારણે ઈજા થયેલ હોવાનું જણાવેલ હોય અને તે રીતે કોઈ માર મારવાના ઈરાદે નહીં પરંતુ ઠપકો આપવાના ઈરાદે જયારે કોઈ કૃત્ય થયેલુ હોય ત્યારે આવા ગુન્હામાં લાંબો સમય જેલમાં રાખવાથી આખો પરીવાર હેરાન થાય તેમ હોય અને પોલીસ તપાસ પુર્ણ થઈ ગયેલી હોય અને ચાર્જશીટ ફાઈલ થઈ ગયેલુ હોય અને કેસ ચાલતા લાંબો સમય લાગે તેમ હોય અને તે દરમ્યાન જેલમાં રાખવામાં આવે તો પ્રિપનીસમેન્ટ થવાની સંભાવના રહેલી હોય તેવી વિગતવાર દલીલ કરતા ડીસ્ટ્રીકટ જજ દ્રારા પોલીસે રજુ કરેલ ચાર્જશીટ તથા એડવોકેટની દલીલ ઘ્યાને રાખી શરતોને આધીન આરોપીને જામીન ઉપર છોડવાનો હુકમ કરેલ છે.આ કામમાં આરોપી વતી પોરબંદરના જાણીતા એડવોકેટ દિપકભાઈ બી. લાખાણી, ભરતભાઈ બી. લાખાણી, હેમાંગ ડી. લાખાણી, અનિલ ડી. સુરાણી, જયેશ બારોટ, જીતેન સોનીગ્રા, નવધણ જાડેજા, ભુમી વરવાડીયા, ચાંદની મદલાણી, રમેશ ગોઢાણીયા રોકાયેલા હતાં
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationમારા શરીરમાં બદલાવ આવ્યો છે પણ વજન ઘટ્યું નથી: સુનિતા વિલિયમ્સ
November 14, 2024 11:39 AMભારતના પ્રથમ લીડલેસ પેસમેકરથી ૭૪ વર્ષની મહિલાનો જીવ બચાવાયો
November 14, 2024 11:37 AMબ્રાઝિલની રાજધાનીમાં સુપ્રીમ કોર્ટ પાસે જ વિસ્ફોટ, એકનું મોત, ૨ ઘાયલ
November 14, 2024 11:36 AMએકસ ટોકિસક પ્લેટફોર્મ બની ગયું છે: બ્રિટિશ અખબાર સહિત સવા લાખ યુઝર્સે કર્યેા બહિષ્કાર
November 14, 2024 11:35 AMહાપા યાર્ડ ખાતે આજથી ટેકાના ભાવે મગફળી ખરીદીનો પ્રારંભ
November 14, 2024 11:31 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech