શહેરના ચાર ઝોનમાં ૪.ર૧ કરોડના ટેન્ડર બહાર પડાયા: ગટરોના કુલ જોડાણો ૧૭પપ૧૬ અને સફાઇનો વાર્ષિક ખર્ચ ૨૭૪.૪૭ લાખ છે ત્યારે ઓડીટ દ્વારા તમામ બિલનું વેરીફીકેશન: કોર્પોરેશનના કર્મચારીઓ દ્વારા ફરિયાદનું નિરાકરણ કરાઇ છે
જામનગર મહાનગરપાલિકાના વિરોધપક્ષના નેતા દ્વારા ભુગર્ભ ગટર કૌભાંડ મુદ્દે પ્રેસ મીડિયામાં જે આક્ષેપો કરવામાં આવેલ છે તે તદ્દન પાયાવિહોણાં છે. એક વિરોધપક્ષના નેતા તરીકે જયારે જાહેરમાં નિવેદન કરતા હોય ત્યારે પ્રથમ તે બાબતનો પુરતો અભ્યાસ કરવો જરૂરી છે પરંતુ કોઈપણ પ્રકારના અભ્યાસ વિના વિગતોની હકીકતલક્ષી જાણકારી વગર મહાનગરપાલિકા કુંભકર્ણની નિંદ્રામાં સુતેલ છે આવા પાયાવિહોણા આક્ષેપો જામ્યુકોના વિપક્ષી નેતા એ કર્યા છે, જે તદ્દન ગેરવ્યાજબી છે, ભૂગર્ભ ગટરના બિલોમાં પારદર્શક વહીવટ થાય છે, ગટરોના જોડાણો ૧૭પપ૧૬ છે, સફાઇનો વાર્ષિક ખર્ચ ર૭૪.૪૭ લાખ છે અને ઓડીટ વિભાગ દ્વારા તમામ બિલોનું વેરીફીકેશન કરવામાં આવે છે, જેથી આવા આક્ષેપો તદ્દન ખોટા છે તેમ સ્ટે. કમિટીના ચેરમેન નિલેષ કગથરાએ જણાવ્યું હતું.
કોર્પોરેશન દ્વારા બહાર પડાયેલી યાદીમાં જણાવાયું છે કે, પાંચ વર્ષ પહેલા ભુગર્ભ ગટર સફાઈનું કામ ૨૦ લાખમાં થતું હતું તે કામ હવે ૪ કરોડમાં થાય છે અને દૈનિક થતી ૧૭૦ ફરિયાદો પૈકી ૯૦ % ફરિયાદો બોગસ હોય છે - એટલે કે ૧૭૦ ફરિયાદોના ૯૦% લેખે ૧૫૩ ફરિયાદો બોગસ હોય તો જામનગર શહેરમાં ૨૦૨૩-૨૪ સુધીમાં ૯૦૫.૧૫ કી.મી. લંબાઈની ભુગર્ભ ગટર નેટવર્કમાં શું માત્ર ૧૭ જ ફરિયાદો જ દૈનિક ધોરણે આવે છે.?
સને ૨૦૧૬-૧૭ના વર્ષમાં ભુગર્ભ ગટર પાઈપલાઈનની લંબાઈ ૨૭૯.૬૦ કી.મી., ગટરના જોડાણો ૭૧૬૦૦ અને ગટર સફાઈનો વાર્ષિક ખર્ચ રૂ ૭૩.૧૦ લાખ હતો જેમાં સમયાંતરે ભુગર્ભ ગટર પાઈપલાઈનમાં નેટવર્કમાં વધારો થવાથી સને ૨૦૨૩-૨૪ વર્ષ સુધીમાં શહેરમાં ભુગર્ભ ગટર પાઈપલાઈનની લંબાઈ ૯૦૫.૧૫ કી.મી., ગટરના જોડાણો ૧૭૫૫૧૬ અને ગટર સફાઈનો વાર્ષિક ખર્ચ રૂા ૨૭૪.૪૭ લાખ થયેલ છે અને હાલે પણ શહેરના બાકી રહેતા વિસ્તારોમાં ભુગર્ભ ગટર પાઈપલાઈન નેટવર્કના કામો પ્રગતિ હેઠળ છે. જે પૂર્ણ થયેથી પાઈપલાઈનની લંબાઈ ગટરના જોડાણોની સંખ્યામાં વધારો થવા પામશે એટલે કે દરવર્ષે નેટવર્ક અને જોડાણોની સંખ્યામાં વધારો થવાથી તેની સાપેક્ષે પ્રવર્તમાન માર્કેટ ભાવો મુજબ ગટર સફાઈના વાર્ષિક ખર્ચમાં પણ વધારો થાય છે જે એક હકીકતલક્ષી બાબત છે.
સુપ્રિમ કોર્ટ અને સરકારની ગાઈડલાઈન્સ અનુસાર ભુગર્ભ ગટરની સફાઈ કામગીરી જોખમ મુક્ત રીતે વધારેમાં વધારે સાધનો, મશીનરીનો ઉપયોગથી કરવા માટે તાજેતરમાં આવી અલગ અલગ પ્રકારની મશીનરી યુક્ત વાહનો પણ ખરીદવામાં આવેલ છે જે અનુસાર ભુગર્ભ ગટરની સફાઈ જોખમ મુક્ત રીતે થઇ શકે તે માટે સુપ્રિમ કોર્ટ અને સરકારની ગાઈડલાઈન્સ અનુસારની શરતો, જોગવાઈઓ, મેનપાવર, વધારાની સફાઈ અંગેની મશીનરી વાહનોના કોમ્પ્રીહેન્સીવ ઓપરેશન મેઇન્ટેનન્સ વિગેરેનો સમાવેશ કરી શહેરના ચાર ઝોન માટેના ટેન્ડરો કુલ મળી અંદાજીત રકમ ા ૪.૨૧ કરોડના કમિશ્નર, નાયબ કમિશ્નર, સીટી એન્જીનીયરના માર્ગદર્શન હેઠળ નવેશરથી તૈયાર કરી તા.૧૦/૦૧/૨૦૨૪ની ટેન્ડર નોટીસ પ્રસિદ્ધ કરવામાં આવેલ છે.
જેમાં ખુબજ ઉંચા ભાવો આવતા બીજા પ્રયત્ન માટે તા.૧૧/૦૩/૨૦૨૪ની ટેન્ડર નોટીસ પ્રસિદ્ધ કરવામાં આવેલ જે આવેલ ભાવોની આખરી ઓફર મુજબ કામોની મંજુરી માટે દરખાસ્ત સ્ટે. કમિટી સમક્ષ રજુ કરતા ચેરમેનશ્રી, સ્ટે. કમિટી દ્વારા શરતો વધુ કડક બનાવવા અંગેના સૂચનો, સુધારાઓ જણાવી રી-ટેન્ડર કરવા અંગે જણાવેલ જે મુજબ ત્રીજા પ્રયત્ન માટે તા.૨૯/૦૭/૨૦૨૪ની ટેન્ડર નોટીસ પ્રસિદ્ધ કરવામાં આવેલ જે આવેલ ભાવોની આખરી ઓફર મુજબ કામોની મંજુરી માટે દરખાસ્ત સ્ટે. કમિટી સમક્ષ રજુ કરવામાં આવેલ જે મંજુરી હેઠળ છે.
આ નવેશરના ટેન્ડરની પ્રક્રિયા દરમ્યાન ટેન્ડરની શરતો અને જોગવાઈઓ મુજબ અમુક ચોક્કસ એજન્સીઓને ભાગ લેવા મળેલ નથી તેમજ આવી એજન્સીઓ ક્વોલીફાઈ થયેલ નથી તેવા લોકો દ્વારા ફક્ત પોતાના અંગત હિતને કારણે પાયાવિહોણા મહાનગરપાલિકા વિદ્ધ ભ્રામક પ્રચાર કરે છે જેના કારણે જામનગર મહાનગરપાલિકા અને અધિકારીઓનું મોરલ કે નૈતિકતા નીચું દેખાડવાનો હિન્ન પ્રયાસ કરવામાં આવે છે.
આમ, ઉપરોક્ત વિગતોને ધ્યાને લેતા સને ૨૦૧૬-૧૭ થી સને ૨૦૨૩-૨૪ સુધી શહેરની પાઈપલાઈનની લંબાઈમાં ૨૨૪%, ગટરના જોડાણોની સંખ્યામાં ૧૪૫% વધારો થવાથી તેની સાપેક્ષે ફરિયાદોમાં અને ખર્ચમાં પણ વધારો થવા પામેલ છે. જે એક હકીકતલક્ષી બાબત છે. તદુપરાંત નામ. સુપ્રિમ કોર્ટ અને સરકારશ્રીની ગાઈડલાઈન્સ અનુસાર ભુગર્ભ ગટરની સફાઈ કામગીરી જોખમ મુક્ત રીતે વધારેમાં વધારે સાધનો, મશીનરીનો ઉપયોગથી કરવા માટે જામનગર મહાનગરપાલિકા દ્વારા ડીસેમ્બર-૨૦૨૩થી નવી પધ્ધતિ મુજબના ટેન્ડરો તૈયાર કરેલ છે અને તે મુજબ ત્રીજા પ્રયત્નેથી આવેલ આખરી ઓફર મુજબના ભાવોના કામોની મંજુરી માટે સ્ટે. કમિટી સમક્ષ રજુ કરેલ છે. ઉપરોક્ત તમામ હકીકતલક્ષી વિગતોને ધ્યાને લેતા જામનગર મહાનગરપાલિકા વિરુદ્ધ આક્ષેપો તદન પાયા વિહોણા છે. જેનું જામનગર મહાનગરપાલિકા દ્વારા ખંડન કરવામાં આવે છે, તેમ સીટી ઇજનેર ભાવેશ જાનીની યાદીમાં જણાવાયું છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગરમાં રાષ્ટ્રધ્વજની ખરાબ હાલત : જો આમ થાય તો ન જોઇએ હર ઘર તિરંગા
January 22, 2025 07:06 PMજામનગરના બર્ધનચોકમાં દબાણ શાખાના અધિકારીઓ સાથે રકજક, વિડિયો થયો વાયરલ
January 22, 2025 06:42 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech