જયાપ્રદા પર આચાર સંહિતા ભંગનો આરોપ યુપી પોલીસ ધરપકડ કરવા હૈદરાબાદ પહોંચી

  • January 04, 2024 01:37 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જાણીતી ફિલ્મ અભિનેત્રી અને ભૂતપૂર્વ સાંસદ જયાપ્રદાની ધરપકડ કરવા મુંબઈ અને દિલ્હીની શોધખોળ કર્યા પછી, જિલ્લા પોલીસ હૈદરાબાદ પણ પહોંચી ગઈ છે અભિનેત્રીએ  પર આરોપ છે કે તેમણે  આચારસંહિતા ભગં કરી. તેમના પર બે કેસમાં ટ્રાયલ ચાલી રહી છે. જોકે હૈદરાબાદમાં  પણ પોલીસને નિરાશા હાથ લાગી હતી. કોર્ટના આદેશ મુજબ પોલીસે તેની ધરપકડ કરીને ૧૦જાન્યુઆરી સુધીમાં કોર્ટમાં રજૂ કરવાના રહેશે.

 ઉલ્લેખનીય છે કે જયાપ્રદા વિદ્ધ આચારસંહિતા ભંગના બંને કેસ ૨૦૧૯ની લોકસભા ચૂંટણીના છે. ત્યારપછી જયાપ્રદાએ ભાજપની ટિકિટ પર રામપુર બેઠક પરથી ચૂંટણી લડી હતી. તેની સામે સ્વાર પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો છે. જેમાં તેમના પર આચારસંહિતા હોવા છતાં ૧૯ એપ્રિલે નૂરપુર ગામમાં એક રોડનું ઉધ્ઘાટન કરવાનો આરોપ છે.
બીજો મામલો કેમરી પોલીસ સ્ટેશનનો છે, જેમાં તેના પર પિપલિયા મિશ્રા ગામમાં આયોજિત જાહેર સભામાં વાંધાજનક ટિપ્પણી કરવાનો આરોપ છે. બંને કેસમાં પોલીસે તપાસ પૂર્ણ કરીને કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરી હતી. આ કેસની સુનાવણી સાંસદ–ધારાસભ્ય વિશેષ અદાલત (મેજિસ્ટ્રેટ ટ્રાયલ)માં ચાલી રહી છે. આ કેસોમાં, તે છેલ્લી ઘણી તારીખોથી કોર્ટમાં હાજર રહી ન હતી, જેના પર તેની વિદ્ધ ચાર વખત બિનજામીનપાત્ર વોરટં જારી કરવામાં આવ્યા છે.

કોર્ટે પોલીસ અધિક્ષકને ધરપકડ માટે વિશેષ ટીમ બનાવવાનો કડક આદેશ આપ્યો હતો. કોર્ટના આદેશ પર પોલીસ અધિક્ષકે તેની ધરપકડ માટે વિશેષ ટીમ બનાવી છે. પોલીસ અધિક્ષક રાજેશ દ્રિવેદીએ જણાવ્યું કે ટીમે રામપુરથી લઈને દિલ્હી, મુંબઈ, હરિયાણા અને હૈદરાબાદ સુધી શોધખોળ કરી છે, પરંતુ આરોપી અભિનેત્રી કયાંય મળ્યા નથી . ટીમ દ્રારા શોધખોળ ચાલુ છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News