વિક્રાંત મેસીની ફિલ્મ 'ધ સાબરમતી રિપોર્ટ' 15 નવેમ્બરે સિનેમાઘરોમાં રિલીઝ થઈ હતી. જો કે આ ફિલ્મ રીલીઝ પહેલાથી જ ચર્ચાઓમાં ચાલી રહી છે. રિલીઝ થયા પછી ભલે ફિલ્મને શાનદાર ઓપનિંગ ન મળી હોય, પરંતુ ફિલ્મને ખૂબ જ સારો રિસ્પોન્સ મળી રહ્યો છે. ફિલ્મ 'ધ સાબરમતી રિપોર્ટ' બોક્સ ઓફિસ પર ધીમે ધીમે પરંતુ સતત કમાણી કરી રહી છે.
ફિલ્મના બોક્સ ઓફિસ કલેક્શનની વાત કરીએ તો ધ સાબરમતી રિપોર્ટનું ઓપનિંગ ડે કલેક્શન 1 કરોડ 25 લાખ રૂપિયા હતું. પહેલા જ રવિવારે ફિલ્મે ભારતીય બોક્સ ઓફિસ પર 3 કરોડ રૂપિયાનું નેટ કલેક્શન કર્યું હતું. પ્રથમ અઠવાડિયું પૂરું થતાં સુધીમાં ફિલ્મે 11 કરોડ 50 લાખ રૂપિયાની કમાણી કરી લીધી હતી. આ વીકેન્ડમાં પણ ફિલ્મની કમાણીમાં જોરદાર ગ્રોથ જોવા મળ્યો છે. શુક્રવારે 1 કરોડ 40 લાખ રૂપિયાની કમાણી કર્યા પછી, શનિવારે તેણે લગભગ 86 ટકાનો બિઝનેસ ગ્રોથ બતાવ્યો છે. અહેવાલો અનુસાર, ફિલ્મનું શનિવારે કલેક્શન 2 કરોડ 60 લાખ રૂપિયા રહ્યું છે.
વિક્રાંત મેસી અને રાશિ ખન્ના અભિનીત ગોધરા કાંડ પર આધારિત, આ ફિલ્મ સત્ય હકીકતીની આસપાસ વણાયેલી છે અને દર્શકોને એક રોમાંચક પ્રવાસ પર લઈ જાય છે જેમાં ડ્રામા, થ્રિલર અને ઘણી બધી લાગણીઓ છે. આ ફિલ્મમાં, વિક્રાંત મેસી એક ખાનગી ન્યૂઝ ચેનલમાં કામ કરતા કેમેરામેનની ભૂમિકા ભજવે છે, જેને પ્રમાણિકતાથી કામ કરવાનો પ્રયાસ કરવા બદલ નોકરીમાંથી કાઢી મૂકવામાં આવે છે.
દેશના ઘણા રાજ્યોની સરકારોએ ગોધરા કાંડ પર બનેલી ફિલ્મ 'ધ સાબરમતી રિપોર્ટ'ને ટેક્સ ફ્રી કરી દીધી છે. આ ફિલ્મને છત્તીસગઢ, ગુજરાત, હરિયાણા, મધ્યપ્રદેશ અને યુપીમાં ટેક્સ ફ્રી કરી દેવામાં આવી છે. તાજેતરમાં જ દેશના ગૃહમંત્રી ફિલ્મ 'ધ સાબરમતી રિપોર્ટ'ની સ્ટાર કાસ્ટને મળ્યા હતા. વિક્રાંત મેસીએ પોતાના ઇન્સ્ટાગ્રામ પર મીટિંગની તસવીરો પણ શેર કરી છે.
ફિલ્મની અત્યાર સુધીની કુલ કમાણીની વાત કરીએ તો 50 કરોડના ખર્ચે બનેલી આ ફિલ્મે અત્યાર સુધીમાં 15 કરોડ 50 લાખ રૂપિયાની કમાણી કરી લીધી છે. ફિલ્મને આઈએમડીબી પર 10 માંથી 7.4 રેટિંગ મળ્યું છે જે ઘણું સારું છે. આ ફિલ્મને વિવેચકોએ પણ વખાણી છે અને બુક માય શોએ તેને 8.4 રેટિંગ આપ્યું છે. ફિલ્મની કમાણીનો આંકડો ઉપર જશે કે નહીં તે કહેવું મુશ્કેલ છે, પરંતુ સ્પષ્ટ છે કે દર્શકો ફિલ્મને સારો પ્રતિસાદ આપી રહ્યા છે અને કમાણીનો સિલસિલો ચાલી રહ્યો છે. પરંતુ આ ત્યારે જ શક્ય બનશે જ્યાં સુધી કોઈ મોટી ફિલ્મ સિનેમાઘરોમાં રીલીઝ ન થાય.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગરમાં ભગવાનશ્રી જગન્નાથજીનો ત્રણ દિવસીય વાર્ષિક પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ યોજાશે
February 04, 2025 01:31 PMબેટ-દ્વારકાના યોગિત્યાનંદજીને કરાયા સન્માનિત
February 04, 2025 01:18 PMજામનગર પંથકમાં વાહનચોર ટોળકી સક્રિય : ત્રણ સ્થળે ચોરી
February 04, 2025 01:13 PMઆગામી તા.27 ફેબ્રુઆરીના રોજ જામનગર 'જિલ્લા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ' યોજાશે
February 04, 2025 01:01 PMવિશ્વ કેન્સર દિવસ 2025: બાળકોમાં જોવા મળતું સૌથી સામાન્ય કેન્સર લ્યુકેમિયા, જાણો લક્ષણો
February 04, 2025 12:36 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech