મજબૂત આર્થિક વિકાસ દર તથા ઐંચા ફુગાવાને ધ્યાનમાં રાખી રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાની મોનિટરી પોલિસી કમિટિ (એમપીસી) ત્રણ દિવસની બેઠકના અંતે આજે રેપો રેટની જાહેરાત કરી દીધી છે.આરબીઆઈએ સતત સાતમી વખત રેપો રેટ યથાવત રાખ્યા છે. ઉલ્લેખનીય છે કે ફેબ્રુઆરી, ૨૦૨૩માં રેપો રેટમાં વધારો કરી ૬.૫૦ ટકાના સ્તરે લઈ જવાયા બાદ રિઝર્વ બેન્કે ત્યારપછીની દરેક બેઠકમાં વ્યાજ દર જાળવી રાખ્યો છે. લોકોને આશા હતી કે આ વખતે રિઝર્વ બેંક રેપો રેટમાં ઘટાડો કરીને સસ્તી લોનની ભેટ આપશે, પરંતુ એવું થયું નહીં. સસ્તી લોન માટે તમારે વધુ રાહ જોવી પડશે.લોનના હા ઘટશે નહીં.
ભારતનો આર્થિક વિકાસ ૨૦૨૩ના ડિસેમ્બર ત્રિમાસિકમાં દર ૮.૪૦ ટકા રહ્યો હતો જે મોટા અર્થતંત્રમાં સૌથી વધુ હતો. આ ઉપરાંત ફેબુઆરીનો ફુગાવો પણ અપેક્ષા કરતા વધુ રહી ૫.૦૯ ટકા આવ્યો હતો. જે રિઝર્વ બેન્કના ૪ ટકાના ટાર્ગેટ કરતા ઘણો ઐંચો છે.જયાંસુધી ફુગાવો ૪ ટકાની આસપાસ નહીં આવે ત્યાંસુધી રેપો રેટમાં ઘટાડો વહેલો ગણાશે એમ રિઝર્વ બેન્કના ગવર્નર શકિતકાંત દાસે અગાઉ નિરીક્ષણ કયુ હતું
રેપોરેટ એટલે શું ?
આપણે બેન્કમાંથી લોન લઈએ છીએ. તેના બદલામાં આપણે બેન્કને વ્યાજ ચૂકવીએ છીએ. એ જ રીતે બેન્કે પણ તેની જરિયાત અથવા દૈનિક કામકાજ માટે ઘણી રકમની જર પડે છે. તેના માટે બેન્ક ભારતીય રિઝર્વ બેન્ક પાસેથી લોન લે છે. બેન્ક આ લોન પર રિઝર્વ બેન્કને જે વ્યાજ ચૂકવે છે તેને રેપો રેટ કહે છે
રેપો રેટની સામાન્ય લોકો પર અસર
બેન્કને રિઝર્વ બેન્કમાંથી ઓછા વ્યાજ પર લોન મળશે તો તેનો ફડં એકત્ર કરવાનો ખર્ચ ઘટશે. તેના કારણે તે તેના ગ્રાહકોને સસ્તી લોન આપી શકે છે. તેનો અર્થ એ છે કે રેપો રેટ ઓછો થતાં સામાન્ય ગ્રાહકોની હોમ, કાર અથવા પર્સનલ લોન પરના વ્યાજદરમાં ઘટાડો થઈ શકે છે
રિવર્સ રેપોરેટ એટલે શું?
રિવર્સ રેપો રેટ એ રેપોરેટ કરતાં વિપરિત હોય છે. બેન્કોની પાસે આખો દિવસ કામકાજ પછી અનેક વખત મોટી રકમ બાકી રહે છે. બેંક આ રકમ રિઝર્વ બેન્કમાં રાખી શકે છે, જેના પર તેમને વ્યાજ પણ મળે છે. જે દર પર આ વ્યાજ મળે છે તેને રિવર્સ રેપો રેટ કહે છે. રિઝર્વ બેન્કને લાગે કે બજારમાં રોકડ વધુ છે તો તે રિવર્સ રેપો રેટમાં વધારો કરી દે છે, જેથી બેંકો વધુ વ્યાજની કમાણી માટે તેમના નાણાં રિઝર્વ બેન્ક પાસે રાખવા પ્રોત્સાહિત થાય અને આ રીતે તેમની પાસે બજારમાં આપવા માટે નાણાં ઓછા બચે છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationલોઠડામાંથી ગેસ રિફિલિંગનું કારસ્તાન ઝડપી લેતી આજીડેમ પોલીસ
December 23, 2024 03:39 PMથર્ટી ફસ્ર્ટ માટેનો ૩૧ લાખનો વિદેશી દારૂ પકડાયો
December 23, 2024 03:38 PMઅમદાવાદમાં અસામાજિક તત્વોએ આંબેડકરની પ્રતિમા ખંડિત કરતા લોકોના ટોળાં ઉમટા
December 23, 2024 03:30 PM૯૮ દિવસમાં ૮૩ કરોડનો બાકી વેરો વસુલવા શહેરમાં ધડાધડ મિલકત સીલ
December 23, 2024 03:16 PMબે–લગામ સિટી બસ: માતા–પુત્રને ઠોકરે લેતાં સાત વર્ષના બાળકનું ચકદાવાથી મોત
December 23, 2024 03:14 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech