શહેર અને હાઇવે પર વાહનોમાં વધુ પ્રકાશ ફેંકતી વ્હાઇટ એલઇડી લાઈટ કે જે વાહનોમાં મોડીફાઇ કરી ફિટ કરવામાં આવી રહી છે આવા વાહન ચાલકો સામે કાર્યવાહી કરવા રાજકોટ આરટીઓ દ્રારા ઇન્સ્પેકટરની ટીમને આદેશ કરવામાં આવ્યો છે. પરંતુ ટ્રાફિક પોલીસની આખં હજુ સુધી ખુલી ન હોઈ તેમ ઠોસ કાર્યવાહી કરવામાં ન આવતા લાગી રહયું છે.
આંખો આંજતી વ્હાઇટ એલઇડી લાઇટથી વાહન ચાલકો જ મુશ્કેલીમાં મુકાયા છે અને અકસ્માત થવાના ભય હેઠળ વાહન હંકારતા હોવાની બુમરાળ ઉઠી છે. લોકોની વ્યાપક ફરિયાદોને ધ્યાનમાં લઇ આજકાલ દ્રારા ગણતરીના દિવસ પહેલા જ વાહન ચાલકો વધુ પ્રકાશની લ્હાયમાં વ્હાઇટ એલઇડી લાઈટ વાહનોમાં મોડીફાઇ કરી ફિટ કરવામાં આવે છે. જેના કારણે સિંગલ–ડબલ ટ્રેક રોડ પર સામેથી ફલ લાઇટમાં આવતા વાહનોની આ લાઈટ સીધી જ આંખમાં પ્રકાશ પાડતા વાહન ચાલકોને વાહન થંભાવી દેવું પડે છે, અન્યથા અકસ્માત સર્જાઈ છે. નિયમ મુજબ કંપનીમાંથી ઓથોરાઇઝ થઇ ફિટ કરવામાં આવતી વ્હાઇટ લાઈટ સિવાયની અન્ય કોઈ વધારાની વ્હાઇટ લાઈટ ફિટ કરવામાં આવે અથવા તો કંપનીની લાઈટ દૂર કરી અન્ય વધુ વોટની લાઈટ ફિટ કરવી રોડ સેફટીના નિયમ ભગં ગણવામાં આવતો હોવા છતાં વાહન ચાલકો બિન્દાસ્ત પણે આવી હાઇબીમ લાઈટ ફિટ કરી રોડ પર નીકળી રહ્યા છે. ત્યારે આવા વાહન ચાલકો સામે સ્પેશિયલ ડ્રાઈવ યોજી દંડનીય કાર્યવાહી કરવામાં આવનાર હોવાનું આરટીઓ કે.એમ.ખપેડે જણાવ્યું હતું અને આ માટે તેમણે ઇન્સ્પેકટરની ટીમને સૂચના પણ આપી છે. કંપની ફિટિંગ સિવાયની હાઇબીમ વ્હાઇટ લાઈટ સાથે વાહન ચાલક નીકળશે તો .૧ હજારથી ૫૦૦૦ સુધીનો દડં અને ડિટેઇન સુધીની કાર્યવાહી કરવામાં આવશે તેમ વધુમાં ઉમેયુ હતું.
અત્રે ઉલ્લેખનીય કેમ આરટીઓ તંત્રએ તો વ્હાઇટ લાઈટ થકી રોડ અકસ્માતમાં લોકોના જીવ જાય એ પહેલા કાર્યવાહી કરવાનું શ કયુ છે પરંતુ ટ્રાફિક પોલીસને લોકોના જીવ સાથે કોઈ લેવા દેવા ન હોઈ તેમ કાર્યવાહી નામે મીંડું હોવા પરથી લાગી રહયું છે. આવતા દિવસોમાં ટ્રાફિક પોલીસ પણ આ કાર્યવાહી ઝુંબેશના પમાં શ કરે એવું લોકો પણ ઈચ્છી રહ્યા છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકાશ્મીરના લોકોએ કહ્યું અમે બેઘર થઈ ગયા પણ અમે ખુશ છીએ કે સેનાએ બદલો લીધો
May 08, 2025 12:46 PMકેશોદ પોલીસે સોનીની દુકાનોમાં ચોરી કરતી ત્રિપુટી ઝડપી
May 08, 2025 12:30 PMજાફરાબાદના બોગસ ડોકટર–રાજુલાના ત્રણ હિસ્ટ્રીશીટરને ત્રણ જિલ્લામાંથી તડીપાર કરાયા
May 08, 2025 12:29 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech