વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે સાંજે ગુજરાત આવી જશે રાત્રે 9:30 કલાકે અમદાવાદ એરપોર્ટ પર તેમનું આગમન થશે અને રાત્રી રોકાણ રાજભવન ખાતે કરશે અને આવતીકાલે સવારે 7:30 કલાકે રાણીપ ખાતે આવેલી નિશાન સ્કૂલમાં તેઓ મતદાન કરશે તેમાં મતદાન કરી ચોથા ચરણના પ્રચારમાં જવા રવાના થશે. અહીં નોંધવું જરૂરી છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ક્ષત્રિય મતો અંકે કરવા આખરી પ્રયાસ કરશે.
આવતીકાલે લોકસભા ચૂંટણી 2024 ના ત્રીજા તબક્કાની ચૂંટણી માટે ગુજરાત સહિત બાર રાજ્યોની 95 બેઠકો માટે મતદાન થનાર છે સવારે સાતથી સાંજના છ દરમ્યાન યોજાનાર મતદાન માટે વડાપ્રધાન સહિતના નેતા તેમના નોધાયેલા નામની જગ્યા પર જઇને મતદાન કરશે.નરેન્દ્ર મોદી ગાંધીનગર લોકસભા મત વિસ્તારના રાણીપ માં આવેલી નિશાન સ્કૂલમાં મતદાન મથકની મતદાર યાદીમાં નામ છે આથી તેઓ અમિત શાહ માટે મતદાન કરશે. વડાપ્રધાન મોદી આજે રાતે જ ગુજરાત આવશે.
કેન્દ્રીય ગૃહ મંત્રી અમિતભાઈ શાહ સવારે 10:00 વાગ્યે નારણપુરા અંકુર ખાતે આવેલા મતદાન મથક પર મતદાન કરી પોતાના મતવિસ્તારનો રાઉન્ડ લઈને તેઓ અન્ય રાજ્યના પ્રચાર પ્રવાસે નીકળી જશે. ઉત્તર પ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલ અને મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ શીલજ ગામ ખાતે મતદાન કરશે જ્યારે નવસારી લોકસભાના મતદાર તરીકે મધ્યપ્રદેશના રાજ્યપાલ મંગુભાઈ પટેલ મતદાન કરવા નવસારીના ઉમેદવાર સીઆર પાટીલ માટે મતદાન કરશે.કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખભાઈ માંડવીયા તેમના ગામ હણોલ ખાતે મતદાન કરશે પોરબંદરના ભાજપ્ના ઉમેદવાર અર્જુનભાઈ મોઢવાડિયા પોરબંદર ખાતે મતદાન કરશે. ભાજપ્ના પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ નવસારી ખાતે મતદાન કરશે.
ચૂંટણીનું અવનવું
- સૌથી નાનો સંસદીય મતવિસ્તાર અમદાવાદ વેસ્ટ 107 ચોરસ કિલોમીટરમાં પથરાયેલો છે. સૌથી મોટો સંસદીય મત વિસ્તાર કચ્છ 21354 ચોરસ કિલોમીટરમાં પથરાયો છે.
- સૌથી ઓછા મતદારો ભરૂચ બેઠક પર 1723353 અને સૌથી વધુ નવસારી બેઠક પર 2223550 મતદારો છે.
- સૌથી વધુ મતદારોના મામલે રાજકોટ અને ગાંધીનગરની બેઠક બીજા ક્રમે આવે છે.
- ગુજરાતમાં 100 વર્ષથી વધુ વયના હોય તેવા 10036 મતદારો છે. 12,20,438 મતદારો એવા છે કે જે પ્રથમ વખત મતદાન કરશે.
- અમદાવાદ ઈસ્ટ બેઠકમાં 18 મતદારો હોવાથી ત્યાં બે ઈવીએમ રાખવામાં આવશે. જ્યારે સૌથી ઓછા ઉમેદવારો બારડોલી બેઠક પર માત્ર ત્રણ છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઅચાનક કેમ વધી ગરમી? ઠંડીની મૌસમમાં લોકો પાડી રહ્યા છે પરસેવો...જાણો કારણ
January 22, 2025 10:58 PMગુજરાતનો 'મણિયારો રાસ' રાષ્ટ્રીય સ્તરે ચમક્યો: ગણતંત્ર દિવસની ઉજવણીમાં ત્રીજો ક્રમ મેળવ્યો
January 22, 2025 10:54 PMઅમદાવાદ કોલ્ડપ્લે કોન્સર્ટ: 3800થી વધુ પોલીસ, સુરક્ષાથી લઈને સ્વાસ્થ્ય સુધીની તમામ તૈયારીઓ પૂર્ણ
January 22, 2025 10:51 PMIND vs ENG 1st T20: કોલકાતામાં ભારતે ઇંગ્લેન્ડને 7 વિકેટે હરાવ્યું, અભિષેક શર્માની વિસ્ફોટક ઇનિંગ
January 22, 2025 10:46 PMવૃંદાવનના યોગેશ્વર આશ્રમના મહંત મોહનપુરી સ્વામીનો મહામંડલેશ્વર તરીકે પટ્ટાભિષેક
January 22, 2025 10:38 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech