ક્ષત્રિયોનો વિરોધ શમાવવા માટે વડાપ્રધાન રાજકોટમાં સભા કરશે

  • April 11, 2024 03:32 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


આવતીકાલથી ગુજરાત રાયની લોકસભા અને વિધાનસભાની બેઠકો પર ઉમેદવારી પત્ર ભરવાની શઆત થશે અને ઉમેદવારી પત્ર ભરાયા પછી પ્રચાર પ્રસાર માટે રાજકીય પક્ષોને ૧૩ થી ૧૫ દિવસ પ્રચાર પ્રસાર માટે મળશે આ દરમિયાન ભારતીય જનતા પાર્ટી દ્રારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પ્રવાસ કાર્યક્રમને આખરીઓ આપવામાં આવી રહ્યો છે.

ગુજરાત રાયની ૨૬ લોકસભા અને પાંચ વિધાનસભા બેઠકોની પેટા ચૂંટણીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઉપરાંત કેન્દ્રીય મંત્રી રાષ્ટ્ર્રીય નેતા તેમજ અન્ય રાયના મુખ્યમંત્રી પ્રચાર પ્રવાસ માટે ભારતીય જનતા પાર્ટી દ્રારા તડામાર તૈયારીઓ શ કરી દેવામાં આવી છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ૨૦ એપ્રિલ પછી ગુજરાતની ૨૬ બેઠકોની ૪ ઝોનમાં આઠ જેટલી સભાનું આયોજન હાથ ધરવામાં આવી રહ્યું છે અને આ તમામ બેઠકો પર ઝંઝાવવાથી ચૂંટણી પ્રવાસ શ કરી શકે છે.વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ૨૦ની એપ્રિલે પ્રથમ સભા યોજાઈ તેવા સંકેતો મળી રહ્યા છે.પહેલા તબક્કાની ચૂંટણીમાં દેશના ૨૧ રાયોમાં ૧૦૨ બેઠકો માટે ૧૯મી એપ્રિલે મતદાન યોજનારા છે. આથી, વડાપ્રધાન નરેન્દ્ર મોદી ૧૯મી એપ્રિલ અથવા તે પછી ગુજરાતમાં ચૂંટણી પ્રચાર, સભાઓને સંબોધન કરશે તેમજ રોડ– શોનુ આયોજન થઈ રહયુ છે.

સત્તાવાર સુત્રો માંથી મળતી માહિતી અનુસાર રાજકોટમાં પાલા અને ક્ષત્રિય સમાજના વિવાદને ઉકેલવા માટેના પ્રયાસો ફળીભૂત થાય તો ૨૨મી એ પહેલી સભા રાજકોટ ખાતે યોજવાનું આયોજન ભારતીય જનતા પાર્ટી દ્રારા રાષ્ટ્ર્રીય સ્તરે નક્કી કરવામાં આવ્યું છે.તા ૧૬ મી.એ કેન્દ્રીય મંત્રી પરષોત્તમ પાલા રાજકોટ ખાતે ઉમેદવારી નોધાવશે ત્યારે કેન્દ્રીય આગેવાનો રાજકોટમા હાજરી આપે તેવી શકયતા છે.

ગુજરાતમાં ૨૦મી એપ્રિલે ઉમેદવારી કર્યા બાદ ફોર્મ ચકાસણી અને ૨૨મીએ પરત ખેંચાયા બાદ ચૂંટણી કમિશને અધિકૃત કરેલા ઉમેદવારને પ્રચાર માટે પાંચમી મેને રવિવાર સુધી અર્થાત ૧૩થી ૧૫ દિવસ મળશે. પ્રચાર અને પ્રવાસ કમિટી સાથે જોડાયેલા પ્રદેશ ભાજપના ટોચના નેતાએ કહ્યુ કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી પાંચથી છ દિવસ ગુજરાતમાં ફાળવી શકે તેવુ આયોજન ચાલી રહ્યુ છે. જેમાં ચારેય ઝોનમાં આઠેક જેટલી ચૂંટણી સભાઓ અને અમદાવાદ, વડોદરા, સુરત જેવા મહાનગરોમાં તેમના રોડ– શોનું આયોજન વિચારણા હેઠળ છે. આખરી કાર્યક્રમ સત્તાવારપણે હવે પછી જાહેર કરવામાં આવશે.ચૂંટણી પ્રચાર પહેલા ૧૫ અને ૧૬ એપ્રિલ તેમજ ૧૮થી ૨૦મી એપ્રિલ વચ્ચે ઉમેદવારી ફોર્મ ભરતી વેળાએ પણ ભાજપ શાસિત રાયોના મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રીઓ પણ ગુજરાતના પ્રવાસે રહેશે.


પહેલા અને બીજા તબક્કામાં અધિકાંશ રાયો ભાજપ શાસિત છે. આથી, આવા રાયોના મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી, કેન્દ્રીય મંત્રીઓ અને રાષ્ટ્ર્રીય નેતાઓ પણ ૨૧ એપ્રિલથી પાંચમી મે સુધી ગુજરાતમાં ચૂંટણી પ્રચાર માટે આવશે. જેમના માટે લોકસભાના ઉમેદવારો, સ્થાનિક સંગઠનો પાસેથી સભા કે પ્રચાર માટે રોડ– શો સહિતના કાર્યક્રમોની માંગણી કરવામાં આવી રહી છે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application