રાજકોટ મહાપાલિકા દ્રારા મુખ્યમાર્ગેા ઉપર રેંકડી કેબિન રાખીને ધંધો કરતા ૯૦૦ ધંધાર્થીઓને હોકર્સ ઝોનમાં ભાડેથી જગ્યા ફાળવવા નિર્ણય કરાયો છે જેમાં પ્રતિ માસ .૫૦૦ ભાડું અને .૫૦૦ સફાઈ ચાર્જ એ મુજબ પ્રતિ માસ .૧૦૦૦ વસુલાશે.
રાજકોટ શહેરમાં ટ્રાફિક સમસ્યાનું એક કારણ મુખ્ય માર્ગેા ઉપર દબાણ કરી ઉભા રહેતા લારી–ગલ્લાવાળાઓ પણ રહ્યા છે. જેની સામે મહાપાલિકાના દબાણ હટાવ વિભાગ દ્રારા રોજે રોજ કાર્યવાહી કરવામાં આવી રહી છે. છતાં આજ સુધી આ સમસ્યાનો ઉકેલ આવ્યો નથી. ત્યારે ગઈકાલે જનરલ બોર્ડમાં હોકર્સઝોન માટે કમિટિની રચના કરવાની દરખાસ્ત મંજુર કરવામાં આવી છે. આથી મનપાએ અલગ અલગ હોકર્સઝોનમાં ૯૦૦ જગ્યા ઉપર લારી ગલ્લા મુકી ધંધો રોજગાર કરવા માટે ધંધાર્થીઓને જગ્યા ફાળવવાનો નિર્ણય લીધો છે. દરેક રોડ ઉપર ઉભા રહેતા દરેક લારી–ગલ્લાવાળાઓ વોકર્સઝોનમાં કાયમી જગ્યા માટે મનપાની દબાણ હટાવ શાખાનો સંપર્ક કરવા અનુરોધ કરવામાં આવ્યો છે.
રાજકોટ શહેરમાં મુખ્યમાર્ગેા ઉપરથી દરરોજ ૨૦ થી ૩૦ લારીગલ્લાઓ તેમજ પાથરણા, બોર્ડ–બેનર સહિતના દબાણો દૂર કરવામાં આવી રહ્યા છે. દબાણ હટાવ વિભાગની અલગ અલગ ટીમો દ્રારા સવારથી મોડી રાત સુધી સતત દબાણ હટાવ કામગીરી કરવી પડી રહી છે. જેમાં અનેક વખત ઘર્ષણો પણ થાય છે. છતાં આજ સુધી મુખ્યમાર્ગેા ઉપરથી દબાણો દૂર થઈ શકયા નથી. જેના લીધે સરકાર દ્રારા સ્ટ્રીટ વેન્ડર પોલીસી જાહેર કરાય છે. જે મુજબ દરેક હોકર્સઝોનનું સંચાલન કરવા માટે કમિટિ બનાવવામાં આવશે. જેમાં શહેરના ૮૭ હોકર્સ ઝોનના ધંધાર્થીઓ પૈકી છ ધંધાર્થીઓની ચૂંટણી યોજી તેમની નિમણુકં કરાશે તેવી જ રીતે આ કમિટિમાં મનપાના અધિકારી તેમજ સમિતિના પદાધિકારી તથા સંસ્થાના શ્રેીઓ સહિતનાનો સમાવેશ કરવામાં આવશે. જે આ વોકર્સઝોનને નિયમીત રીતે ચેક કરી તમામ કાર્યવાહી કરશે. પરંતુ વોકર્સઝોન ઘણા સમયથી શહેરમાં બની ગયેલા છે અને મનપા દ્રારા ફકત માસીક ા.૫૦૦ લઈને ધંધાર્થીને જગ્યા ફાળવવામાં આવી રહી છે. છતાં અમુક ચોક્કસ સ્થળે ઉભા રહેતા લારી ગલ્લાવાળાઓને અન્ય સ્થળે પોતાનો ધંધો નહીં ચાલે તેવી બીક હોવાનાકારણે આ પ્રકારના દબાણો દૂર થતાં નથી. હાલ અલગ અલગ વિસ્તારોમાં ૮૭ હોકર્સ ઝોન છે. જેમાં ૯૦૦થી વધુ જગ્યા ખાલી થયેલ છે. તે જગ્યા ઉપર નવા ધંધાર્થીઓને બેસાડવામાં આવે તેવો નિર્ણય લેવામાં આવ્યો છે.
મનપાના એસ્ટેટ વિભાગમાંથી પ્રા થયેલ વિગત મુજબ મનપા સંચાલિત ૮૭ હોકર્સઝોનનું સંચાલન ટુંક સમયમાં કમિટિ દ્રારા કરવામાં આવશે. ત્યાર બાદ રાજકોટ શહેરના મુખ્યમાર્ગેા તેમજ અન્ય સ્થળે નડતરપ તથા મનાપની માલીકીના પ્લોટ ઉપર દબાણો કરીને ઉભેલા તમામ ધંધાર્થીઓને હટાવવાની કડક ઝુંબેશ હાથધરવામાં આવશે. આથી હાલ મુખ્યમાર્ગેા ઉપર ઉભા રહીને ધંધો કરતા ધંધાર્થીઓએ દબાણ વિભાગની ઝુંબેશનો ભોગ ન બનવું હોય તો આગામી દિવસોમાં પોતાના વિસ્તારમાં આવેલ વોકર્સઝોનમાં જગ્યા નક્કી કરી દબાણ હટાવ વિભાગમાં આ જગ્યા માટે અરજી કરવાની રહેશે. ત્યાર બાદ દબાણ હટાવ વિભાગ કાયમી ધોરણે આ ધંધાર્થીને જગ્યા ફાળવી દર મહિને ા.૫૦૦ ભાડુ અને ા.૫૦૦ સફાઈ ચાર્જના વસુલશે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઅચાનક કેમ વધી ગરમી? ઠંડીની મૌસમમાં લોકો પાડી રહ્યા છે પરસેવો...જાણો કારણ
January 22, 2025 10:58 PMગુજરાતનો 'મણિયારો રાસ' રાષ્ટ્રીય સ્તરે ચમક્યો: ગણતંત્ર દિવસની ઉજવણીમાં ત્રીજો ક્રમ મેળવ્યો
January 22, 2025 10:54 PMઅમદાવાદ કોલ્ડપ્લે કોન્સર્ટ: 3800થી વધુ પોલીસ, સુરક્ષાથી લઈને સ્વાસ્થ્ય સુધીની તમામ તૈયારીઓ પૂર્ણ
January 22, 2025 10:51 PMIND vs ENG 1st T20: કોલકાતામાં ભારતે ઇંગ્લેન્ડને 7 વિકેટે હરાવ્યું, અભિષેક શર્માની વિસ્ફોટક ઇનિંગ
January 22, 2025 10:46 PMવૃંદાવનના યોગેશ્વર આશ્રમના મહંત મોહનપુરી સ્વામીનો મહામંડલેશ્વર તરીકે પટ્ટાભિષેક
January 22, 2025 10:38 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech