સંભવિત ભારે વરસાદની આગાહીના પગલે રાજ્યના સામાજિક ન્યાય અને અધિકારીતા તેમજ મહિલા અને બાળ કલ્યાણ મંત્રી તેમજ ભાવનગર જિલ્લા પ્રભારી મંત્રી ભાનુબેન બાબરીયા એ સિહોર તાલુકાના ભાણગઢ ગામની મુલાકાત લીધી હતી. જિલ્લાના પ્રભારી મંત્રીએ ગામની મુલાકાત લઇ ચોમાસા બાદ ગામ સુધીનો રસ્તો બનવાની જાહેરાત કરી હતી. આ ઉપરાંત પાળીયાદ પાસે પુલ બની જવાથી ચોમાસા દરમ્યાન પાણી ભરવાનો પ્રશ્ન ઉકેલાઈ જશે એવું જણાવ્યું હતું. આ તકે જિલ્લા કલેકટર આર. કે. મહેતા એ સિહોર તાલુકાના ભાણગઢ ગામની ચોમાસા દરમ્યાન થતી મુશ્કેલી અંગે માહિતી આપી હતી.ભાણગઢ ગામની મુલાકાત પહેલા મંત્રીએ સિહોર મામલતદાર કચેરી ખાતે તાલુકાના અધિકારીઓ અને પદાધિકારીઓ સાથે બેઠક યોજી હતી. આ તકે જિલ્લા વિકાસ અધિકારી જી.એચ સોલંકી, પોલીસ અધિક્ષક ડો. હર્ષદ પટેલ, આઇ.એ.એસ. અધિકારી આયુષી જૈન, પ્રાંત અધિકારી દિલીપસિંહ વાળા, મામલતદાર, આગેવાન ભરતભાઈ મેર સહિતના અધિકારીઓ અને પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationલોરેન્સ બિશ્નોઈને મોકલું? : સલમાન ખાનના પિતા સલીમ ખાનને બુરખો પહેરેલી મહિલાએ આપી ધમકી
September 19, 2024 06:30 PMઝાંસીના ખેડૂત માટે વરસાદ બન્યો આફત, જિલ્લા પ્રશાસને આપી મોટી રાહત
September 19, 2024 06:25 PMઘર, પૈસા, કપડાં,અનાજ બધું સળગાવી દીધું, હવે કેવી રીતે જીવીશું? નવાદા આગ પીડિતોએ ઠાલવી વ્યથા
September 19, 2024 06:17 PMચેતી જજો...બંગાળની ખાડીમાં ભયંકર ચક્રવાત સર્જાવાની સંભાવના, આ વિસ્તારોમાં થશે અસર
September 19, 2024 06:12 PMહવે ગૂગલ ખોલી નાખશે સિક્રેટ, જણાવી દેશે કે તમારો ફોટો AI જનરેટેડ છે કે રિયલ
September 19, 2024 06:10 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech