આતંકી પન્નુની હત્યાનું કાવતરું ઘડનાર ભારતીય આરોપીનું પ્રત્યાર્પણ કરાયુ

  • June 17, 2024 11:13 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


આતંકવાદી ગુરપતવંત સિંહ પન્નુની કથિત હત્યાના કાવતરાના આરોપી એવા ભારતીય નિખિલ ગુપ્તાનું અમેરિકા પ્રત્યાર્પણ કરવામાં આવ્યુ છે. આને અમેરિકાની મોટી જીત તરીકે જોવામાં આવી રહી છે. હાલમાં, 52 વર્ષીય ગુપ્તાને બ્રુકલિનના મેટ્રોપોલિટન ડિટેન્શન સેન્ટરમાં રાખવામાં આવ્યા છે.ભારતીય નાગરિક નિખિલ ગુપ્તાની કથિત રીતે ખાલિસ્તાન સમર્થક આતંકવાદી ગુરપતવંત સિંહ પન્નુની હત્યાની યોજના ઘડવા બદલ ચેક રિપબ્લિકમાં ધરપકડ કરવામાં આવી હતી. હવે એવા અહેવાલો આવ્યા છે કે અમેરિકા નિખિલના પ્રત્યાર્પણમાં સફળ રહ્યું છે. યુએસ ફેડરલ બ્યુરો ઓફ જેલ અને કેસ સાથે જોડાયેલા નિષ્ણાતોની વેબસાઈટ અનુસાર, 52 વર્ષીય ભારતીય નાગરિક નિખિલ ગુપ્તાને ચેક રિપબ્લિકથી અમેરિકા પ્રત્યાર્પણ કરવામાં આવ્યો છે.હાલમાં ગુપ્તાને બ્રુકલિનના મેટ્રોપોલિટન ડિટેન્શન સેન્ટરમાં રાખવામાં આવ્યા છે.
અમેરિકી અધિકારીઓને શંકા છે કે ગુપ્તા ગુરપતવંત સિંહ પન્નુની હત્યાના નિષ્ફળ આયોજનમાં સામેલ હતા.યુએસ ફેડરલ પ્રોસીક્યુટર્સે ગુપ્તા પર પન્નુની હત્યા માટે ભારતીય અધિકારી સાથે મળીને કાવતરું ઘડવાનો આરોપ મૂક્યો છે. રિપોર્ટ અનુસાર, ગુપ્તા ગયા વર્ષે ચેક રિપબ્લિકની રાજધાની પ્રાગ ગયો હતો, જ્યાં તેની ધરપકડ કરવામાં આવી હતી.

ભારત અને અમેરિકા વચ્ચે વાતચીતની સંભાવના
ફેડરલ પ્રોસિક્યુટર્સે આક્ષેપ કર્યો હતો કે ગુપ્તાએ પન્નુને મારવા માટે એક માણસને રાખ્યો હતો અને તેને 15,000 એડવાન્સ ચૂકવ્યા હતા. તેમનો આરોપ છે કે આમાં ભારત સરકારનો એક અધિકારી પણ સામેલ હતો, જેનું નામ લેવામાં આવ્યું નથી. ગુપ્તાનું પ્રત્યાર્પણ એવા સમયે થયું છે જ્યારે યુએસના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર જેક સુલિવાન સંવાદ માટે નવી દિલ્હીની મુલાકાત લેવાના છે.સુલિવાન તેમના ભારતીય સમકક્ષ અજીત ડોભાલ સાથે આ મુદ્દો ઉઠાવે તેવી શક્યતા છે. ભારતે આવી બાબતોમાં કોઈપણ સંડોવણીને નકારી કાઢી છે અને આરોપોની તપાસ શરૂ કરી છે. ગુપ્તાએ પણ તેમના એટર્ની મારફત આરોપોને નકારી કાઢતા કહ્યું કે તેમની સામે પક્ષપાતી રીતે આરોપો લગાવવામાં આવ્યા છે.


પન્નુએ શું કહ્યું?
ગયા વર્ષે સપ્ટેમ્બરમાં કેનેડાએ આરોપ લગાવ્યો હતો કે આતંકવાદી હરદીપ સિંહ નિજ્જરની હત્યામાં ભારતની ગુપ્તચર એજન્સી સામેલ છે. જૂન 2023માં કનામામાં ગુરુદ્વારાની સામે નિજ્જરની ગોળી મારીને હત્યા કરાઇ હતી. ગુરપતવંત સિંહ પન્નુની વાત કરીએ તો તેમની પાસે અમેરિકા અને કેનેડા બંનેની નાગરિકતા છે.


ગુપ્તાની અપીલ ફગાવી દીધી
પ્રત્યાર્પણ ટાળવા માટે ગુપ્તાની અરજી છતાં ચેક કોર્ટે ગયા મહિને તેની અપીલ ફગાવી દીધી હતી. આ પછી, ચેક જસ્ટિસ મિનિસ્ટર માટે તેમને અમેરિકા મોકલવાનો રસ્તો સાફ થઈ ગયો. અમેરિકા અને કેનેડામાં ખાલિસ્તાન સમર્થકોને નિશાન બનાવી હત્યાનું કાવતરું ઘડવામાં આવ્યું હોવાનો દાવો કરવામાં આવ્યો હતો.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application