જીએસટીએ જ દસ્તાવેજો ૩૦ દિવસમાં પરત ન અપાતાં વેપારીઓમાં નારાજગી

  • May 20, 2024 11:15 AM 

જીએસટી વિભાગ દ્રારા જ કરવામાં આવેલા દસ્તાવેજો ૩૦ દિવસમાં પરત ન કરવામાં આવતા વેપારીઓમાં નારાજગી વ્યાપી ગઈ છે. જીએસટી ના કાયદાને આવ્યા એને છ વર્ષ કરતાં પણ વધુ સમય થઈ ગયો છે તેમ છતાં પણ હજુ નિયમો અને જોગવાઈમાં અનેક મત મતાંતરો સાથે અવઢવ ઊભી થઈ રહી છે.

કરદાતાઓ માટે ઊભી થયેલી આ મુશ્કેલીઓને લઈને કરવેરા સલાહકારો દ્રારા રજૂઆતોનો ધોધ વહી રહ્યો છે. જેમાં જણાવ્યા મુજબ ૨૦૧૭ થી જીએસટી અમલમાં આવ્યું હતું પરંતુ આજ દિવસ સુધી સ્ટેટ અને સેન્ટ્રલ જીએસટીમાં અમલવારીમાં અનેક અસમાનતાઓ જોવા મળી રહી છે. ખાસ કરીને નોટિસથી લઈને ડોકયુમેન્ટ જ કરવા અને આ ડોકયુમેન્ટ પરત કરવા ની બાબતમાં બંને ડિપાર્ટમેન્ટમાં અલગ અલગ નિયમોની આંટીઘૂંટીમાં કરદાતાઓ ફસાઈ રહ્યા છે.જેમાં વેપારીઓના દસ્તાવેજ કયા કારણોસર જ કરવામાં આવ્યા છે તે અંગે સ્ટેટ જીએસટી કારણો આપતું નથી.


અને જેની સામે સેન્ટ્રલ જીએસટી કારણો સાથે જ કરે છે આ જ કરાયેલા ડોકયુમેન્ટ ૩૦ દિવસમાં પરત કરવાના નિયમોનું પણ ઉલ્લંઘન થઈ રહ્યું હોવાની ફરિયાદો ઉઠી છે. વેપારીઓને આપવામાં આવી રહેલી નોટિસોના કારણમાં અનેક અસમાનતાઓ સામે આવી છે. બંને વિભાગ તેમના નિયમોનું તેમની રીતે અર્થઘટન કરતા હોવાથી વેપારીઓને પરેશાની ભોગવી પડે છે. જીએસટી અને સેન્ટ્રલ જીએસટી ના મોબાઈલ ચેકિંગમાં પણ તફાવત ઉભો થયો છે અનેક કરદાતાઓને કારણ વિનાની નોટિસ મળતા ઉહાપો મચી જવા પામ્યો છે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application