આજથી હીરા ઉધોગ માટે મુશ્કેલી વધી શકે છે. જી–૭ દેશોના જૂથે ૧ માર્ચથી રશિયન ખાણોમાંથી એક કેરેટથી વધુ કદના હીરા પર પ્રતિબધં મૂકયો છે. જેના કારણે સુરતના હીરા ઉધોગને નવા સંકટનો સામનો કરવો પડી શકે છે. રશિયા–યુક્રેન યુદ્ધ પછી ઘણા દેશો તરફથી દબાણ બનાવવામાં આવી રહ્યું છે કે ભારતે રશિયન હીરાની આયાત ન કરવી જોઈએ. હવે જી–૭ દેશોના સમૂહે રશિયન હીરા ન સ્વીકારવાનો નિર્ણય લીધો છે.
જી૭ દેશો – યુએસ, યુકે, કેનેડા, જર્મની, ફ્રાંસ, ઇટાલી અને જાપાન – એ ૧ માર્ચ એટલેકે આજથી ૧ કેરેટ અને તેથી વધુના રશિયન મૂળના હીરાની આયાત પર પ્રતિબધં મૂકવાનો નિર્ણય કર્યેા છે સુરતના હીરા ઉધોગની સમસ્યા એ છે કે અહીં ઉત્પાદિત થતા મોટાભાગના હીરા અમેરિકા અને યુરોપ સહિત અનેક દેશોમાં નિકાસ થાય છે. રશિયાના હીરા પર પ્રતિબંધથી અહીંના હીરાના વેપાર પર નકારાત્મક અસર પડશે. આ ઉપરાંત, ઝિમ્બાબ્વે, દક્ષિણ આફ્રિકા અને કેનેડા જેવા ઘણા દેશોમાંથી હીરા આવે છે, પરંતુ ૩૦ ટકા સારી ગુણવત્તા અને મોટા કદના હીરા રશિયન ખાણોમાંથી આવે છે.
જેમ્સ એન્ડ વેલરી એકસપોર્ટ પ્રમોશન કાઉન્સિલના ચેરમેન વિપુલ શાહના મતે જી–૭ દેશોના નિર્ણયથી સુરતના હીરા ઉધોગ માટે મુશ્કેલી વધી શકે છે. હીરા ઉધોગકારો કહે છે કે સુરતમાં ઉત્પાદિત થતા હીરાની મોટાભાગે નિકાસ કરવામાં આવે છે. આમાં અમેરિકા સૌથી મોટો ગ્રાહક છે. આ સિવાય ફ્રાન્સ અને જાપાન પણ હીરાના મોટા ખરીદદાર છે.જી–૭ દેશોના નિર્ણયથી નિકાસમાં વધુ ઘટાડો થઈ શકે છે. એક તરફ, કુદરતી હીરા પહેલેથી જ ઘટી રહ્યા છે. આવી સ્થિતિમાં આ નિર્ણયની વધુ વિપરીત અસરો થશે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતનો 'મણિયારો રાસ' રાષ્ટ્રીય સ્તરે ચમક્યો: ગણતંત્ર દિવસની ઉજવણીમાં ત્રીજો ક્રમ મેળવ્યો
January 22, 2025 10:54 PMઅમદાવાદ કોલ્ડપ્લે કોન્સર્ટ: 3800થી વધુ પોલીસ, સુરક્ષાથી લઈને સ્વાસ્થ્ય સુધીની તમામ તૈયારીઓ પૂર્ણ
January 22, 2025 10:51 PMIND vs ENG 1st T20: કોલકાતામાં ભારતે ઇંગ્લેન્ડને 7 વિકેટે હરાવ્યું, અભિષેક શર્માની વિસ્ફોટક ઇનિંગ
January 22, 2025 10:46 PMવૃંદાવનના યોગેશ્વર આશ્રમના મહંત મોહનપુરી સ્વામીનો મહામંડલેશ્વર તરીકે પટ્ટાભિષેક
January 22, 2025 10:38 PMજામનગરમાં રાષ્ટ્રધ્વજની ખરાબ હાલત : જો આમ થાય તો ન જોઇએ હર ઘર તિરંગા
January 22, 2025 07:06 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech