પોરબંદરમાં સ્થાનિક લોકો માટે તેમજ અહી આવતા પ્રવાસી માટે ઉત્તમ સુવિધા સભર એવી ફર્ન રેસીડેન્સીનો પ્રારંભ થઇ ગયો છે ત્યારે ‘ધ ફર્ન’ ગ્રુપ ના અધિકારીઓએ એક પત્રકાર પરિષદ નું આયોજન કર્યું હતું જેમાં પોરબંદર માં હોટેલ શ થવાની ખુશી વ્યક્ત કરી હોટેલ અને ફર્ન ગ્રુપ અંગે માહિતી આપી હતી.
પોરબંદરમાં ‘ધ ફર્ન રેસીડેન્સી’ નામની હોટેલનો જન્નત બીચ સામે પ્રારંભ થઇ ગયો છે ત્યારે હોટેલના માલિક રાજભા જેઠવા તેમજ પંકજભાઈ મજીઠીયા અને તેમના ગ્રુપ દ્વારા હૃદયપૂર્વકનું ભાવભીનું આમંત્રણ આપવામાં આવ્યું હોવાથી પ્રેસ કોન્ફરન્સ યોજાઇ ત્યારે પોરબંદરના પત્રકારો ઉપસ્થિત રહ્યા હતા.
હોટલમાં યોજાયેલી પત્રકાર પરિષદમાં સૌ પ્રથમ હોટેલના સેલ્સ એન્ડ માર્કેટિંગના જનરલ મેનેજર કેવિન માર્તીસ, ઓપરેશન મેનેજર નીશીત નિશાંત, હોટેલના ઓનર રવિરાજસિંહ જેઠવા તથા પુનિતભાઈ બામણીયા, સંજયભાઈ ગોસ્વામી અને પત્રકાર અગ્રણી જયેશભાઈ જોશી, મહેશભાઈ લુક્કા, અને પરેશભાઈ પારેખ સહીતના અગ્રણી ઓ એ દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમની શઆત કરી હતી ત્યારે બાદ પરિષદ ની શઆત્ત કરતા હોટેલના સેલ્સ એન્ડ માર્કેટિંગ ના જનરલ મેનેજર કેવિન માર્તીસ એ જણાવ્યું હતું કે ધ ફર્ન હોટેલ એન્ડ રિસોર્ટસ ભારતની અગ્રણી પર્યાવરણનો ખ્યાલ રાખનારી હોટેલ ચેઈન છે અને તે ભારતની સૌથી ઝડપી વૃદ્ધિ પામતી હોટેલ બ્રાન્ડ્સમાંની આ એક છે. હાલમાં ભારત અને આંતર રાષ્ટ્રીય સ્તરે ધ ફર્ન , ધ ફર્ન રેસીડેન્સી, ધ ફર્ન હેબીટેટ, ઝીંક જર્ની બાય ધ ફર્ન અને બીકન હોટેલ્સના બ્રાંડ હેઠળ સોથી વધુ હોટેલ્સ અને રિસોર્ટસ સંચાલન હેઠળ છે અથવા ટૂંક સમયમાં ખુલવાની તૈયારીમાં છે આ કંપની સી. જી. હોસ્પીટાલીટીનો એક ભાગ છે જે સી. જી. કોર્પ ગ્લોબલના હોસ્પીટાલીટી વિભાગનું પ્રતિનિધિત્વ કરે છે ભારતમાં ફર્ન હોટેલ અને રિસોર્ટ એવું ગ્રુપ છે કે જે સૌથી પહેલા પર્યાવરણ નો ખ્યાલ રાખે છે આ પોરબંદર ની ફર્ન રેસીડેન્સી હોટેલ પણ એ ચેઈનનો જ એક ભાગ છે જેની શઆત થઇ ગઈ છે. ગુજરાતની આ ૩૧ મી ધ ફર્ન રેસીડેન્સી છે કે જેનું નિર્માણ પોરબંદર સોમનાથ રોડ પર ખુબ સુંદર સ્થળ પર થયું છે કે જ્યાં મોટાભાગ ના મમાંથી દરિયાઈ નજારો નિહાળી શકાય છે. પોરબંદરના એરપોર્ટ થી આ હોટેલ દસ કિલોમીટર દુર છે રેલ્વે સ્ટેશન અને નરસંગ ટેકરીથી આ હોટેલ માત્ર ૬ કિલોમીટર દુર છે અને એસ. ટી. બસ સ્ટેન્ડ થી પાંચ કિલોમીટર દૂર છે. મહાત્મા ગાંધી ની જન્મ ભૂમિ અને ઐતિહાસિક શહેર પોરબંદરમાં ધ ફર્ન રેસીડેન્સી ની શઆત ફર્ન ગ્રુપ માટે ખુબ જ ગૌરવની વાત છે ખાસ કરીને પર્યાવરણનું ધ્યાન રાખી અહી રોકાતા મહેમાનોને તમામ સુવિધા આરામદાયક રીતે મળી રહે દરિયાઈ નજારા સહિત કુદરતી વાતાવરણનો આનંદ ઉઠાવી શકે અને સુખદ અનુભવ લઇ ને જાય તેવું ગ્રુપ નું લક્ષ્ય છે તેમ જણાવી આશા વ્યક્ત કરી હતી કે અહી આવતા મહેમાનો ને પોતાની સફર દરમિયાન હોટેલ ની મુલાકાત ખુબ જ યાદગાર રહેશે બાદ માં ઓપરેશન મેનેજર નીશીત નિશાંત એ જણાવ્યું હતું કે આ હોટેલ માં આરામદાયક કહી શકાય તેવા ૪૫ જેટલા મ આવેલા છે કે જ્યાં હાઈસ્પીડનું વાઈફાઈ, એલ. ઈ. ડી. ટેલીવિઝન, ગ્રાહકોના કીમતી સમાન ની સેફટી માટે ડીજીટલ લોકર, અને મ માં જ ચા- કોફી બનાવવાની સુવિધા તેમજ પર્યાવરણ ને અનુકુળ બાથમ ની સુવિધા પણ ઉપલબ્ધ છે અહી ભગવાન ક્રિશ્ર્ના ના નામ થી ખુબ જ સુંદર રેસ્ટોરન્ટ આવેલું છે જે સવારે ૭-૦૦ થી રાતે ૧૧;૦૦ વાગ્યા સુધી સતત કાર્યરત રહે છે કે જે સ્વીમીંગ પુલ ના પાછળના દ્રશ્ય સાથે આ એવું રેસ્ટોરન્ટ છે કે જ્યાં બુફે સીસ્ટમ થી તેમજ આલા કાર્ટ ઓર્ડર તેમ બંને વિકલ્પો થી સ્વાદિષ્ટ ફૂડ મળી શકશે તો હોટેલ માં અંદર બહાર બંને તરફ બેસવાની સુંદર વ્યવસ્થા છે આ હોટેલ માં રોકાનાર મહેમાનો માટે ૨૪ કલાક ઇન મ ડાઈનીંગ ની સુવિધા પણ ઉપલબ્ધ કરાવી છે આ ધ ફર્ન રેસીડેન્સી માં અતિ આધુનિક સાધનો થી સજ્જ જીમ, સ્વીમીંગ પુલ, સામાજિક અને બિઝનેશ ફંક્શન માટે ૨,૩૭૮ ફૂટ નો વિશાળ બેન્કેટ હોલ, બાળકો માટે રમવાના સુંદર ચિલ્ડ્રન પ્લે એરિયાનું નિર્માણ કરવામાં આવ્યું છે આ તકે ખાસ રાજવી રિસોર્ટના ઓનર રવિરાજસિંહ રાજેન્દ્રસિંહ જેઠવા એ ખુશી વ્યક્ત કરતા જણાવ્યું હતું કે રાજવી રિસોર્ટ ના નવા બ્રાન્ડીંગ સાથે ધ ફર્ન હોટેલ્સ એન્ડ રિસોર્ટ ની અમારી ભાગીદારી ની જાહેરાત કરતા આનંદ ની અનુભૂતિ કરું છું અમને ભરોસો છે કે ફર્ન ગ્રુપ સાથે મળી ને અમે અમારા મહેમાનો ને આ ઐતિહાસિક સ્થળ અપ્રતિમ સેવા અને સ્નેહભર્યો આવકાર મળશે. ઉલ્લેખનીય છે કે ‘ધ ફર્ન ગ્રુપ’ દ્વારા ભારતભર માં ૧૦૮ જેટલી હોટેલ નો પ્રારંભ કરવામાં આવ્યો છે જેમાં ગુજરાત માં ૩૬ જેટલી હોટેલ છે તેમાં પોરબંદરનો પણ સમાવેશ થાય છે ખાસ કરી ને પોરબંદર ની આ ‘ધ ફર્ન રેસીડેન્સી’ નામની હોટેલમાં વિન્ટર ગ્રીન, કેટેગરી ના ૧૬ જેટલા મ છે તેમજ વિન્ટર ગ્રીન પ્રીમીયમ મ કેટેગરીના ૨૮ જેટલા મ આવેલા છે અને ફન ક્લબ સુઈટ કેટેગરી નો એક મ મળી આ હોટેલ માં ૪૫ જેટલા મ આવેલા છે તો ચિલ્ડ્રન પ્લે અરિયા પણ સુંદર આવેલો છે. ખાસ કરીને પોરબંદરની આ પહેલી હોટેલ છે કે જ્યાં સ્વીમીંગ પુલની ઉત્તમ સુવિધા છે. અહી રોકાતા મહેમાનો માટે ખાસ જીમ ની સુવિધા પણ અહી ઉપલબ્ધ છે. તો સ્વાદના શોખીનો માટે અહી ઉત્તમ પ્રકારના ભોજન પીરસતું સુંદર રેસ્ટોરન્ટ પણ આવેલું છે. તો સામે જ દરિયાઈ નજારો પણ આ હોટેલમાં થી સુંદર દેખાય છે. આ હોટેલની ખાસિયત એ છે કે અહી ના તમામ મમાંથી લોકો દરિયાઈ નજરો જોઈ શકે છે. આ હોટેલ ની હજુ તો શઆત જ થઇ રહી છે ત્યાં જ તમામ મ નું બુકિંગ પણ થઇ રહ્યું છે ત્યારે પોરબંદર ને આવી ઉતમ સુવિધા આપવા માટે લોકો રાજભા જેઠવા, અને પંકજ ભાઈ મજીઠીયા સહીતના ગ્રુપ ને અભિનંદન પાઠવી રહ્યા છે. ધ ફર્ન રેસીડેન્સી ની ભારતભર માં ૧૦૮ જેટલી હોટેલ ધરાવે છે.આ હોટેલ માં ૪૫ વિવધ કેટેગરી ના જેટલા મ આવેલા છે.હોટેલ માં સ્વીમીંગ પુલ અને જીમ ની સુવિધા પણ ઉપલબ્ધ છે. આ પત્રકાર પરિષદ માં પત્રકારો મોટી સંખ્યા માં ઉપસ્થિત રહ્યા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationપ્રદૂષણના કારણે પ્રાથમિક શાળાના વર્ગો આગામી આદેશ સુધી ઓનલાઈન, દિલ્હી મેટ્રોએ પણ મહત્વની કરી જાહેરાત
November 14, 2024 11:04 PMAAPના મહેશ કુમાર ખીંચી નવા મેયર બન્યા, ભાજપને 130 મત; રવિન્દ્ર ભારદ્વાજ બન્યા ડેપ્યુટી મેયર
November 14, 2024 10:03 PMદુનિયાને આ જોખમોથી બચાવશે નાસા અને ઈસરો, વાંચો શું છે મિશન NISAR, ટૂંક સમયમાં લોન્ચ કરવાની તૈયારી
November 14, 2024 09:59 PMભાવનગરમાં ત્રાટક્યું આવકવેરા વિભાગ, શહેરમાં 3 સ્થળો પર ઇન્કમટેક્સ વિભાગના દરોડા
November 14, 2024 09:58 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech