આ રાજ્યના મુખ્યમંત્રી સામાન્ય માણસથી લઈને અધિકારીઓ સુધી 5 દિવસમાં મળ્યા 1 લાખ લોકોને

  • June 17, 2024 09:51 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

છેલ્લા 5 દિવસમાં લગભગ 1 લાખ લોકો ઓડિશાના નવા મુખ્યમંત્રી મોહન ચરણ માઝીને મળ્યા છે. જેમાં રાજ્યના ખૂણે ખૂણેથી બાળકો, વૃદ્ધો, મહિલાઓ અને વિકલાંગોનો સમાવેશ થાય છે. મોહન ચરણ માઝીએ 12 જૂને ઓડિશાના નવા સીએમ તરીકે શપથ લીધા હતા. માઝી સીએમ બન્યા ત્યારે ઘણા લોકોએ તેમને અભિનંદન પાઠવતા સંદેશા મોકલ્યા હતા. રવિવારે સામાન્ય લોકો, સંસ્થાઓથી લઈને સરકારી અધિકારીઓ સુધીના દરેક લોકો સીએમ માઝીને તેમની ઓફિસમાં મળ્યા હતા. મુખ્યમંત્રી કાર્યાલય (CMO)  દ્વારા  આ માહિતી આપી છે.


મીટિંગ દરમિયાન મીડિયા સાથે વાત કરતા સીએમ માઝીએ કહ્યું કે ભગવાન જગન્નાથ અને ઓડિશાના 4.5 કરોડ લોકોના આશીર્વાદથી મને તેમની સેવા કરવાની અને રાજ્યના વિકાસ માટે કામ કરવાની જવાબદારી સોંપવામાં આવી છે. તેમને મળવાનો સમય બપોરે 3 વાગ્યાનો છે. તેમણે કહ્યું કે લોકો મને મળવા માટે સવારે 6 વાગ્યાથી લાઈનમાં ઉભા હતા, જ્યારે મેં તેમને મળવા માટે બપોરે 3 વાગ્યાનો સમય રાખ્યો હતો.


5 વર્ષના વિકાસની અસર 50 વર્ષ સુધી


મુખ્યમંત્રી માઝીએ જણાવ્યું હતું કે, અગાઉની સરકાર સમયની જરૂરિયાત મુજબ વિકાસ કાર્યો કરવામાં નિષ્ફળ રહી હતી. જેના કારણે અહીંના લોકોએ ભાજપને વોટ આપીને સત્તા પર બેસાડ્યો હતો. સીએમ માઝીએ કહ્યું કે તેઓ એક સામાન્ય પરિવારમાંથી આવે છે.


તેમણે કહ્યું કે મારી સરકાર ઓડિશાના 4.5 કરોડ લોકોની સેવા કરવા માટે પ્રતિબદ્ધ છે. અમારી સરકાર આગામી પાંચ વર્ષમાં લોકોના સહકારથી વિકાસના કામો કરશે, જેની અસર આગામી 50 વર્ષ સુધી રહેશે.


ઓડિશામાં 25 વર્ષ બાદ સરકાર બદલાઈ


ઓડિશામાં 25 વર્ષ બાદ સરકાર બદલાઈ છે. અહીં પહેલીવાર ભાજપને જંગી જનાદેશ મળ્યો છે. આદિવાસી નેતા મોહન ચરણ માઝી મુખ્યમંત્રી બન્યા છે. વિધાનસભાની ચૂંટણીમાં 147 બેઠકોમાંથી ભાજપને 78, બીજેડીને 51, કોંગ્રેસને 14, સીપીએમને 1 અને અન્યને 3 બેઠકો મળી છે. પૂર્વ મુખ્યમંત્રી નવીન પટનાયક એક સમયે એનડીએનો ભાગ હતા પરંતુ તેઓ 2009માં એનડીએથી અલગ થઈ ગયા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application