આમીર ખાને મુંબઈના પાલી હિલમાં લક્ઝરી પ્રોપર્ટી ખરીદી

  • June 28, 2024 12:11 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

અમિતાભ અને અભિષેક બાદ આમીર પણ સંપતિ ભેગી કરવાના મુડમાં

આમિર ખાને મુંબઈના પોશ વિસ્તારમાં કરોડોની કિંમતનો લક્ઝરી એપાર્ટમેન્ટ ખરીદ્યો છે આ સાથે તેની કુલ પ્રોપર્ટીની કિંમત 1862 કરોડ રૂપિયા પર પહોચી છે.
આમિર ખાને મુંબઈના પોશ વિસ્તાર પાલી હિલમાં એક લક્ઝરી પ્રોપર્ટી ખરીદી છે, જેની ચર્ચા થઈ રહી છે. અભિનેતાએ પાલી હિલ વિસ્તારમાં એક બિલ્ડિંગમાં એપાર્ટમેન્ટ ખરીદ્યું છે. તેની કિંમત 9 કરોડ રૂપિયાથી વધુ હોવાનું કહેવાય છે. આમિરના નવા એપાર્ટમેન્ટના દસ્તાવેજો ઉપલબ્ધ છે, જે જણાવે છે કે એપાર્ટમેન્ટની કિંમત 9.75 કરોડ રૂપિયા છે.આ એપાર્ટમેન્ટ પહેલેથી જ તૈયાર છે અને 1,027 ચોરસ ફૂટ છે. આ ડીલ 25 જૂને ફાઈનલ થઈ હતી, જેના માટે આમિર ખાને 30 હજાર રૂપિયાની રજિસ્ટ્રેશન ફી અને 58.5 લાખ રૂપિયાની સ્ટેમ્પ ડ્યુટી ચૂકવી હતી. આમિરનું આ નવું એપાર્ટમેન્ટ પાલી હિલ વિસ્તારમાં બેલા વિસ્ટા એપાર્ટમેન્ટ્સ નામની અપ-સ્કેલ બિલ્ડિંગમાં છે.

આમિર ખાનની પ્રોપર્ટી, મુંબઈનું ઘર અને ફાર્મહાઉસ
આમિર ખાન પહેલાથી જ બેલા વિસ્ટા એપાર્ટમેન્ટ્સ અને મરિના એપાર્ટમેન્ટ્સમાં ઘણી પ્રોપર્ટી ધરાવે છે. આ સિવાય અભિનેતાનું બાંદ્રામાં દરિયા કિનારે એક આલીશાન ઘર છે, જે 5 હજાર ચોરસમાં ફેલાયેલું છે. તેમાં બે માળ છે. ઘરમાં એક વિશાળ ખુલ્લો વિસ્તાર છે, જ્યાં પાર્ટીઓ અને ઇવેન્ટ્સ આરામથી યોજી શકાય છે. 2013માં આમિર ખાને પંચગનીમાં 7 કરોડ રૂપિયામાં એક ફાર્મહાઉસ ખરીદ્યું હતું, જે બે એકરમાં ફેલાયેલું છે.આ સિવાય આમિર ખાને કેટલીક કોમર્શિયલ પ્રોપર્ટીમાં પણ રોકાણ કર્યું છે. કેટલાક રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવ્યો છે કે આમિર ખાન પાસે ઉત્તર પ્રદેશના હરદોઈમાં 22 ઘર છે. રિપોર્ટ્સ અનુસાર, આમિર ખાનની કુલ સંપત્તિ 1862 કરોડ રૂપિયા છે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application