શાહરુખની અદલોઅદ્લ નકલ કરી ઓસ્ટ્રેલિયન મહિલા કેપ્ટને બાજી મારી

  • February 23, 2024 10:20 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


આજથી WPLમાં બોલિવૂડ સ્ટાર્સનો મેળાવડો જોવા મળશે


ચિન્નાસ્વામી સ્ટેડિયમ ખાતે આજે સાંજે વધુ એક બ્લોકબસ્ટર પ્રદર્શન આપવા માટે શાહરુખની ટીમ તૈયાર છે. WPL 2024ની ઓપનિંગ સેરેમનીમાં શાહરૂખ ખાન ‘જવાન’ અને ‘પઠાણ’ના ગીતો પર ડાન્સ કરતો જોવા મળશે. ત્યારે  અભિનેતા સ્ટેડિયમ પહોંચ્યો હતો અને ત્યાં હાજર મહિલા ખેલાડીઓને આશ્ચર્યચકિત કરી દીધા. અભિનેતા રિહર્સલ કરતો જોવા મળ્યો હતો. આ રિહર્સલ પછી તે ત્યાં હાજર ખેલાડીઓને મળ્યો અને ઓસ્ટ્રેલિયાની કપ્તાન સાથે આઈકોનિક પોઝ કરી બધાના દિલ જીતી લીધા હતા

ગ્લોબલ સ્ટાર શાહરૂખ ખાન પોતાની હાજરીથી દરેક ઈવેન્ટને વધુ ખાસ બનાવી દે છે. તેમની હાજરી ઇવેન્ટમાં લોકોને ખુશ કરી દે છે. એક સમયે શાહરૂખે ચાહકોનું દિલ જીતી લીધું છે. તે WPL 2024ની ઓપનિંગ સેરેમનીમાં લાઈવ પરફોર્મ કરતો જોવા મળશે. 


ડાન્સ રિહર્સલનો વીડિયો વાયરલ થયો છે

WPL 2024ની ઓપનિંગ સેરેમનીમાં શાહરૂખ ખાન ‘જવાન’ અને ‘પઠાણ’ના ગીતો પર ડાન્સ કરતો જોવા મળશે. શાહરૂખ ખાન ગઈ કાલે સફેદ ટી-શર્ટ અને કાર્ગોમાં પ્રેક્ટિસ કરતો જોવા મળ્યો હતો. આ સમય દરમિયાન માસ્ટર મર્સી તેને ટ્રેનિંગ આપતા જોવા મળ્યા હતા. આ રિહર્સલ પર્ફોર્મન્સ જોઈને સ્પષ્ટ થાય છે કે શાહરૂખ ખાન પોતાના કિલર મૂવ્સથી ભીડને આગ લગાવવા જઈ રહ્યો છે. હવે આ ડાન્સ રિહર્સલનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.


શાહરૂખે દિલ જીતી લીધું

WPLના ટ્વિટર હેન્ડલ પર વધુ એક વીડિયો પોસ્ટ કરવામાં આવ્યો છે. આમાં અભિનેતા તમામ મહિલા ખેલાડીઓને મળતો જોવા મળે છે. તેણે મુંબઈ ઈન્ડિયન પલ્ટન અને દિલ્હી કેપિટલ્સની ટીમ સાથે વાતચીત કરી. સૌરભ ગાંગુલી સાથેની તેમની મુલાકાત પણ આ વીડિયોમાં જોઈ શકાય છે. આ ઉપરાંત, તે ઓસ્ટ્રેલિયન મહિલા કેપ્ટન મેગ લેનિંગને તેના આઇકોનિક આર્મ્સ-સ્ટ્રેચિંગ પોઝ શીખવતો પણ જોવા મળ્યો હતો. આ વીડિયો પોસ્ટ કરતી વખતે કેપ્શન આપવામાં આવ્યું હતું, ‘કિંગ્સ મીટ ક્વીન્સ.’


આ સ્ટાર્સ પણ જોવા મળશે

WPLની બીજી આવૃત્તિ આજે સાંજે 6:30 વાગ્યે શરૂ થશે. સિદ્ધાર્થ મલ્હોત્રા અને કાર્તિક આર્યનના ડાન્સ પરફોર્મન્સ બાદ આ લીગની નવી સિઝનની પ્રથમ મેચમાં મુંબઈ ઈન્ડિયન્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે ટક્કર થશે. ઓપનિંગ સેરેમનીની વાત કરીએ તો શાહરૂખ ખાન સિવાય કાર્તિર આર્યન અને શાહિદ કપૂર જેવા બોલિવૂડ સ્ટાર્સ શાનદાર પરફોર્મન્સ આપતા જોવા મળશે. WPL 2024ના ઓપનિંગ સેરેમનીમાં વરુણ ધવન અને ટાઈગર શ્રોફ પણ પરફોર્મ કરશે. આવી સ્થિતિમાં WPLમાં બોલિવૂડ સ્ટાર્સનો મેળો જોવા મળશે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application