અરબી સમુદ્રમાં સખળડખળ શરૂ: ઠંડી વધશે

  • December 08, 2023 12:58 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

અરબી સમુદ્રમાં સાઉથ ઇસ્ટ દિશામાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સર્જાવા પામ્યું છે અને તેના કારણે નોર્થ વેસ્ટના રાજ્યોમાં આગામી બે થી ત્રણ દિવસમાં લઘુતમ તાપમાનનો પારો ત્રણથી ચાર ડિગ્રી જેટલો નીચે ઉતરશે તેવી ચેતવણી હવામાન ખાતા દ્વારા આપવામાં આવી છે.હવામાન ખાતાના જણાવ્યા મુજબ હરિયાણામાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને સાથોસાથ સાયકલોનિક સર્ક્યુલેશન જોવા મળે છે. આ બંને સિસ્ટમની વચ્ચે દરિયાની સપાટીથી 1.5 થી 3.5 કીલોમીટર વચ્ચેના ગાળામાં ટ્રફ જોવા મળે છે અને તેના કારણે પણ ઠંડી વધશે તેવું લાગે છે. આ સિસ્ટમના કારણે અત્યારે જમ્મુ કશ્મીર લદાખ અને હિમાલયન રીજીયનમાં ભારે બરફ વષર્િ સાથે વરસાદ પડી રહ્યો છે.

આજે સમગ્ર રાજ્યમાં સૌથી નીચું તાપમાન નલિયામાં 10 ડિગ્રી નોંધાયું છે. રાજકોટમાં 15.2 વેરાવળમાં 19.9 પોરબંદરમાં 19.3 અમરેલીમાં 17 ભાવનગરમાં 18.8 અને ભુજમાં 14.4 ડિગ્રી લઘુતમ તાપમાન રહ્યું છે. ગુજરાતના અન્ય વિસ્તારની વાત કરીએ તો અમદાવાદમાં 17.8 વડોદરામાં 18 ગાંધીનગર 15.6 ડિગ્રી લઘુતમ તાપમાન રહ્યું છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application