વેરાવળના આદ્રી ગામે રવિવારે આહિર સમાજનો સમૂહ લગ્નોત્સવ યોજાશે

  • February 16, 2024 10:28 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

વેરાવળ તાલુકાના આદ્રી ગામે દર વર્ષની જેમ આ વર્ષ પણ આહિર સમાજના ૨૦માં સમુહ લગ્નોત્સવનું આયોજન આગામી તા.૧૮ ને રવિવારે કરવામાં આવેલ છે. આ સમુહ લગ્નોત્સવમાં સંતો-મહંતો તેમજ મંત્રીઓ તા આહિર સમાજ સહીત દરેક સમાજના આગેવાનો ઉપસ્તિ રહેનાર છે.
​​​​​​​
આદ્રી ગામે આવેલ મહાકાળી માતાજીના મંદિરની બાજુના પટાંગણમાં આહિર સમાજ આયોજીત આ ૨૦માં સમુહ લગ્નોત્સવમાં ૩૩ યુગલો પ્રભુતામાં પગલા માંડનાર છે. આ સમુહ લગ્નોત્સવમાં ક્ધયાઓને રાઘાકૃષ્ણનો ફોટો, જીવન સંદેશ તા દ્યર વપરાશની ર૩ જેટલી ચીજ-વસ્તુઓ આપવામાં આવનાર છે. તા.૧૮ને રવિવારે સવારે શુભ ચોદ્યડીયે મંડપ રોપણ બાદ સાંજે ચાર કલાકે જાન આગમન અને રાત્રીના જાન વિદાય કરવામાં આવનાર છે. આ તકે સંતો-મહંતો તેમજ મંત્રીઓ તા આહિર સમાજ સહીત દરેક સમાજના આગેવાનો ઉપસ્તિ રહી નવદંપતિઓને આર્શીવાદ પાઠવનાર છે.
આ સમુહ લગ્નોત્સવના આયોજનને સફળ બનાવવા સોમનાના પૂર્વ ઘારાસભ્ય અને આદ્રી ગામના વતની રાજશીભાઇ જોટવાના માર્ગદર્શન હેઠળ મહાકાળી ગૌ શાળા ટ્રસ્ટ-આદ્રીના યુવાનો જહેમત ઉઠાવી રહેલ છે. આ પ્રસંગે સંતો-મહંતો તા આહિર સમાજ સહીત દરેક સમાજના અગ્રણીઓ નવદંપતિઓને આર્શીવાદ પાઠવવા ઉપસ્તિ રહેવા એક યાદીમાં જણાવેલ છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application