ભારત બંધના અનુસુચિત જાતિ સમાજના એલાનમાં પોરબંદરમાં વિશાળ રેલી યોજાઇ હતી તેમજ અમુક ધંધાથીઓએ પણ વેપાર ધંધા બંધ રાખ્યા હતા તથા મીડિયા સહિત પોલીસ અને તંત્રએ પણ સહકાર આપ્યો હોવાથી સૌનો આભાર માનવામાં આવ્યો હતો.
પોરબંદર સમસ્ત અનુસૂચિત જાતિ સમાજના જિલ્લા પ્રમુખ સુમનભાઈ બેચરભાઈ ચાવડાએ જણાવ્યું હતું કે,દેશની વડી અદાલત સુપ્રીમ કોર્ટમાં સાત જજોની બનેલ કમિટી એ તા.૧.૮.૨૦૨૪ ના રોજ એસ.સી, એસ.ટી, સમાજના વર્ગીકરણ કરતો ચુકાદો આપ્યો હતો.તેમના વિદ્ધમાં ભારત બંધના એલાનમાં પોરબંદર જિલ્લા બાર એસોસિયેશન દ્વારા કોર્ટમાં ઠરાવ કરી રાષ્ટ્રપતિને કલેકટર પોરબંદરને બાર એસોસિયેશનના વકીલો સાથે રહીને આવેદન આપવામાં હાજર રહ્યા હતા તેમજ પોરબંદર જિલ્લાના પોલીસ અધિકારીઓ અને પોલીસ સ્ટાફ અને તમામ સમાજના સંગઠનોની અથાગ મહેનત અને લગનથી બંધના એલાનને સફળ બનાવવા મદદ કરી અનુસુચિત જાતિ અનુસુચિત જનજાતિના અલંગ સંગઠનોએ સાથે રહીને મહેનત કરી બંધને સફળ બનાવવા પ્રયત્નશીલ રહ્યા તે તમામ લોકોનો હદયથી આભાર વ્યક્ત કરું છું સમસ્ત અનુસુચિત જાતિ સમાજ પ્રમુખ સુમનભાઈ બેચરભાઈ ચાવડાએ સૌનો આભાર વ્યક્ત કર્યો હતો.અનુસુચિત જાતિ સામાજિક કાર્યકર બાબુભાઈ પાંડાવદરા, સાજણભાઇ મકવાણા, હરદાસભાઇ સાદિયા, મેણંદભાઇ શીંગરખીયા, રમેશભાઈ સાદિયા, જેઠાભાઇ ચાવડા, મગનભાઈ સાદિયા, બીપીનભાઈ, ધવલભાઈ, કાનજીભાઈ મંગેરા, ભરતભાઈ શીંગરખીયા,વૃજલાલ સાદિયા મગનભાઈ ચાવડા, પુંજાભાઈ પાંડાવદરા, એડવોકેટ કિરીટભાઇ સાદિયા, ચનાભાઇ પાંડાવદરા, ભાવેશભાઈ, માલદેભાઇ લીંબોલા, લાખાભાઇ લીંબોલા, વગેરે સામાજિક કાર્યકરનો આભાર સમસ્ત અનુસુચિત જાતિ સમાજ પ્રમુખ સુમનભાઈ બેચરભાઈ ચાવડા વ્યક્ત કર્યો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતનો 'મણિયારો રાસ' રાષ્ટ્રીય સ્તરે ચમક્યો: ગણતંત્ર દિવસની ઉજવણીમાં ત્રીજો ક્રમ મેળવ્યો
January 22, 2025 10:54 PMઅમદાવાદ કોલ્ડપ્લે કોન્સર્ટ: 3800થી વધુ પોલીસ, સુરક્ષાથી લઈને સ્વાસ્થ્ય સુધીની તમામ તૈયારીઓ પૂર્ણ
January 22, 2025 10:51 PMIND vs ENG 1st T20: કોલકાતામાં ભારતે ઇંગ્લેન્ડને 7 વિકેટે હરાવ્યું, અભિષેક શર્માની વિસ્ફોટક ઇનિંગ
January 22, 2025 10:46 PMવૃંદાવનના યોગેશ્વર આશ્રમના મહંત મોહનપુરી સ્વામીનો મહામંડલેશ્વર તરીકે પટ્ટાભિષેક
January 22, 2025 10:38 PMજામનગરમાં રાષ્ટ્રધ્વજની ખરાબ હાલત : જો આમ થાય તો ન જોઇએ હર ઘર તિરંગા
January 22, 2025 07:06 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech