ઇન્ડીયન રેડ ક્રોસ સોસાયટી દ્વારા ગર્વમેન્ટ ડેન્ટલ કોલેજમાં યોજાયો થેલેસેમીયા ચેક અપ કેમ્પ

  • November 21, 2023 11:14 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

થેલેસેમીયા કોઈ બીમારી નથી, તે લોહી સંબંધિત ખામી છે અને આ    લોહી સંબંધિત ખામી વ્યક્તિના જીવનમાં સમસ્યા ઉભી કરી શકે. પતિ- પત્ની બન્ને થેલેસેમીયા માઈનોર, કે એક થેલેસેમીયા મેજર હોય તો તેના સંતાનો થેલેસેમીયા મેજર થવાની શક્યતા વધુ રહે છે. થેલેસેમીયા ગ્રસ્ત બાળકો ને સમયાંતરે લોહી બદલાવવુ પડે છે.  આથી જ લગ્ન પૂર્વે કુંડળી તથા થેલેસેમીયાની તપાસ જરૂરી હોય છે.  ઇન્ડીયન રેડ ક્રોસ સોસાયટી જામનગર શાખા દ્વારા ’ગર્વમેન્ટ ડેન્ટલ કોલેજ ’ના વિધાર્થીઓનું થેલેસેમીયા ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવેલ. આ કાર્યક્રમમાં ઇન્ડીયન રેડ ક્રોસ સોસાયટી જામનગર શાખાના  ચેરમેન બીપીનભાઈ ઝવેરી, થેલેસેમીયા  કમીટીના ચેરમેન દિપાબેન સોની, નિરંજનાબેન વિઠલાણી ઉપસ્થિત રહ્યા હતા. ગર્વમેન્ટ ડેન્ટલ કોલેજના ડીન ડો. નયનાબેન પટેલ તથા ડો. સેજલબેન શાહ.   ઉપસ્થિત રહ્યા હતા. આ કેમ્પમાં કુલ ૨૧૫ વિદ્યાર્થીઓએ થેલેસેમીયા ચેક અપ કરાવ્યું હતું.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application