ગાંધીનગરના માણસા તાલુકામાં દલિત યુવકનો વરઘોડો કાઢવા મામલે ગામના એક સમાજના કેટલાક યુવકોએ હોબાળો મચાવ્યો હતો. વરરાજાને વરઘોડા પરથી નીચે ઉતારીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી અને જાતિસૂચક શબ્દો પણ ત્રણ જેટલા યુવકોએ કહ્યા હતા. આ મામલે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાતા પોલીસ દોડતી થઈ ગઈ હતી. આ ત્રણ શખ્સો એ જાનૈયાઓને લાફા મારી જાનથી મારી નાખવાની ધમકી આપતા ફરિયાદ કરવામાં આવી હતી. તો બીજી બાજુ લગ્ન પ્રસંગ પૂર્ણ થયા બાદ વરઘોડામાં તોફાન મચાવનાર શખ્સો સામે ફરિયાદના પગલે શૈલેષ સરતાનજી ઠાકોર જયેશકુમાર જીવણજી ઠાકોર સમીરકુમાર દિનેશજી ઠાકોર અને અશ્વિનકુમાર રજુજી ઠાકોર નામના ચાર શખ્સોની અટકાયત કરવામાં આવી છે.
કલોલના યુવકના ગાંધીનગરના માણસા તાલુકામાં આવેસા ચડાસણા ગામની યુવતી સાથે લગ્ન નક્કી કયર્િ હતા. જેને લઈને પરિજનો તથા સંબંધીઓ જાન લઈને ગામમાં પહોંચ્યા હતા. આ બાદ ડીજે સાથે વરરાજાને ઘોડી પર બેસાડ્યા હતા. જાન દૂધની ડેરી પાસે પહોંચતા જ બાઈક પર એક યુવક આવ્યો અને વરરાજાને ઘોડી પરથી નીચે ઉતારીને કહેવા લાગ્યો કે, તમને વરઘોડો કાઢવાના ગામના રિવાજની ખબર નથી? તમારે વરઘોડો કાઢવા અમારી પરમીશન લેવી પડે. ઘોડા ઉપર ઠાકોર જ બેસી શકે. તેમ કહીને જાતિ સૂચક શબ્દો કહીને અપશબ્દો કહ્યા હતા.
બાદ અન્ય 3 જેટલા યુવકો પણ ત્યાં આવ્યા હતા અને ચારેય વ્યક્તિઓએ મળીને ગામમાંથી ઘોડી અને ડીજેવાળાને ધમકી આપીને ભગાડી દીધા હતા. અપશબ્દો બોલવાની ના પાડતા અજાણ્યા વ્યક્તિએ વરરાજાના કાકાના દીકરીને લાફો મારી દીધો હતો. વરરાજાને પ્રાઈવેટ કારમાં બેસીને લગ્ન સ્થળે લઈ જવાનો પ્રયાસ કરતા તેમાં પણ રોક્યા હતા અને અપશબ્દો બોલાવા લાગ્યા હતા. સંબંધીઓએ જ્યારે આ ઘટનાનો વીડિયો ઉતાર્યો તો તેમને પણ મારી નાખવાની ધમકી આપી હતી. ઘટનાને પગલે પોલીસ પણ દોડી આવી હતી. સમગ્ર મામલે માણસા પોલીસ સ્ટેશનમાં અજાણ્યા 4 વ્યક્તિઓ વિરુદ્ધ જાતિ વિષયક શબ્દો ઉચ્ચારી જાનથી મારી નાખવાની ધમકી આપવા બદલ ફરિયાદ નોંધાવાઈ હતી. બાદમાં આચાર્ય લોકોની અટકાયત કરવામાં આવી છે અને માણસા પોલીસમાં ગુનો નોધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઇઝરાયેલમાં અંધાધૂંધ ગોળીબારમાં મહિલાનું મોત, અનેક ઘાયલ
October 06, 2024 08:27 PMIND W vs PAK W: ભારતીય ટીમે પાકિસ્તાનને 6 વિકેટથી હરાવ્યું
October 06, 2024 08:25 PMનરેન્દ્ર મોદીના નેતૃત્વ અને માર્ગદર્શનમાં ગુજરાતની વણથંભી વિકાસ યાત્રાના સફળ 23 વર્ષ પૂર્ણ
October 06, 2024 07:01 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech