સામાન્ય રીતે ઉપયોગમાં લેવાતી શરદી, ઉધરસ અને દુ:ખાવાની ત્રણ દવાઓ હવે તપાસના દાયરામાં સંપડાઈ છે. કેન્દ્રીય દવા નિયામકે આ દવાઓ બનાવતી કંપનીઓને તેની અસર તથા સુરક્ષા તપાસ માટે નવેસરથી ટ્રાયલ કરવા કહ્યું છે. આ એ દવાઓ છે જે અનેકવાર શરદી–ઉધરસ વખતે અપાય છે. આ ઉપરાંત ફિકસડ ડોઝ કોમ્બિનેશનમાં ઉપલબ્ધ એક પેઈનકિલર ડ્રગ પણ તપાસના ઘેરામાં છે.
માહિતી અનુસાર આ દવાઓનું વેચાણ છેલ્લાં ૩૦ વર્ષ કરતાં પણ વધુ સમયથી થઈ રહ્યું હતું. એક સિંગલ ડોઝ આપવા બે કે તેનાથી વધુ દવાઓને મિલાવીને આપવાને ફિકસડ ડોઝ કોમ્બિનેશન કહેવાય છે.એક અહેવાલ અનુસાર શરદી અને ઉધરસની જે દવાઓનું સુરક્ષા આકલન કરવા માટે નવેસરથી ટ્રાયલ કરવા સૂચન કરાયું છે તેમાંથી એકમાં પેરાસિટામોલ (એન્ટી પાયરેટિક), ફિનાઈલનફ્રાઈન હાઈડ્રોકલોરાઈડ (નાક સંબંધિત શરદી–ઉધરસની દવા) અને કેફિન એનહાઈડ્રસ (પ્રોસેસ્ડ કેફિન) યુકત દવાઓ સામેલ છે. બીજી દવામાં કેફિન એન હાઈડ્રસ, પેરાસિટામોલ, હાઈડ્રોકલોરાઈડ અને કલોરફેનિરામાઇન મેલેટ (એન્ટી એલર્જી) દવા સામેલ છે.
સેન્ટ્રલ ડ્રગ રેગ્યુલેટર ઓથોરીટી એ ત્રીજી દવા એટલે કે પેઇન કિલર દવા માટે પોસ્ટ માર્કેટિંગ નિરીક્ષણની સલાહ આપી હતી જેથી તેની સુરક્ષા અને અસરને લઈને ડેટા તૈયાર કરી શકાય. આ દવા નોન સ્ટેરોઈડલ એન્ટી ઈન્લેમેટરી ડ્રગ હેઠળ આવે છે. આ દવામાં પેરાસિટામોલ, પ્રોપીફેનાજોન (એક એનાલ્જેસિક અને એન્ટીપાયરેટિક) અને કેફિન હોય છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationધ્રોલના હરીપર ગામે સોલારના કોપર વાયરની ચોરી, શું બોલ્યા ડીવાયએસપી...?
December 23, 2024 12:54 PMરણજીતસાગર રોડ પર ગેરકાયદે દુકાનોના બાંધકામ પર બુલડોઝર
December 23, 2024 12:32 PMજામનગરમાં ઘુઘરા વહેંચતા યુવાને મેળવ્યુ બીએસએફમાં સ્થાન
December 23, 2024 12:29 PMદ્વારકામાં 1108 આહિર બાળકો દ્વારા ભગવદ્ ગીતાના શ્ર્લોકોનું સમૂહ પઠન
December 23, 2024 12:22 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech