સચાણાના વિકાસ માટે ટેન્ડરો બહાર પડ્યા

  • November 29, 2024 01:33 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ગુજરાત સરકાર મત્સ્યોદ્યોગ કમિશનર કચેરી દ્વારા ટેન્ડર બહાર પાડવામાં આવ્યુ


ગુજરાત સરકાર દ્વારા 2024ના અંતિમ તબકકામાં તેમજ 2025 ના નવા વર્ષનાં જામનગર સચાણા ખાતે આવેલ ફીશ લેન્ડીંગ સેન્ટરમાં રીપેરીંગ અને અપગ્રેડેશન નું વર્ક શરુ કરવામાં આવશે તેના માટેની ટેન્ડર પ્રક્રિયા શરુ કરવા માટે ગુજરાત સરકાર મત્સ્યોદ્યોગ કમિશનર કચેરી દ્વારા જાહેર કરવામાં આવ્યુ છે. ટેન્ડર બહાર પાડવાની તારીખ, ફી ભરવાની તારીખ તેમજ એપ્લીકેશન ફોર્મ ભરવાની તારીખ, બીડ ખોલવાની તારીખ અને સમયની જાહેરાત કરવામાં આવી છે. ઘણા સમયથી સચાણા ખાતે આવેલ મત્સ્યોદ્યોગ કેન્દ્રમાં રીપેરીંગ માટેની માંગ હતી તેને ઘ્યાનમાં લઇ મત્સ્યોદ્યોગ કમિશનર દ્વારા ટેન્ડર બહાર પડાઇ ગયા છે. રીપેરીંગ અને અપગ્રેડેશન વર્ક માટે ગુજરાત મત્સ્યોદ્યોગ દ્વારા સચાણા મત્સ્યોદ્યોગ ફીશ લેન્ડીંગ સેન્ટરના ા. 4,70,39,028 ની ફાળવણી કરવામાં આવી છે.


મત્સ્યોદ્યોગ કમિશનર કચેરી ગુજરાત દ્વારા નવા વર્ષે જામનગર સચાણા ખાતે મત્સ્યોદ્યોગ ફીશ લેન્ડીંગ સેન્ટરના રીપેરીંગ માટે તેમજ સેન્ટરનુ અપગ્રેડેશન વર્ક માટેનુ ટેન્ડર પ્રક્રિયા આજથી શરુ કરવામાં આવ્યુ છે. ા. 4 કરોડ અને 70 લાખના ખર્ચે સચાણા મત્સ્ય કેન્દ્ર રીપેરીંગ અને અપગે્રડશેન થશે. તા.28-11-2024 ગુવાર બીડ ડોકયુમેન્ટ ડાઉનલોન્ડીંગ શરુ કરવામાં આવશે જે પણ વેપારીઓ કે મચ્છી વેચાણ કરતા વેપારીઓ ટેન્ડર પ્રક્રિયામાં ભાગ લેવા ઇચ્છતા હોય તે લોકો આજથી આ પ્રક્રિયામાં ભાગ લઇ શકશે તેમજ તા.27-12-2024 સાંજે 6 વાગ્યા સુધી બીડ ડોકયુમેન્ટ ભરવાનુ અંતિમ તારીખ બહાર પડાઇ છે. ટેન્ડર પ્રક્રિયામાં ભાગ લેતા વેપારીઓને ટેન્ડરની ફી ા. 6000 જાહેર કરાઇ છે.


મત્સ્યોદ્યોગ રીપેરીંગ અને અપગ્રેડેશન વર્કની ટેન્ડરની પ્રકિયામાં ભાગ લેનાર વેપારીઓની મત્સ્યોદ્યોગ કમિશનર દ્વારા જણાવવામાં આવે છે કે આર.પી.એ.ડી./ સ્પીડ પોસ્ટ દ્વારા એપ્લીકેશન ફી તથા દસ્તાવેજ રજુ કરવાના રહેશે તેમજ તેમના માટે તા.7-1-2025 સાંજે 6 વાગ્યા સુધી સમય મર્યિદિત જાહેર કરવામાં આવે છે. ત્યારબાદ સંપૂર્ણ પ્રકિયા પૂર્ણ થયા બાદ બીડ ખોલવાની પ્રક્રિયા તા.8-1-2025 ના બપોરે બાર વાગ્યા બાદ શરુ કરવામાં આવશે. જો કોઇ પણ તકનીકી ખામી નહી હોય અને અનુકુળ હશે તો જ કરવામાં આવશે તેમજ શકય હશે તો જ આ પ્રક્રિયા શ કરાશે.  રીપેરીંગ અને અપગ્રેડેશન વર્ક ઓફ ફીશ લેન્ડીંગ સેન્ટર સચાણા જામનગરની ટેન્ડર પ્રક્રિયામાં ભાગ લેતા વેપારીઓએ આ તમામ પ્રક્રિયા માત્ર 15 મહિનામાં પૂર્ણ કરવાની રહેશે. ચોમાસા દરમ્યાન પણ આ પ્રક્રિયા શ રહેશે. તેમ મત્સ્યોદ્યોગ કમિશનર કચેરી દ્વારા જાણ કરવામાં આવી છે.


ગુજરાત રાજય મત્સ્યોદ્યોગ કમીશનર દ્વારા જણાવ્યા અનુસાર ડાઉનલોડીંગ ટેન્ડર ડોકયુમેન્ટ અને પ્રાઇઝબીડનુ સબમીશન માત્ર ઝયક્ષમયિ.ક્ષઙજ્ઞિભીયિ.ભજ્ઞળ મારફતે ઇલેકટ્રોનીક ફોર્મેટમાં જ આપવાનુ રહેશે જો કોઇ વેપારી પ્રાઇઝ બીડનું ફીઝીકલ ફોર્મ સબમીશન કરશે તો તેને સ્વીકારવામાં આવશે નહીં તેમજ આ ટેન્ડર પ્રક્રિયાને લગતા કોઇપણ જાતના નિયમોને ફેરફાર થશે કે સુધારા વધારા થશે તો તે સાઇટ મારફત મત્સ્યોદ્યોગ કમીશનર કચેરી દ્વારા જાણ કરાશે. તમામ ટેન્ડર પ્રક્રિયામાં ભાગ લેનાર વેપારીઓને આ સાઇટ પર નિયમિત અપડેટ જોવા માટે જણાવ્યું છે. તેમજ મત્સ્યોદ્યોગ કમીશનર કોઇપણ કે તમામ ટેન્ડરો કોઇપણ જાતના કારણ આપ્યા સિવાય સ્વીકારવા કે નકારવાનો હકક અબાધિત રહેશે.


સર્વ જનતા માટે ખાસ નોંધ લેવા જેવી બાબત છે જેમકે સર્વે ટેન્ડર પ્રક્રિયામાં ભાગ લેવા ઇચ્છતા લોકોને ગુજરાત મત્સ્યોદ્યોગ કમિશનર દ્વારા ટેન્ડરની પ્રક્રિયાની વિગતો જાહેર કરવામાં આવી છે .



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application