ગુજરાતના દસ એરપોર્ટ ખોટમાં: અદાણીના અમદાવાદ એરપોર્ટે કરી ૪૦૮ કરોડની ખોટ

  • July 29, 2023 05:25 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

કોરોના મહામારી નદી ગઈ: એકમાત્ર કંડલા એરપોર્ટે થોડો નફો કર્યો


ગુજરાત રાજ્યના લગભગ 10 એરપોર્ટ્સ છેલ્લા ઘણા સમયથી ખોટમાં ચાલી રહ્યા છે. નોંધનીય છે કે વર્ષ 2022 અને 23માં કુલ 535 કરોડ રૂપિયાનું નુકસાન થયું હોવાના અહેવાલો મળી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે રિપોર્ટ્સ પ્રમાણે જોઈએ તો છેલ્લા 5 વર્ષમાં આ એરપોર્ટ્સને 1200 કરોડ રૂપિયાની ખોટ ગઈ છે. અદાણી ગ્રુપે વર્ષ 2020થી અમદાવાદના એરપોર્ટને ટેકઓવર કરી લીધું હતું. તેવામાં 2018-19 અને 2019-20માં અમદાવાદ એરપોર્ટ ગુજરાતમાં એકમાત્ર એવું હતું કે જે નફો કરતું આવતું હતું. કોરોના મહામારીએ આવીને બાજી બગાડી નાખી હતી.

વર્ષ 2020 અને 2021 દરમિયાન કોરોના મહામારી પિક પર આવી ગઈ હતી. ત્યારે અમદાવાદ એરપોર્ટને કુલ 94 કરોડ રૂપિયાનું નુકસાન પહોંચ્યું હતું. કોવિડ સમયે માત્ર 2 એરપોર્ટ જ નફો કરી રહ્યા હતા. જેમાં પોરબંદર અને કંડલા એરપોર્ટનો સમાવેશ થાય છે. વર્ષ 2022 અને 2023માં અમદાવાદ એરપોર્ટને મોટાપાયે નુકસાન પહોંચ્યું હતું. લગભગ 408 કરોડ રૂપિયા સુધીનો ફટકો તેનેપડ્યો હતો. ત્યારે બીજી બાજુ સુરતને 31.99 કરોડ જ્યારે વડોદરાને 46.71 કરોડનું નુકાસન પહોંચ્યું હતું.

પ્રાપ્ત થતી વિગતો પ્રમાણે ભારત દેશમાં કુલ 14 એરપોર્ટ જે છે તે પીપીપી ધોરણે ચાલી રહ્યા છે. આમા સૌથી વધુ ખોટ થઈ હોય તો એ અમદાવાદ એરપોર્ટને છે. કારણ કે 408 કરોડ રૂપિયાના ખાડા હોવાથી હવે આગળ શું પગલાં ભરાશે એ જોવાજેવું રહ્યું. દિલ્હીના એરપોર્ટને 284 કરોડનું નુકસાન પહોંચ્યું છે. જ્યારે મુંબઈને અન્ય એરપોર્ટ કરતા ઓછું નુકસાન પહોંચ્યું છે. તેને માત્ર 1 કરોડની ખોટ પડી હતી.


અદાણીના મોટાભાગના એરપોર્ટ ખોટમાં ચાલી રહ્યા છે

પ્રાપ્ત થતી માહિતી અને મીડિયા અહેવાલો પ્રમાણે અત્યારે દેશમાં સૌથી વધુ ખોટ અદાણીના એરપોર્ટને થઈ છે. તેના લગભગ તમામ એરપોર્ટ ખોટમાં હોવાનું પણ સામે આવી રહ્યું છે. જેમકે મુંબઈ એરપોર્ટ 1 કરોડ રૂપિયાની ખોટમાં ચાલી રહ્યું છે. જ્યારે અમદાવાદ, લખનઉ, મેંગલુરૂ, જયપુર, ગૌહાટી અને થિરવનંતપુરમમાં અદાણીના એરપોર્ટને ભારે ખોટ થઈ ગઈ છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application