માઉન્ટ આબુ અને સીકરમાં તાપમાન માઈનસમાં: ઠંડી વધવાની શકયતા

  • January 12, 2024 01:02 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજસ્થાનમાં શિયાળાનો કહેર ચાલુ છે. રાયના અનેક ભાગોમાં કાતિલ ઠંડીના કારણે જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. ગાઢ ધુમ્મસના કારણે વિઝિબિલિટી પર પણ અસર પડી રહી છે. જયારે માઉન્ટ આબુ અને સીકરમાં તાપમાન માઈનસ પર પહોંચી ગયું છે. બંને જગ્યાએ બરફ જમા થયો છે. આગામી દિવસોમાં ઠંડીમાં વધારો થઈ શકે છે.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આજે રાજસ્થાનના અનેક વિસ્તારોમાં ઠંડીથી રાહત મળવાની કોઈ શકયતા નથી. કોલ્ડવેવને કારણે ૧૪ જિલ્લામાં યલો એલર્ટ જારી કરવામાં આવ્યું છે. આ જિલ્લાઓમાં અલવર, ચુ, બિકાનેર, કરૌલી, ઝુનઝુનુ, કરૌલી, સવાઈ માધોપુર, બુંદી, દૌસા, હનુમાનગઢ, ગંગાનગર અને બરાનનો સમાવેશ થાય છે. રાયના માઉન્ટ આબુ અને સીકરમાં તાપમાન માઈનસ સુધી પહોંચી ગયું છે. ગઈકાલે સવારે બંને જિલ્લામાં બરફ પડો હતો.
માઉન્ટ આબુમાં ભારે ઠંડી પડી રહી છે ખુલ્લા વિસ્તારોમાં વાહનો પર બરફ પડો હતો. અહીં માઈનસ ૩ ડિગ્રી તાપમાન નોંધાયું છે. હવામાન વિભાગ અનુસાર, આગામી કેટલાક દિવસો વધુ ઠંડી રહેવાની શકયતા છે. કોલ્ડવેવને કારણે તાપમાનમાં ઘટાડા સાથે બરફ જમા થવાની સંભાવના છે. ઘણા વિસ્તારોમાં લોકો બોનફાયરને ગરમ કરતા જોવા મળ્યા હતા, યારે ધુમ્મસને કારણે વિઝિબિલિટી પર ભારે અસર થઈ હતી. આગામી કેટલાક દિવસો માટે કોલ્ડ એલર્ટ જારી કરવામાં આવ્યું છે.
હવામાન વિભાગઅનુસાર, ૧૩ જાન્યુઆરીથી રાયમાં હવામાનમાં ફેરફાર થવાની સંભાવના છે. ૧૩ અને ૧૪ જાન્યુઆરીએ વરસાદની સંભાવના છે. જયારે ૨૦ થી વધુ જિલ્લાઓ ઠંડી અને કોલ્ડવેવને કારણે થીજી ગયા છે. વરસાદ બાદ ઠંડીમાં વધારો થઈ શકે છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application