જૂનાગઢ લોકસભા બેઠકની ચૂંટણી ૭ મે ને આવતીકાલે મતદાન યોજાનાર છે. હવામાન વિભાગ દ્વારા આવતીકાલે પણ હિટવેવની સંભાવના વ્યક્ત કરી છે.જૂનાગઢમાં મતદાનના દિવસે તાપમાનનો પારો આ સીઝનનુ સૌી ઊંચુ ૪૨ ડિગ્રી પહોંચશે તેવી શક્યતાી મતદારોને મતદાન સુધી લાવવા ચૂંટણી સ્ટાફ અને મતદારોની તકેદારી માટે તંત્ર દ્વારા વિવિધ કામગીરી કરવામાં આવી રહી છે. સવારે ૬ થી બપોરે ૧ વાગ્યા સુધીમાં તાપમાનનો પારો દર કલાકે બે ડિગ્રી વધશે જેી મતદાનના મધ્યસ્ સમયે સૂર્યનારાયણનો અસલ પ્રકોપ અનુભવાશે. ગરમીી કર્મચારી અને મતદારોની તબિયત ન લડે તે માટે આરોગ્ય વિભાગ દ્વારા ફાર્માસિસ્ટ તા પેરા મેડિકલ અને મેડિકલ ઓફિસર સહિતના ૯૦૦ થી વધુ કર્મચારીઓ અને ૧૦૮ની ૧૫ એમ્બ્યુલન્સ ખડે પગે રાખવામાં આવી છે ગુજરાતમાં ત્રીજા તબક્કાની ચૂંટણીમાં આવતીકાલે મતદાનના દિવસે હીટ વેવની આગાહી કરવામાં આવી છે. જૂનાગઢમાં આવતીકાલે તાપમાનનો પારો ૪૨ ડિગ્રી આ સીઝનનો સૌી ઊંચો રહેવાની સંભાવના હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરાઈ છે. ભેજ ની ટકાવારી ૮૫ આસપાસ રહેશે અને લઘુતમ તાપમાન ૨૦ ી૨૫ આસપાસ અને ૫ી૭ કિમીની ઝડપે પવન ફૂંકાશે મતદાનની શરૂઆતી બપોર સુધી ના સમયગાળામાં તો તાપમાનના પારામાં ઉતરોતર વધારો શે. જોકે મતદાનની અંતિમ કલાકોમાં તાપમાન ઘટશે પરંતુ ઊંચા તાપમાનને લઈ મતદાન ઘટે તેવી આશંકાને પગલે તંત્ર અને રાજકીય પક્ષો, ઉમેદવારોમાં ચિંતાનું તાપમાન વધ્યું છે. અને અત્યારે જ આગેવાનો પરસેવે રેબઝેબ યા છે. જૂનાગઢ બેઠકમાં પાંચ વર્ષ પૂર્વે ૨૩ એપ્રિલ ૨૦૧૯ના રોજ યોજાયેલા મતદાનના દિવસે ૪૦.૫ મહત્તમ તાપમાન, લઘુતમ તાપમાન ૨૩.૫, ભેજ ૮૦-૨૦, પવન ૫.૧ ની ઝડપે હવામાન નોંધાયું હતું. જ્યારે આ વર્ષે ચૂંટણી કરતા પણ અઢી ડીગ્રી વધુ તાપમાનનો પહોંચવાની શક્યતા ને પગલે અસહ્ય ગરમી ની ભીતિથી આ વર્ષે મતદાન નું પ્રમાણ નીચું જવાની શક્યતા સેવાઈ રહી છે. જેી રાજકીય આગેવાનો સવારના સમયમાં જ વધુને વધુ મતદાન થાય તે માટે દોડધામ કરી રહ્યા છે. અને તંત્ર દ્વારા પણ મતદાન જાગૃતિના પ્રયાસો કરાઈ રહ્યા છે.બીજી તરફ મતદાન મકે આવેલા મતદારો તેમજ ફરજ પરના કર્મીઓના આરોગ્ય સુવિધાઓને લઈ છાયડા માટે મંડપ, ગરમીી બચવા પંખા, બેસવા માટે ખુરશી અને પાણી સહિતની વ્યવસ કરાઈ છે.
બહાઉદીન કોલેજ ખાતેી વીવીપીએટ ઇવીએમની ફાળવણી
આવતીકાલે લોકસભાની ચૂંટણી ને લઈને મતદાન વાનું છે ત્યારે જૂનાગઢમાં બહાઉદીન કોલેજ ખાતે આજે સવારી જ પ્રિસાઇડિંગ ,પોલિંગ સહિતના કર્મચારીઓ પહોંચ્યા હતા આ તમામ કર્મચારીઓને મતદાન બુ કામગીરી ના ઓર્ડર આપવામાં આવ્યા હતા અને વીવીપીએટ અને ઈવીએમ ની ફાળવણી કરાઈ હતી સવારી જ ગરમીને કારણે કર્મચારીઓ પરસેવે નીતર્યા હતા જોકે તંત્ર દ્વારા છાયડો આવે તે માટે મંડપ કુલર અને પંખાની વ્યવસ કરી હતી
કાલે મતદાનના દિવસે સંભવિત તાપમાન
સવારે ૬-૭ ૨૪-૨૫,૭ થી ૮ ૨૫-૨૬,૮થી ૯ ૨૬-૨૮, ૯થી ૧૦ ૨૮-૩૦,૧૦થી ૧૧ ૩૦-૩૪,૧૧થી ૧૨ ૩૪-૩૬,૧૨થી ૧ ૩૮-૪૦,૧થી ૨ ૪૦-૪૧,૨થી ૩ ૪૧ -૪૨,૩થી ૪ ૪૨-૪૧,૪થી ૫ ૪૦-૩૯, પથી ૬ ૩૯-૩૮ તેમજ લઘુતમ તાપમાન ૨૦ી ૨૨ અને પવન પાંચ કિ.મીની આસપાસ રહેશે.
મતદાન બુ પર કર્મીઓને ૧૩૬૦ મેડિકલ કિટ અપાઈ
જૂનાગઢ જિલ્લા ચુંટણી વિભાગ દ્વારા મતદાન મકોએ ફરજ બજાવનાર સ્ટાફ અને મતદાન માટે આવનાર મતદારો માટે તમામ ૧૩૩૫ મતદાન બુ પર ઇમર્જન્સી દવાની ૧૩૬૦ મેડિકલ કીટ, તેમજ ૯૦૦૦ ી વધુ ઓઆરએસના પેકેટ ઉપલબ્ધ કરવામાં આવ્યા છે.આ ઉપરાંત દર ૮ બુે એક મેડિકલ ટીમ પણ રાખવામાં આવી છે. જેમાં અર્બન ઉપરાંત પીએચસી અને સીએચસી સેન્ટરોના અને મેડિકલ ટીમ સારવાર માટે ખડેપગે રહેશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationધાબળા ચોરાઈ ન જાય એ માટે હોસ્પિટલએ લગાવ્યો અનોખો જુગાડ
January 09, 2025 04:57 PM19 વર્ષ પછી મકરસંક્રાંતિ પર અદ્ભુત સંયોગ, આ કાર્ય કરવાથી સૂર્ય અને શનિ થશે ખુશ
January 09, 2025 04:55 PMડોક્ટર કોણ છે? પ્રશ્નનો વિદ્યાર્થીએ આપ્યો એવો જવાબ કે સોશિયલ મિડિયા પર થયો વાયરલ
January 09, 2025 04:46 PMયુવતીએ રાઈડનું ભાડું ઓછું કરાવ્યું તો ડ્રાઈવરનો જવાબ જોઇને લોકો થયા હસી-હસીને લોટપોટ
January 09, 2025 04:41 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech