રોહિત શર્માની ગેરહાજરીમાં શ્રીલંકા સામે રમશે ટીમ ઈન્ડિયા, કોણ બનશે નવો કેપ્ટન?

  • July 09, 2024 11:47 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


​​​​​​​T20 વર્લ્ડ કપ 2024ના અંત પછી  ભારતીય ટીમ તેની પ્રથમ ODI સિરીઝ રમવા માટે શ્રીલંકાનો પ્રવાસ કરશે. ભારતીય ટીમ ઓગસ્ટ મહિનામાં ત્રણ મેચની વનડે સીરીઝ રમવા જઈ રહી છે પરંતુ આ સીરિઝ પહેલા કેપ્ટનશિપને લઈને ચર્ચા શરૂ થઈ ગઈ છે. કારણકે સમાચાર છે કે આ સિરીઝ દરમિયાન સિનિયર ખેલાડીઓને આરામ આપવામાં આવશે, જેમાં રોહિત શર્મા પણ સામેલ છે.


રોહિત શર્માની ગેરહાજરીમાં ટીમ ઈન્ડિયા શ્રીલંકા સામે રમશે


અહેવાલ મુજબ, BCCI એ છેલ્લા ત્રણ મહિનાથી સતત રમી રહેલા આ અનુભવી ખેલાડીઓને આરામ આપવાનો નિર્ણય કર્યો છે. ખાસ કરીને રોહિત શર્મા જેણે ડિસેમ્બર-જાન્યુઆરીમાં સાઉથ આફ્રિકા સામેની ટેસ્ટ સિરીઝથી લઈને તાજેતરમાં પૂરા થયેલા T20 વર્લ્ડ કપ સુધી સતત ક્રિકેટ રમી છે.


એક સૂત્રએ જણાવ્યું કે બંને ખેલાડીઓની ODI ટીમમાં પસંદગી નિશ્ચિત છે અને ચેમ્પિયન્સ ટ્રોફી પહેલા ઈંગ્લેન્ડ સામેની ત્રણ મેચની સીરીઝ તેમના માટે સારી પ્રેક્ટિસ હશે. બંને ખેલાડીઓ આગામી થોડા મહિનામાં ટેસ્ટ મેચોને પ્રાથમિકતા આપશે, કારણકે ભારત સપ્ટેમ્બરથી જાન્યુઆરી વચ્ચે 10 ટેસ્ટ મેચ રમશે.


બોર્ડર-ગાવસ્કર ટ્રોફી માટે ભારતે બાંગ્લાદેશ સામે 2 ટેસ્ટ મેચ, ન્યુઝીલેન્ડ સામે 3 ટેસ્ટ મેચ અને ત્યારબાદ ઓસ્ટ્રેલિયા સામે 5 ટેસ્ટ મેચ રમવાની છે. પસંદગીકારો અને સિનિયર ખેલાડીઓનું માનવું છે કે વર્કલોડ મેનેજમેન્ટ ખૂબ જ જરૂરી છે.


કોણ બનશે ભારતીય ટીમનો કેપ્ટન?


રોહિતની ગેરહાજરીમાં હાર્દિક પંડ્યા સુકાનીપદ સાંભળી શકે છે પરંતુ દક્ષિણ આફ્રિકા સામેની વનડે સીરીઝમાં કેપ્ટનશિપ કરી ચૂકેલા કેએલ રાહુલને પણ અવગણી શકાય તેમ નથી.


ભારતનો શ્રીલંકા પ્રવાસ ક્યારે?

ભારતીય ક્રિકેટ ટીમ જુલાઈ અને ઓગસ્ટ 2024માં શ્રીલંકાની ક્રિકેટ ટીમ સામે રમવા માટે શ્રીલંકાના પ્રવાસે જશે. આ પ્રવાસમાં ત્રણ T20 મેચ અને ત્રણ ODI મેચોની સીરીઝનો સમાવેશ થાય છે.


 T20 સિરીઝઃ


ભારતીય ટીમ 27 જુલાઈએ શ્રીલંકા સામે પ્રથમ T20 મેચ રમશે, બીજી 28 જુલાઈએ અને છેલ્લી જુલાઈના રોજ રમશે. ભારતીય સમય અનુસાર આ ત્રણ ટી-20 મેચ સાંજે 7 વાગ્યાથી રમાશે.


 ODI સિરીઝઃ


ભારતની શ્રીલંકા સામેની પ્રથમ ODI મેચ 2જી ઓગસ્ટે, બીજી મેચ 4થી ઓગસ્ટે અને ત્રીજી 7મી ઓગસ્ટે રમાશે. ત્રણેય ODI મેચો ભારતીય સમય અનુસાર બપોરે 2.30 વાગ્યાથી રમાશે.





લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application