ભારત અને શ્રીલંકા વચ્ચેની પ્રથમ વનડે મેચ ટાઈ રહી હતી. ભારતીય બોલરોએ શ્રીલંકાને 230ના સ્કોર સુધી રોકી દીધું હતું. લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી ભારતીય ટીમ 14 બોલમાં 1 રન પણ બનાવી શકી ન હતી. ભારતે બે બોલમાં બે વિકેટ ગુમાવી દીધી હતી. રોમાંચક મેચમાં હસરંગા અને અસલંકાએ ત્રણ-ત્રણ વિકેટ લઈને યજમાન ટીમને મેચમાં જાળવી રાખ્યું હતું.
ભારત અને શ્રીલંકા વચ્ચે રમાયેલી પ્રથમ વનડે મેચ ટાઈ રહી હતી. એક સમયે ભારતને જીતવા માટે માત્ર 1 રનની જરૂર હતી અને તેની બે વિકેટ બાકી હતી. અસલંકાએ બે બોલમાં બે વિકેટ લઈને મેચ ટાઈ કરી હતી. મેચમાં શ્રીલંકા તરફથી વાનિન્દુ હસરંગા અને અસલંકાએ ત્રણ-ત્રણ વિકેટ લીધી હતી. ભારત તરફથી માત્ર રોહિત શર્મા જ મોટી ઇનિંગ્સ રમી શક્યો હતો.
ટોસ જીત્યા બાદ શ્રીલંકાએ પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. ભારતીય બોલરોએ શ્રીલંકાના ટોપ ઓર્ડર બેટ્સમેનોને ક્રિઝ પર ટકવા દીધા ન હતા. અવિષ્કા ફર્નાન્ડો માત્ર 1 રન બનાવીને આઉટ થયો હતો. કુસલ મેન્ડિસ 14 રન બનાવીને શિવમ દુબેનો શિકાર બન્યો હતો. ભારતીય બોલરોએ નવા બોલનો ભરપૂર ફાયદો ઉઠાવ્યો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationચેમ્પિયન ટ્રોફી 2025: ભારતે પાકિસ્તાનને 6 વિકેટે હરાવ્યું, વિરાટ કોહલીએ ફટકારી સદી
February 24, 2025 12:43 AMભારત-પાકિસ્તાન મહામુકાબલો: રોહિત શર્માએ રચ્યો ઇતિહાસ, હાર્દિક પંડ્યાએ પણ નોંધાવી સિદ્ધિ
February 23, 2025 07:11 PMસુરેન્દ્રનગર-લીંબડી હાઈવે પર કાળો કેર: ડમ્પર-મિની બસની ટક્કરમાં 5ના મોત, 10થી વધુ ઘાયલ
February 23, 2025 07:08 PMગૌતમ અદાણીએ દર કલાકે આટલા કરોડ ટેક્સ ચૂકવી રચ્યો આ ઇતિહાસ
February 23, 2025 06:51 PMPM મોદીએ બાગેશ્વર ધામમાં કહ્યું 'આ એકતાનો મહાકુંભ છે'
February 23, 2025 06:26 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech