ગુજરાતમાં શિક્ષક ભરતી: 9 માર્ચે જૂના શિક્ષકોને મળશે નિમણૂક પત્રો

  • February 27, 2025 08:47 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ગુજરાતમાં બિનસરકારી અનુદાનિત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શિક્ષકોની ભરતી પ્રક્રિયા પૂર્ણ થવા જઈ રહી છે. આગામી 9 માર્ચે જૂના શિક્ષકોને નિમણૂક પત્રો આપવામાં આવશે. ભરતી પસંદગી સમિતિની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે. આ સાથે જ રાજ્યમાં જૂના શિક્ષકોની ભરતી પ્રક્રિયા પૂર્ણ થશે.


રાજ્યની ગ્રાન્ટેડ શાળાઓમાં ફરજ બજાવતા શિક્ષકોને જૂના શિક્ષક તરીકે ભરતી કરી શકાય તે માટે વિચારણા કરવા અને ભરતી અંગેની સૂચનાઓ નિયત કરવા ઠરાવ પસાર કરવામાં આવ્યો હતો. વિભાગના તા.04/01/2024ના ઠરાવ ક્રમાંક: ED/MSM/e-file/3/2023/3375/G થી સમિતિની રચના કરવામાં આવી હતી. સમિતિએ રજૂ કરેલ ભલામણો સહિતનો અહેવાલ ધ્યાને લઈને જૂના શિક્ષકોની ભરતી કરવા કેટલાક નિયમો બનાવવામાં આવ્યા હતા.


શિક્ષકો માટે ખુશીનો માહોલ:

આ નિર્ણયથી ગ્રાન્ટેડ શાળાઓમાં ફરજ બજાવતા શિક્ષકોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. તેઓ લાંબા સમયથી નિમણૂક પત્રોની રાહ જોઈ રહ્યા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application