ટી પોસ્ટના કર્મચારીએ ક્વાર્ટરમાં ગળેફાંસો ખાઈ જિંદગી ટૂંકાવી

  • January 10, 2025 03:22 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ટી પોસ્ટના કર્મચારીએ ક્વાર્ટરમાં ગળેફાંસો ખાઈ જિંદગી ટૂંકાવી
ગાંધીગ્રામના કિસ્મતનગરમાં વૃધ્ધનો ઝેરી ટીકડા પીને આપઘાતઆજકાલ પ્રતિનિધિ
રાજકોટ
શહેરમાં ગત 18 કલાકમાં ચાર આપઘાતના બનાવ બાદ રાત્રીના વધુ એક યુવકએ ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી, જયારે બીજા બનાવમાં ગાંધીગ્રામમાં રહેતા વૃધ્ધએ ઘઉંમાં નાખવાના ઝેરી ટીકડા પી મોત મેળવ્યું હતું.
પ્રાપ્ત વિગત મુજબ મૂળ રાજેસ્થાનનો વતની અને 150 ફૂટ રિંગ રોડ પર ફોર્ચ્યુન હોટેલ પાસે આવેલી ટી-પોસ્ટ માં કામ કરતા અને ત્યાં જ પાછળ આવેલા ક્વાર્ટરમાં રહેતો ભુપેન્દ્રસિંગ છોગનસિંગ આત્મજ (ઉ.વ.21)નામના યુવકે રાત્રીના સમયે ક્વાર્ટરમાં છતના હૂંકમાં કપડું બાંધી ફાંસો ખાઈ લીધો હતો. મોડે સુધી કામ પર ન આવતા સાથી કર્મીઓ ક્વાર્ટરમાં બોલાવવા જતા યુવક લટકતો હતો. આ જોઈ બુમાબુમ કરતા અન્ય કર્મચારીઓ સહિતના દોડી ગયા હતા અને 108ને જાણ કરતા ઇએમટીએ જોઈ તપાસી મૃત જાહેર કર્યો હતો. બનાવની જાણ તાલુકા પોલીસને કરવામાં આવતા પોલીસ સ્ટાફ સ્થળ પર પહોંચી જરૂરી કાર્યવાહી કરી મૃતદેહને પીએમ માટે સિવિલ હોસ્પિટલએ ખસેડ્યો હતો. યુવક રાજસ્થાનના સાથી મિત્રો સાથે રહેતો હતો. ક્યાં કારણથી પગલું ભર્યું એ જાણવા પોલીસે તપાસ યથાવત રાખી છે.
બીજા બનાવમાં ગાંધીગ્રામમાં કિસ્મતનગર-5 માં રહેતા ભીખુભાઇ હરિભાઈ રાંકજા (ઉ.વ.70) નામના વૃધ્ધએ ઘર નજીક આવેલા મંદિર પાસે ઘઉંમાં નાખવાના ઝેરી ટીકડા ખાઈ લેતા બેભાન થઇ ઢળી પડતા આસપાસના લોકો દોડી ગયા હતા અને પરિવારને જાણ કરતા તાકીદે હોસ્પિટલએ ખસેડવામાં આવ્યા હતા પરંતુ સારવાર કારગત ન નીવડતા દમ તોડી દીધો હતો. બનાવ અંગે ગાંધીગ્રામ પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે હોસ્પિટલ પહોંચી જરૂરી કાર્યવાહી કરી હતી. આપઘાત કરનાર વૃધ્ને સંતાનમાં એક દીકરો છે અને પોતે સાત બહેનના એકના એક ભાઈ હતા. કેટલાક સમયથી માનસિક રીતે અસ્વસ્થ હોવાથી પગલું ભરી લીધાનું જાણવા મળ્યું છે. બનાવથી પરિવારમાં ગમગીની છવાઈ છે.

લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY

ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY

સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY

મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application